National

સરકાર સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે ગંભીર, નાણા મંત્રાલયે આપ્યો આ આદેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બિનજરૂરી ખર્ચમાં (expenses) કાપ મૂકવા માટે ગંભીર બની છે. ખર્ચમાં કાપ મૂકવાની કવાયતને કારણે નાણા મંત્રાલયે (Ministry of Finance) નોકરિયાતો માટે વટહુકમ બહાર પાડ્યો છે. નાણા મંત્રાલયે સરકારી કર્મચારીઓને કહ્યું છે કે તેઓ જે પ્રવાસના વર્ગ માટે હકદાર છે તેમાં ‘સૌથી સસ્તું ભાડું’ પસંદ કરે. ઉપરાંત જો તેઓ પ્રવાસ પર જઈ રહ્યા હોય, તો તમારી મુસાફરીની તારીખના (Date) ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા પહેલા એટલે કે 21 દિવસ અગાઉ ટિકિટ બુક કરો. એટલું જ નહીં, જો સરકારી કર્મચારીઓ કે જેઓ રજાઓમાં મુસાફરી કરવા માટે એલટીસી એટલે કે મુસાફરી ભથ્થું મેળવે છે અને જેઓ હવાઈ મુસાફરી માટે પાત્ર છે, તો તેઓએ તેમની ટિકિટ ત્રણ અઠવાડિયા અગાઉથી બુક કરાવી લેવી જોઈએ. આ આદેશોનો સત્તાવાર પત્ર ખર્ચ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

  •  કર્મચારીઓએ તેમની મુસાફરીની શ્રેણીમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ફ્લાઈટ્સ પસંદ કરવી જોઈએ
  • 21 દિવસ અગાઉ ટિકિટ બુક કરવા કર્મચારીઓને જણાવાયું
  • કર્મચારીઓએ ટાળવું જોઈએ કે કોઈપણ કારણ વગર ટિકિટો કેન્સલ ન થાય

કર્મચારીઓએ મુસાફરીના દરેક તબક્કા માટે માત્ર એક જ ટિકિટ બુક કરવી જોઈએ અને જ્યારે પ્રવાસની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે બુકિંગ કરી શકાય છે. જો કે, કર્મચારીઓએ ટાળવું જોઈએ કે કોઈપણ કારણ વગર ટિકિટો કેન્સલ ન થાય. હાલમાં, સરકારી કર્મચારીઓ માત્ર ત્રણ અધિકૃત ટ્રાવેલ એજન્ટો પાસેથી જ હવાઈ ટિકિટ ખરીદી શકે છે જેમાં બોમર લોરી એન્ડ કંપની, અશોક ટ્રાવેલ એન્ડ ટુર્સ અને આઈઆરસીટીસીનો સમાવેશ થાય છે.  જો મુસાફરી માટે બુકિંગ 72 કલાકથી ઓછા સમયમાં થાય છે અથવા જો મુસાફરીના 24 કલાકથી ઓછા સમયમાં ટિકિટ કેન્સલ થાય છે, તો તેના માટે કર્મચારીએ કારણ રજૂ કરવું પડશે. 

માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ‘કર્મચારીઓએ તેમની મુસાફરીની શ્રેણીમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ફ્લાઈટ્સ પસંદ કરવી જોઈએ.’  કોઈપણ એક પ્રવાસ માટે તમામ કર્મચારીઓની ટિકિટ એક જ ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરાવવી જોઈએ અને આ બુકિંગ એજન્ટોને કોઈ ફી ચૂકવવી જોઈએ નહીં. સરકારની તિજોરી પરનો બોજ ઘટાડવા માટે, કર્મચારીઓએ સૌથી વધુ સ્પર્ધાત્મક ભાડું પસંદ કરવું જોઈએ અને તે જ 21 દિવસ અગાઉથી પસંદ કરવું જોઈએ. 

Most Popular

To Top