Madhya Gujarat

મોરવા હડફ: છકડાની પાછળ આવતી બાઈક ધડાકાભેર અથડાતાં કાકાનું મોત : ભત્રીજો ઘાયલ


શહેરા: મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે કબુતરી નદીના પુલ ઉપર છકડા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બાઈક ધડાકાભેર ભટકાતા બાઈક ઉપર સવાર કાકાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક ભત્રીજાને સામાન્ય ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.



મુસાફરો ભરેલા, છકડાના ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જયો હતો. જેમાં પાછળ આવતી બાઈક છકડામાં પાછળના ભાગે ધડાકાભેર ભટકાતા હર્ષદ અને તેના કાકા લાલાભાઈ રોડ પર ફંગોળાયા હતાં. જેમાં લાલાભાઈ ડામોરને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું| ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ભત્રીજા હર્ષદને શરીરે સામાન્ય ઇજા થઇ હતી.

પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ મોરવાહડફ પોલીસ મથકે કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત હર્ષદને મોરવાહડફ સરકારી દવાખાને સારવાર માટે ખસેડી મૃતક લાલાભાઈ ડામોરના મૃતદેહને મોરવાહડફ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ મોકલ્યો હતો. અકસ્માત બાદ છકડા ચાલક ભાગી ગયો હતો. આ સમગ્ર બાબતે મોરવાહડફ પોલીસ મથકે છકડા ચાલક સામે ફરિયાદ નોંધી હતી.

Most Popular

To Top