Business

મિસ વર્લ્ડથી મિસિસ અને હવે મા ઐશ્વર્યાનું ઐશ્વર્ય ઝાંખુ નથી પડ્યું

આમ અમિતાભ બચ્ચનને પરણવા સાથે જ જયા બચ્ચનની અભિનેત્રી તરીકેની કારકિર્દી અટકી ગયેલી તેમ અભિષેક બચ્ચનને પરણ્યા પછી ઐશ્વર્યા રાય – બચ્ચનની કારકિર્દીનું ય થયું છે. બચ્ચન કુટુંબ પોતાના ઘરની વહુ-દિકરીને ફિલ્મોથી દૂર રાખવામાં માને છે એવું તમે કહી શકો. પરંતુ ઐશ્વર્યા વિશે હવે એક વાત ઉમેરી શકો કે તે એક મેચ્યોર પત્ની, વહુ અને માની ભૂમિકામાં આવી ગઇ છે. અભિષેક સ્વયં પણ કહે છે કે તેના જીવન અને કારકિર્દીમાં સતત સપોર્ટ આપનાર ઐશ્વર્યા જ છે. ફિલ્મજગતના સૌથી મોટા અને વ્યસ્ત સ્ટારની પત્રવધુ હોવાનો પડકાર પણ તેણે ઉપાડી લીધો છે અને તેને ખબર છે કે આરાધ્યા પર પણ મિડીયાની અને કેમેરાની નજર સતત રહી છે તો મા તરીકે તેની કાળજી કેવી રીતે લેવી. ગમે તેમ પણ આરાધ્યના દાદા, દાદી, પિતા, માતા ફિલ્મક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવે છે એટલે આરાધ્યાને જૂદી સમજ સાથે ઉછેરવી પડે છે. આરાધ્યા હવે 10 વર્ષની થઇ ચુકી છે અને ઐશ્વર્યા તેની સ્કૂલની દરેક બાબતો સંભાળે છે. તે હવે પોતે એક સમયે મિસ વર્લ્ડ જાહેર થયેલી તે પણ જાણે ભુલી ગઇ છે. મા તો મા હોય છે, તે મિસ વર્લ્ડ નથી હોતી અને પત્ની યા વહુ તરીકે પણ ‘મિસ વર્લ્ડ ભૂતકાળ તરીકે જ જોવું પડે.

ઐશ્વર્યાએ પોતાનામાં બહુ મોટું પરિવર્તન આણ્યું છે. એક બ્યુટીફૂલ અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં તેના નામની ચર્ચા રહેતી અને સંજય લીલા ભણશાલી, મણી રત્નમ જેવાની ય તે ખાસ બની ચુકી હતી. સ્વાભાવિક રીતે જ પોતાને ફિલ્મોમાં વધારે જોવાની લાલચ તેને રહે પણ જો તે ફિલ્મોમાં આવે તો તેની લોકપ્રિયતાની તુલના અભિષેક બચ્ચન સાથે થાય. અભિષેકે આમ પણ પિતા અમિતાભ સાથેની તુલનાનો ભોગ સતત બનવું પડયું છે ત્યારે આ એક વધુ તુલના તેને નાનો ચીતરતે. ઐશ્વર્યાને પણ ધીરે ધીરે આ સમજાયું અને અભિષેકને તુલનામુકત કરી સહજ બનવામાં મદદ કરી. હમણાં ‘દસવીં’ માં અભિષેક ખૂબ સહજ રીતે પોતાની ભૂમિકા ભજવી છે. ઐશ્વર્યા હવે એકદમ ખાસ હોય એવી એકાદ-બે ફિલ્મ જ સ્વીકારે છે અને મણી રત્નમની ‘પોન્નિયીન સેલ્વન’માં નંદિની અને મંદાકિની દેવીની બે ભૂમિકા ભજવી રહી છે.

ઐશ્વર્યા ફિલ્મો અને પ્રેમસંબંધોને પાછળ મુકી અભિષેક સાથેના દામ્પત્યજીવનને અપનાવી ચુકી છે. એમ કહી શકો કે જો તે બચ્ચન કુટુંબમાં ન આવી હોત તો તેને હજુ દિશા ન મળી હોત. વળી તેને અભિષેક સમો શાંત, લફડાઓથી દૂર અને સરળ, ખોટી મહત્વાકાંક્ષા વિનાનો પતિ મળ્યો છે. અલબત્ત, જયા બચ્ચનને કારણે તે વશમાં આવી છે એવું કહી શકો. જે અમિતાભને વશમાં લાવી શકે તે ઐશ્વર્યાને પણ લાવી શકે. ઐશ્વર્યાની કારકિર્દી તો હોલીવુડમાં પણ આગળ વધે તેમ હતી પણ બધી ઇચ્છાઓ તેણે મુકી દીધી. ફિલ્મ સ્ટાર્સના લગ્નજીવન ગમે ત્યારે ખરાબે ચડી જતા હોય છે. ઋતિક રોશન, આમીરખાનના દાખલા સામે છે. જો તમે સ્વસ્થ ન રહો તો મુશ્કેલી ઊભી થાય. જેમ કાજોલ-અજય દેવગણ, ટ્‌વિન્કલ ખન્ના – અક્ષયકુમાર, ગૌરી-શાહરૂખખાન, જેનિલીયા ડિસોઝા અને રિતેશ દેશમુખ, શાહિદ કપૂર – મીરા રાજપૂત એક સારું લગ્નજીવન જીવી રહ્યા છે. •

Most Popular

To Top