Sports

પાકિસ્તાનના મુખ્ય કોચે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન માટે ‘વિદેશી ભારતીય પરિસ્થિતિ’ને જવાબદાર ગણાવી

નવી દિલ્હી: વર્લ્ડ કપમાં (Worldcup 2023) પાકિસ્તાનના (Pakistan) ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા મુખ્ય કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને સોમવારે તેના માટે ‘અજાણ’ ભારતીય પરિસ્થિતિઓને (Foreign Indian Conditions) જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાનની ટીમ સતત ચાર હાર બાદ સેમિફાઇનલની રેસમાંથી બહાર થવાને આરે છે. અંતિમ-ચારમાં પહોંચવાની આશા જાળવી રાખવા માટે, ટીમને તેની બાકીની ત્રણ મેચો મોટા માર્જિનથી જીતવી પડશે.

પાકિસ્તાનના કોચ બ્રેડબર્ને અહીં બાંગ્લાદેશ સામેની મંગળવારની મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે અમે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં અમે બનવા માંગતા ન હતા.” ટૂર્નામેન્ટના આ તબક્કે અમે અમારા ભાગ્યને નિયંત્રિત કરવા માટે સંકલ્પબદ્ધ છીએ પરંતુ અમે તેમ કરવામાં અસમર્થ છીએ. આનાથી ટીમ નિરાશ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે અમારા માટે આ ટૂર્નામેન્ટ વિદેશી પરિસ્થિતિઓમાં છે. અમારો કોઈપણ ખેલાડી આ પહેલા અહીં રમ્યો નથી. અમારા માટે દરેક જગ્યા નવી છે, જેમાં આ કોલકાતા પણ સામેલ છે.”

બ્રેડબર્ને કહ્યું કે તેમની ટીમે તેની તૈયારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરી લીધી છે. અમે હરીફ ટીમો અને મેચ સ્થળને લઈને અમારી તૈયારીઓ કાળજીપૂર્વક કરી છે. અમે દરેક મેચ માટે ખૂબ જ સારી રીતે તૈયાર છીએ. અહીં અમારા માટે વાસ્તવિકતા એ છે કે દરેક સ્થળ અમારા માટે નવું છે અને અમે ખેલાડીઓની સમજ, ગુણવત્તા, કૌશલ્ય અને સમર્થનના સંદર્ભમાં જરાય વંચિત અનુભવતા નથી.

જો કે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમે આત્યાર સુધઈમાં કુલ 4 મેચ રમી છે. જેમાં પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નહિ. પાકિસ્તાનની ટીમ ભારતમાં યોજોયેલા વર્લ્ડ કપમાં દરેક મેચ હારી છે. આ મુદ્દે પાકિસ્તાનના કોચનુ કહેવું છે કે આ વખતે ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ વિદેશી ભારતીય પરિસ્થિતિ છે.

Most Popular

To Top