National

વિશ્વપ્રસિદ્ઘ સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન, કાશ્મીરના સાંસ્કૃતિક સેતુ તરીકે ઓળખાતા હતા

નવી દિલ્હી: વિશ્વપ્રસિદ્ધ સંતૂર વાદક (Santoor Maestro) ભજન સોપોરીનું ( Bhajan Sopori) ગુરુગ્રામ હોસ્પિટલમાં (Hospital) સારવાર દરમિયાન નિધન (Death) થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા, પરંતુ આજે ગુરુવારે તેમની તબિયત ખરાબ થતાં ગુરૂગ્રામ હોસ્પિટલમાં નિધન થયું હતું.

તેમના નિધનથી શાસ્ત્રીય સંગીતની એક મોટી ખોટ પડી છે જે ક્યારેય ભરાશે નહીં. ગત મહિને પંડિત શિવકુમાર શર્માનું પણ અવસાન થયું અને હવે ભજન સોપોરી. તેમના યોગદાન માટે, તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાલિદાસથી નવાજવામાં આવ્યા છે. તેઓ સોપોરી સુફિયાના ખાનદાનના હતા અને તેમણે પોતાની કલાના જોરે આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી હતી.

સંતૂર ભજન સોપોરી દ્વાર જણાવવામાં આવ્યું હતું કે ‘સંતૂર ઉસ્તાદ ભજન સોપોરીનું 2 જૂનના રોજ અવસાન થયું છે. અમે ખરેખર એક મહાન સંગીતકાર, એક મહાન માનવી અને મહાન પિતા ગુમાવ્યા છે. તેમના પુત્ર અભય સોપોરીએ જણાવ્યું કે મારા માટે આ વાત પર વિશ્વાસ કરવો અને તેમના વિના મારા જીવનની કલ્પના કરવી ખરેખર મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું હતું કે તેમના પિતાનું બપોરે 3:30 વાગ્યે અવસાન થયું હતું અને તેઓ “છેલ્લા ત્રણ અઠવાડિયાથી હોસ્પિટલમાં બીમાર હતા”. તે કોલોન કેન્સરથી પીડિત હતા. તેઓ 73 વર્ષના હતા. અને જો તેઓ આજે જિંવત હોત તો 22 જૂને તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત.

પંડિત ભજન સોપોરી કલાકાર, સંગીતકાર, સંગીતશાસ્ત્રી, શિક્ષક, લેખક અને કવિ હતા. દેશના બાકીના ભાગો સાથે જમ્મુ અને કાશ્મીરના સાંસ્કૃતિક સેતુ તરીકે ઓળખાતા, પંડિત ભજન સોપોરીને “સંતૂરના સંત” અને “શબ્દના રાજા” તરીકે બિરદાવવામાં આવે છે.

ભારતીય સંગીત અને સંસ્કૃતિમાં તેમના યોગદાન માટે, તેમને પદ્મશ્રી, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, J&K ગવર્નમેન્ટ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, J&K ગવર્નમેન્ટ સિવિલિયન એવોર્ડ, ઉત્કલ યુનિવર્સિટી (ઓડિશા) દ્વારા ડોક્ટરેટ ઑફ લિટરેચર, રાષ્ટ્રીય ધ્વજ સન્માન જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top