Business

રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર પડે તેટલો ખર્ચ કરવાની છુટ

ગાંધીનગર: કોરોના (Corona) કાળ બાદ ગૌવંશમાં લમ્પી (Lumpy) રોગ પ્રસર્યો હતો. રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર પડે તેટલો ખર્ચ ઉપરાંત જે પગલાં લેવા હોય તે લેવા માટેની મુખ્યમંત્રી (CM) છૂટ આપી દીધી હતી, તેવુ પશુઓના રસીકરણ સંદર્ભે વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

રાઘવજી પટેલે પશુપાલન વિભાગ દ્વારા લમ્પીયુક્ત ગૌ વંશને ઘનિષ્ઠ સારવાર આપી તેને સાજા કરવા ઉપરાંત રોગમુક્ત ગૌ વંશમાં લમ્પી પ્રસરે નહિ તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું હતું. જેને પરિણામે આપણે મહત્તમ ગૌ વંશને બચાવી રોગમુક્ત રાખવામાં સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, લમ્પી ઉપરાંત અન્ય રોગોથી મુક્ત રાખવા માટે સશક્ત પશુઓમાં રસીકરણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો અને પશુઓમાં સો ટકા રસીકરણ થાય તે માટે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે તેવી પ્રથમ યોજના પણ અમલમાં આવી.

ગીર સોમનાથ જિલ્લામાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૬,૦૯,૩૦૩ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પશુઓના જીવાણુંજન્ય અને વિષાણુજન્ય રોગો માટે રસીકરણ કરાયું હતું. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાખો પશુઓને ઘર આંગણે નિદાન-સારવાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે પશુ આરોગ્ય મેળા શરૂ કર્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૩૬ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૫૩,૬૯૭ પશુઓને સારવાર આપવામાં આવી અને ૧૦૮ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top