SURAT

સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં આગ, ફાયરના જવાનોએ કાબુમાં લીધી

સુરત(Surat): સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરફાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

સુરત શહેરનાં મજુરાગેટ વિસ્તારમાં આવેલી સ્મીમેર મેડિકલ કોલેજમાં આગ લાગી જવા પામી હતી. મેડિકલ કોલેજના D બ્લોકમાં આગ લાગી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે હાલમાં સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે. જેના પગલે વરસાદી માહોલ જામી રહ્યો છે. જેના પગલે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.

Most Popular

To Top