Vadodara

કોમી હિંસા ભડકાવનાર 8 આરોપીની ધરપકડ

સાવલી : સાવલી તાલુકાના ગોઠડા ગામે ગત રાત્રે થયેલ કોમી અથડામણમાં સાવલી પોલીસ મથકે બે કોમના સંડોવાયેલા શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરેલ છે તેમજ બંને કોમના આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી ધર્મેશ રવજીભાઈ પરમાર એ તેઓની ફરિયાદમાં જણાવેલ હતું કે તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે ગતરોજ સાંજે નોકરીથી પરત આવ્યા બાદ મોટરસાયકલ લઈને ત્રણ મિત્રો સાથે મોટરસાયકલ પર સાવલી ગયા હતા અને ત્યારબાદ ગોધરા ગામે પરત આવતાં ગામના મસ્જિદ નજીક ચકલા પાસે મોટરસાઈકલ ઊભી રાખી માવો ખાતા હતા તે દરમિયાન ગોઠડા ગામમાં રહેતા શકીલ મલેક, અક્રમ કુરેશી તેમજ અન્ય મિત્રો બેઠા હતા તેઓને ધર્મેશ પરમાર માવો ખાતા સમયે આંગળી કરતો હોય તેવું લાગતા તેઓએ ધર્મેશ પરમાર તેમજ અન્ય બે મિત્રોને ગાળા ગાડી કરી હતી તે સમયે ધર્મેશ પરમાર એ ગાળો નહીં બોલવાનું જણાવતા  જતા રહે અને થોડી વારમાં  તેમના ફળિયા જય ઉપરોક્ત ચાર વ્યક્તિ સાથે અન્ય સલીમ કાસમ અલી સૈયદ, ઝાકીર તથા અન્ય 15 નું ટોળું ગમેતેમ ગાળો બોલી પથ્થરમારો કરતાં ધર્મેશ પરમારના માથાના ભાગે પથ્થર વાગતા ઇજાગ્રસ્ત થયો હતો.

તે બાબતે ધર્મેશ પરમાર સાવલી પોલીસ મથકે સાત જણા તેમજ બીજા પંદરનું ટોળું સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી શકીલ વખત સિંહ પરમાર, જાવીદ હમિદ ભાઈ મલેક અક્રમ કમરૂ ભાઈ કુરેશી તમામ રહેવાસી ગોઠડાની ધરપકડ કરી છે. સામે પક્ષે અકરમ કનુભાઈ કુરેશીએ સાવલી પોલીસ મથકે ધર્મેશ રવજીભાઈ પરમાર, કુલદીપ લક્ષ્મણભાઈ મકવાણા, અશોક ભાઈ પરમાર ,નિલેશ ઠાકોર પરમાર અર્જુન બુધાભાઈ પરમાર હિતેશ અરવિંદભાઈ પરમાર, ક્રિશ અરવિંદભાઈ પરમાર તથા અન્ય 15ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવેલ છે કે તેઓ ગોઠડા ગામે આવેલ એક ચિકનની દુકાનમાં નોકરી કરે છે ત્યાંથી સાંજના આઠેક વાગ્યાના સુમારે પોતે દુકાન પરથી છૂટા થઈ પરત ઘરે ફરતા હતા તે દરમિયાન ફળિયામાં ચકલા પાસે જાવેદ મલેક, મોઈન પઠાણ સદ્દામ દિવાન બેઠા હતા તેઓની સાથે અક્રમ પણ બેઠો હતો તે સમયે ધર્મેશ પરમાર મોટરસાયકલ લઈને આવ્યો હતો અને કહેવા લાગેલ કે  મિયાભાઈઓએ ચકલામાં બેસવું નહીં ત્યારે અમે ધર્મેશને કહ્યું હતું કે તો પછી અમારે ક્યાં બેસવું તેવામાં ધર્મેશ બિભત્સ ગાળો બોલવા લાગે અને અમે તેને ગાળો બોલવાનીના પાડતા ધર્મેશ જણાવ્યું હતું કે પાંચ મિનિટમાં બતાવી દઉં છું તેમ કહીને ધર્મેશ અને તેના બે મિત્રો મોટરસાઇકલ પરથી તેઓના ફળિયા તરફ ગયા હતા અને થોડીવારમાં ધર્મેશ પરમાર કુલદીપ મકવાણા રૂપલ પરમાર નિલેશ પરમાર અર્જુન પરમાર હિતેશ પરમાર ક્રિશ પરમાર સહિત બીજા પંદરનું ટોળું પાછા આવ્યા હતા .

જેમાં ગાળાગાળી અને પથ્થરમારો કરતા સલીમ અલી સૈયદ ઝાકીર અલી સૈયદના માથાના ભાગે પથ્થર વાગતા ઇજા થઇ હતી આ બાબતે અક્રમ કુરેશીએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સાત જણના અને અન્ય ૧૫ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી આજરોજ પોલીસે ધર્મેશ રયજી પરમાર ,કુલદીપ લક્ષ્મણ મકવાણા ,અર્જુન બુધાભાઈ પરમાર ,ક્રિશ અરવિંદભાઈ પરમાર તમામ રહેવાસી ગોઠડાનાઓની ધરપકડ કરી છે તેમજ બંને પક્ષે બાકી રહેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.જિલ્લાની તમામ પોલીસ એજન્સીઓએ ગોઠડા ગામે પહોંચી રાત્રિના સમયે જ ગામના બંને કોમના આગેવાનો ભેગા કરી મીટીંગ નું આયોજન કર્યું હતું તેમજ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે બાબતે પગલા લીધા હતા ત્યારે આજરોજ પણ સાવલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

Most Popular

To Top