Top News

More Posts

   The Latest

Most Popular

આજના આપણા ધર્મપ્રચારક બુધ્ધિજીવી વિદ્વાનો કહેવાતાં ધર્મશાસ્ત્રો એવાં 18 પુરાણોને આધારે ઈશ્વર વિષે મનઘડંત અનેક કાલ્પનિક ગપગોળાઓ ગબડાવી સામાન્ય પ્રજાને ગુમરાહ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, લક્ષ્મી, સરસ્વતી, નારદ આદિ પૌરાણિક કાલ્પનિક પાત્રો છે, જે પુરાણો માત્ર 1500 વર્ષ પહેલાં લખાયેલાં છે અને એ મહર્ષિ વ્યાસ દ્વારા નહીં, પરંતુ આર્યપુરોહિત-બ્રાહ્મણો દ્વારા લખાયેલા છે. જેના આશય કેવળ પુરોહિતોની વિના પરિશ્રમની આજીવિકાનો છે એવું સ્પષ્ટ રૂપથી આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના ગ્રંથ સત્યાર્થ પ્રકાશમાં 1885 માં લખ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉજ્જયિનીના મહારાજ ભોજે (1010-1055) વ્યાસજીને નામે શિવપુરાણ અને પદ્મપુરાણ લખનાર આર્યપંડિતોના હાથકાંડા કપાવી એવો હુકમ કર્યો હતો કે વ્યાસજીને નામે કોઈ પુરાણો લખશે તેને સખત શિક્ષા થશે. મહર્ષિ દયાનંદજીએ ઈશ્વરના 10-24 અવતારોનું વર્ણન કરનારા ગ્રંથ ભાગવત પુરાણના રચિતા પંડિતની ભારે ઠેકડી ઉડાવી ઈશ્વરના અવતારો, મૂર્તિપૂજા, નવધા ભક્તિ, તીર્થયાત્રાઓ, દ્વાદસ જ્યોતિર્લિંગો, જન્મજાત વર્ણવ્યવસ્થા, નદી-સંગમ સ્નાનો, જ્યોતિષ, મંત્રતંત્ર અને રુદ્રાક્ષની દિવ્ય શક્તિની પણ  આલોચનાઓ કરી છે.

આ 22 કરોડ કહેવાતા દેવતાઓ જો અલૌકિક, દિવ્ય અને અમર તથા સર્વશક્તિમાન, ન્યાય, દયાળુ અને ભક્તવત્સલ હોત તો તેઓ ક્યારેક આપણી પ્રાર્થના સાંભળી આપણી મદદે અવશ્ય આવ્યાં હોત. પરંતુ હજારો વર્ષો સુધી આપણા દેશ ઉપર વિધર્મી વિદેશી લૂંટારુઓ ત્રાટકતાં રહ્યાં. આપણા ઉપર અને આપણી મા, બહેન, દીકરીઓ ઉપર અનરાધાર અત્યાચારો કરતાં રહ્યાં, આપણે અનંત પ્રાર્થનાઓ, પૂજાઓ આરતીઓ કરતાં રહ્યાં છતાં હજારો વર્ષોમાં તેઓ ક્યારેય આપણી મદદે આવ્યાં નહીં. મંદિરો તથા પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિઓ પણ લૂંટાતી અને તૂટતી રહી. જે દર્શાવે છે કે આ કહેવાતા 33 કરોડ દેવી-દેવતાઓનું આ જગતમાં ક્યાંય અસ્તિત્વ નથી અને આપણને કંઈ કામના પણ નથી તો પછી એનો પ્રચાર શા માટે?
કડોદ.    – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top