National

મહારાષ્ટ્રના બીડમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યુ: ધારાસભ્યના ઘરને આગ ચાંપી

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra) મરાઠા (Maratha) આરક્ષણને (Aarakshan) લઈને માહોલ હજી વધુ ગરમાઈ રહ્યો છે. જેના કારણે રાજયમાં (Maharashtra) વિવિધ જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આવા જ એક પ્રદર્શન દરમિયાન બીડમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (Rashtrawadi Congress Party) વિધાયક પ્રકાશ સોલંકીના ઘરે તોડફોડ કરી આગ (Fire) ચાંપી દીધી હતી.

આ ઘટના અંગે પ્રકાશ સોલંકીનું નિવેદન સામે આવ્યું હતું કે, જ્યારે પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી આગ લગાવી હતી, ત્યારે તેઓ તેમના પરિવાર સાથે ઘરમાંજ હતા. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ તોડફોડ અને આગમાં તેમના પરિવાર કે સ્ટાફના લોકોમાંથી કોઈને ઇજા પહોંચી નથી. પરંતુ તેઓની પ્રોપર્ટીને ખૂબ મોટું નુકશાન થયું છે.

આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું હતું કે, ‘મનોજ જરાંગે પાટિલે આ વાતનું ધ્યાન રાખવું જોઇયે કે તેમના આંશનનું પ્રદર્શન કઈ દિશામાં જઇ રહ્યું છે. તેઓના સમર્થકો ખોટી દીશા તરફ વળી ગયા છે.

આ મામલે સાંસદ સુપ્રિયા સુલે NCP (શરદ પવાર ગુટ)એ કહ્યું કે આ મહારાષ્ટ્રની ત્રિપલ એન્જિન સરકારની વિફળતા છે કે આ પ્રકારની હિંસા મહારાષ્ટ્રમાં ભડકી છે. આજે એક વિધાયકના ઘરને આગ ચાંપી દેવાયી છે. ત્યારે ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે? તમામ રાજનૈતીક પાર્ટીના સભ્યોની સુરક્ષાની જવાબદારી તેઓની છે. આ સાથે જ તેઓએ ભાજપા ઉપર આરોપો લગાવ્યા હતા કે, ભાજપા મરાઠા, ધનગર, લિંગાયત અને મુસ્લિમ સમુદાયોને અંધારામાં રાખી રહી છે.

મહારાષ્ટ્રમાં શા માટે આંદોલન થયા?
તમને જણાવી દઈએ કે મરાઠા સમુદાયને અનામત અપાવવા માટે રાજ્યભરમાં અલગ-અલગ રીતે આંદોલન ચાલી રહ્યા છે. બીડ જિલ્લામાં પણ ગામડે ગામડે આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન અંબાજોગાઈ તાલુકાના ગીરવાળી ગામના યુવક શત્રુઘ્ન કાશીદેએ તેમના ગામની પાણીની ટાંકી પર ચઢીને વિરોધ શરૂ કર્યો હતો. તેમણે મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ કરી હતી. પાણીની ટાંકી પર ચઢ્યા બાદ તેઓએ અનામતની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે જરંગે પાટિલ સાથે વાત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ પોલીસે શત્રુઘ્નને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પોતાની માંગ પર અડગ રહ્યો હતો. આખરે રાત્રે તેણે ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Most Popular

To Top