Gujarat

સુરત જિલ્લામાં પાવરડ્રિવન ચાફકટર માટે 55.26 લાખની સહાય ચૂકવાઈ

ગાંધીનગર: સુરત (Surat) જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો (Farmer) માટે વર્ષ ૨૦૨૨ અંતિત પ૫.૨૬ લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ જિલ્લામાં આ તમામ કેટેગરીના ખેડૂતોને વર્ષ ૨૦૨૨ અંતિત ૧૫.૨૮ લાખ રૂપિયા ચાફકટર સહાય પેટે ચૂકવવામાં આવ્યાં હતા.

વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ઘાસચારાને નાના-નાના ટુકડા કરીને પશુઓને નીરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે, સાથે સાથે પશુઓને સુપાચ્ય આહાર મળી રહે છે. જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જેથી પશુપાલકોની આર્થિક સુખાકારી વધે છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને ૧૮ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ માટે યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વ્યક્તિએ આઈ-ખેડૂત પોર્ટલ પર કે પશુ દવાખાના પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની સાથે રેશન કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ કે કેન્સલ કરેલો ચેક જોડવાનો રહે છે.

Most Popular

To Top