Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર (GandhiNagar) : ગાંધીનગરના ભાટ ગામની નજીક ટોલ નાકા પાસે આવેલા એક કાફેની (Cafe) બહાર યુવાઓના મોટો ટોળા કયા કારણોસર એકત્ર થતાં હશે તેની ગુજરાત એટીએસની (Gujarat ATS) ટીમ દ્વારા ખાનગી રાહે તપાસ કરાઈ તો તેમાં એક ચોક્કસ પ્રકારના કુકીઝ (Cookies) ખાવા યુવાધન એકત્ર થતું હવાની માહિતી મળી હતી. ત્યાર બાદ એટીએસની ટીમને રીતસરનો દરોડો (Raid) પાડતાં તેના કીચનમાંથી (Kitchen) ડ્રગ્રસની (Drugs) મિલાવટવાળા કુકીઝ મળી આવ્યા હતા. જેના પગલે એટીએસ દ્વારા ભાંગ જાતિના છોડમાંથી નશીલા પદાર્થની (પોષ ડોડા) જથ્થો તથા તેનું તેલ પણ મળી આવ્યુ હતું. આ બધુ મિક્સ કરીને ખાસ કુકીઝ તૈયાર કરીને યુવાઓને ખાવા માટે અપાતા હતા.

એટીએસની ટીમે 41 હજારનો 294.5 ગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો તથા હશીશનો પણ જથ્થો જપ્ત કર્યો છે. જયારે ચુલા ચીકન રેસ્ટોરેન્ટમાંથી જયકિશન ઉર્ફે જય વિજય ઠાકુર અને ડ્રગ્સ પેડલર અંકિત રાજકુમાર કુલ્હારીની ધરપકડ કરી લીધી છે.
ગુજરાત ATSએ ગાંધીનગરમાં અડાલજ વિસ્તારમાં ભાટ ટોલનાકા પાસે આવેલા ચૂલા ચીકન કાફેમાં રેડ કરી હતી. ATSએ ચૂલા ચિકન કાફેને કોર્ડન કરી કાફે માલિકની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી જય કિશન પાસેથી એક ખાખી બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સમાં નાની નાની ડબ્બીઓમાં પીળા કલરનો ઘટ્ટ પદાર્થ મળી આવ્યો હતો. બીજી એક આછા ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી કૂકીઝ મળી આવ્યાં હતા. આરોપી અંકિત કુલ્હારી પાસેથી કાળા રંગના ત્રણ લાડુ મળી આવ્યાં હતા.

ATSએ સ્થળ પર FSLની ટીમ બોલાવી આ તમામ શંકાસ્પદ પદાર્થોની તપાસ કરવામાં આવતા આ પદાર્થોમાંથી કેનેબીજ અને નશીલા પદાર્થ જોવા મળ્યાં હતા. પોલીસે 294 ગ્રામ વજનના માદક પદાર્થો સાથે કાફે માલિક અને ડ્રગ પેડલરની ધરપકડ કરી છે.

જુનના પહેલાં અઠવાડિયામાં એટીએસે ઓનલાઈન ડ્રગ્સનું સ્કેમ ઉઘાડું પાડ્યું હતું
આ અગાઉ ગઈ તા. 8મી જૂનના રોજ ગુજરાત એટીએસ દ્વારા ઓનલાઈન ડ્રગ્સના રાજ્યવ્યાપી સ્કેમને ખુલ્લું પાડવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી થતી હતી, જેમા ડ્રગ્સનો ઓનલાઈન ઓર્ડર કરાતો હતો. આ પાર્ટીઓમાં યુવતીને સેક્સ માટે મજબૂર કરાતી હતી. ડ્રગ્સની હેરાફેરી ઈ-કોમર્સ મારફતે થતી હતી. જેમાં મોર્ડન.મોલ.ઇન.કોમ, મોર્ડન દુકાન.ઇન.કોમ, ઇન્ડિયન સુપર ડીલ. ઇન, યુએસએ સુપર ડીલ.કોમ, ગિફ્ટઓઝા.ઇન, અમેઝોન જેવી ઇ કોમર્સ વેબસાઇટનો ડ્રગ્સ મંગાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરમાં 300થી વધુ ગ્રાહકોનું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે જેમાં મામલતદારથી માંડીને મેડીકલના વિદ્યાર્થીઓ તેમના ગ્રાહકો હતા. એટીએસે આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું

To Top