Gujarat

ગાંધીનગરના ભાજપ કાર્યાલય ખાતે હાર્દિક પટેલ પર શાહી ફેંકવાનો પ્રયાસ

ગાંધીનગર: હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આજે હાર્દિક પટેલનાં ભાજપમાં જોડાવવા મામલે વિરોધ તાવની આશંકાએ આશંકાએ કમલમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આમ છતાં એક યુવકે હાર્દિક પટેલ પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ યુવક હાર્દિક પર શ્યાહી ફેંકવામાં સફળ થયૉ નહતો. પોલીસ આ યુવકને પકડીને કમલમની બહાર લઇ ગઈ હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં યુવક ઘુસી ગયો
હાર્દિક પટેલ પર શાહી ફેંકનાર યુવકની હજી સુધી ઓળખાણ થઇ શકી નથી. જો કે પોલીસે આ સમગ્ર મામલે પોતાની કાર્યવાહી શરુ કરી છે. હાર્દિક પટેલનો વિરોધ કે તેની પર હુમલો થવાની આશંકાએ કમલમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આમ છતાં આ યુવક અહી કઈ રીતે પહોચ્યો અને આ હરકત કરી તે પણ એક સવાલ ઉભો થાય છે. જો કે આ યુવક હાર્દિક પર શાહી ફેંકવામાં સફળ થયો ન હતો

હાર્દિકનો ભાજપમાં આંતરિક વિરોધ
ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો કે હાર્દિક પટેલ ભાજપનો કટ્ટર વિરોધો હતો. ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયો તે સમયે પણ ભાજપનો ખુબ વિરોધ કર્યો હતો. જો કે ત્યારબાદ તેને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા જ તેના સુર બદલાઈ ગયા અને તે ભાજપ તરફી નિવેદનો આપવા લાગ્યો હતો. જો કે હાર્દિકના ભાજપમાં જોડાવા પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ શરૂ થઇ ગયો હતો, તો બીજી બાજુ પાટીદાર સમાજમાં પણ હાર્દિકનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો હતો. જો કે આજે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહીતના ભાજપના આગેવાનોની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાયો છે.

Most Popular

To Top