Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: સોનિયા ગાંધી(Soniya Gandhi) બાદ હવે પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) કોરોના(Corona) થયા છે. ગતરોજ સોનિયા ગાંધીના કોરોના પોઝીટીવ નોંધાયા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગઈકાલે જ લખનૌથી દિલ્હી પરત ફર્યા હતા. તે બે દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર માટે લખનઉ ગઈ હતી. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે હું કોવિડ સંક્રમિત થઈ ગઈ છું. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખીને મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી છે.

આ પહેલા સોનિયા ગાંધી થયા હતા કોરોના સંક્રમિત
ગતરોજ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપી હતી. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે અગાઉ સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને બુધવાર સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા.

સંપર્કમાં આવેલા નેતાઓ પણ બન્યા સંક્રમણનો શિકાર
સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી હાલ સેલ્ફ કવોરન્ટાઈન થઇ ગયા છે. તેઓની સારવાર ચાલી રહી છે. તેમજ તેઓ હાલમાં સ્વસ્થ છે. તેમને કહ્યું કેસોનિયા ગાંધી 2-3 દિવસમાં સારા થઇ જશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની અગાઉ અનેક મીટીંગો યોજાઈ હતી. જેમાં અનેક નેતાઓ જોડાયા હતા. આ ઉપરાંત ગઈકાલે જ સેવાદળના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પૈકી અનેક નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

EDએ પાઠવી છે નોટીસ
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી  અને રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. કોંગ્રેસના EDએ 8 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે  બોલાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધીજીની પૂછપરછ એ શેરહોલ્ડિંગ પેટર્ન, નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન અને AJLના પ્રમોટરોની ભૂમિકાને સમજવા માટે EDની તપાસનો એક ભાગ છે. જો કે રણદીપ સુરજેવાલાએ કહ્યું કે , 8 જૂન સુધી તેઓ સાજા થઈ જશે.

To Top