SURAT

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ સરોડેની ધરપકડ કરવા કોર્ટનો હૂકમ

સુરત : (Surat) સુરતની કોર્ટે એક પોલીસ ઈન્સ્પેક્ટરની (PI) ધરપકડ (Arrest) કરવા આદેશ (Order) કરતા સુરતના પોલીસ મહેકમમાં ખળભળાટ મચી ગયો છે. કોઈ ગુનો (Crime) કર્યા વિના જ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડના હૂકમથી પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા છે.

  • સરથાણાના તત્કાલિન પીઆઇ સરોડે સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ થયો
  • જ્વેલર્સ સાથે ચીટિંગના કેસમાં જુબાની માટે કોર્ટમાં સતત ગેરહાજર રહેતા હતા
  • પીઆઈ સરોડેએ કોર્ટના સમન્સનો સતત અનાદર કર્યો હતો
  • ફરિયાદીના વકીલે ધરપકડની માંગ સાથે વોોરન્ટ ઈસ્યૂ કરવા અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર રાખી

જ્વેલર્સ સાથે થયેલી ઠગાઇના ગુનામાં કોર્ટમાં જુબાની આપવામાં ઠાગાઠૈયા કરતી સરથાણા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ આર.એમ.સરોડે સામે કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટના સમન્સ (Summons) કે નોટિસનો (Notice) જવાબ નહીં આપનાર સરોડેને કોર્ટમાં (Court) હાજર કરવા મુદ્દે બિનજામીનપાત્ર વોરંટ (Warrant) ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

આ કેસની વિગત મુજબ સરથાણાના સિલ્વર ચોક પાસે વાસ્તુ રેસિડેન્સીમાં રહેતા હસમુખભાઇ વિનુભાઇ ગજેરા સરથાણામાં જ પુષ્પરાજ જ્વેલર્સના નામે સોનાનો વેપાર કરે છે. તેમની પાસેથી પૂણા સ્થિત કારગીલ ચોક પાસે કેવટનગરમાં રહેતા બહાદુર ઉર્ફે અનિલ દેવચંદભાઇ દૂધાત અવારનવાર સોનુ ખરીદતો હતો. તે જ્યારે પણ સોનુ ખરીદતો ત્યારે અમુક ટકા રકમ જ ચૂકવતો હતો એમ કરીને ધીરે ધીરે આ રકમ રૂપિયા 75 લાખ ઉપર પહોંચી ગઇ હતી. આ બાબતે સરથાણા પોલીસમથકમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ પીઆઇ આર.એમ. સરોડે કરી રહ્યાં હતાં.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ પિયુષ માંગુકિયા હાજર રહ્યા હતા, આ કેસમાં સમન્સ પાઠવી પીઆઇને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું. પીઆઇ સરોડેએ સમન્સનો જવાબ આપ્યો ન હતો અને કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતા હોવાથી તેમને જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરાયો હતો, તેમ છતાં પણ તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આખરે ફરિયાદીના વકીલે પીઆઇ સરોડેની ધરપકડ કરી તેમને કોર્ટમાં હાજર રાખવા માટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી મંજૂર રાખીને પીઆઇ આર.એમ. સરોડેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું.

Most Popular

To Top