Vadodara

ભાજપના રાજમાં કોર્પોરેટરોને ગુનાહિત કૃત્ય કરવા છુટ્ટોદોર

વડોદરા : ભાજપ ના શાસનમાં એક સપ્તાહથી કૌભાંડોની હારમાળા સર્જાઇ રહી છે બેફામ બની ગયેલા કોર્પોરેટરોના કલંકિત કૃત્યો નો અવિરત પર્દાફાશ થઇ રહ્યો છે છતાં પ્રદેશ પ્રમુખ માત્રને માત્ર તપાસ ચાલુ છે નું જ રટણ કરીને માલેતુજાર કાર્યકરોને સરેઆમ છાવરી રહ્યા છે. આવાજ સામેલ કૌભાંડી અને એક વર્ષની સજા ના ગુનેગાર કલ્પેશ ઉર્ફે જય રણછોડ મનુભાઇ પટેલે વૈષ્ણોદેવી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીની જમીન પર બંધાયેલા રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ને પરમિશન કેવી રીતે મળી ગઈ. પાલિકાના તમામ વિભાગને અંધારામાં રાખીને રજાચિઠ્ઠી મેળવાઈ ગઈ હોય તેવો કારસો રચાયો છે. પાલિકા તંત્રના ચોપડે સ્પા અને જીમના વ્યવસાયનો ઉલ્લેખ થયો છે એ જ ત્રણ માળની બિલ્ડિંગમાં રુદ્ર શાળા ધમધમતી હતી એક બિલ્ડિંગમાં અલગ-અલગ સાત વેરા આવે છે.

સૌથી વિવાદાસ્પદ ચર્ચા તો એ છે કે 139 મકાનો ની બનેલી વૈષ્ણવદેવી કો.ઓ,હાઉસિંગ સોસાયટીના રહેણાક વિસ્તારના પ્લોટ ઉપર કોમર્શિયલ બિલ્ડીંગને શોપિંગ સેન્ટર નુ નામ આપ્યું છે. તેમાં ગેરકાનૂની રીતે રુદ્ર સ્કુલ કોની મહેરબાનીથી ચાલુ થઇ ગઈ? બિલ્ડીંગ ની રજા ચિઠ્ઠી કેવી રીતના મળી? પ્લીંથ ચેકિંગ, ઓક્કયુંપેશન અને કમ્પ્લીસન સર્ટીફીકેટ મળ્યા છે કે નથી મળ્યા? આખી બિલ્ડિંગમાં જે વેરા આવે છે તે સાત બિલમાં જાણવા મળ્યા મુજબ સ્પા ચાલે છે જીમ અને શાળા સહિતના વ્યવસાય ચાલુ છે. કેટલાક ના માલિક મનુભાઈ પરસોતમ પટેલ છે કેટલાક નો ભોગવટો જય રણછોડ સહિત તેમના જ સગા સંબંધી અને પરિવારજનો છે. સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા કોર્પોરેટરે કોર્પોરેશનના વોર્ડ ઓફિસર, એએમસી, કમિશનર, ડેપ્યુટી કમિશનર, તેમજ આખા રેવન્યુ વિભાગને અંધારામાં રાખ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.25 લાખના ચેક રીટર્ન ના કેસમાં 1 વર્ષની સજા નો ગુનેગાર કલ્પેશ પટેલ ના વેરા ચોરીના ગોરખધંધાનો સિલસિલો હજી પણ યથાવત રહેતા ભાજપના હોદ્દેદારોની ચુપકીદી ઉપર અનેક સવાલો ઉઠી
રહ્યા છે.

મીડિયાને જોતા જ જય રણછોડ કારમાં ભાગ્યાં
વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર કલ્પેશ ઉંર્ફે જય રણછોડ મનુભાઈ પટેલ જ્યારથી ૨૫ લાખના ચેક રિટર્ન ના ગુનામાં સજા પામેલા છે ત્યારથી વિવાદ વકરતો જ જાય છે. આજે બપોરે પણ તેમની લક્ઝરિયસ કાર લઈને જય રણછોડ અજાણ્યા ઈસમ સાથે કલેક્ટર કચેરીમાં આવ્યા હતા પરંતુ સતર્ક મીડિયાના કેમેરા નિહાળતા જ અવઢવમાં પડી ગયા હતા તેમની સાથેનો અજાણ્યો ઇસમ તાત્કાલિક કારમાંથી નીકળીને જિલ્લા પોલીસ કચેરી તરફ પ્રયાણ કર્યું હતું અને કલ્પેશ પટેલ તુંરત કારને ટર્ન લઇને ગેટની બહાર નીકળી ગયા હતા. તે બાબતે પણ એવો છૂપો ગણગણાટ સંભળાતો હતો કે ચેક રિટર્ન આ ગુનાની ચર્ચા કરવા જ આવ્યા હતા પરંતુ જાગૃત મીડિયાને જોતાજ પોબારા ભણી ગયા હતા.

રુદ્ર શાળાને ફાયર બ્રિગેડે સીલ મારી દીધું હતું
રુદ્ર શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી તંત્રએ સીલ તો મારી દીધું હતું. પરંતુ પાટનગર સુધી પહોચ ધરાવતા માલેતુજાર જય રણછોડે સત્તા અને વગ વાપરીને શાળાને મારેલું સીલ ખોલાવી નાખ્યું હતું. હવે જોવાનું એ છે કે આજ સત્તાના જોરે વેરાના બિલ માં પણ ઘાલમેલ કરી ને લાખોના વેરા ચોરીના કૌભાંડ પર ઢાંકપિછોડો કરાવી નાખશે.

Most Popular

To Top