Charchapatra

નૌટંકી છોડો વરસાદી પાણી જમીનમા ઉતારો

ગુજરાતમિત્રમાં થોડા સમય પહેલા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂમિગત પાણીના તળ ઊંડા જતા રહ્યા અંગેનો વિસ્તૃત લેખ વાંચ્યો. સુરત શહેર ઉપર કુદરતની મહેર છે. ચોમાસામાં ભરપુર પાણી વરસે છે. પાંચ-સાત વર્ષ ચાલે એટલું પાણી દર વર્ષે દરીયામાં વહી જાય છે. આ અમુલ્ય પાણીને વહી જતું અટકાવી જમીનમાં ઉતારવું જરૂરી બને છે આ માટે જરૂરી આયોજન સુમપા દ્વારા થવું જોઇએ. સુરતની તમામ સોસાયટીઓ પાસે COPની ખુલ્લી જગ્યાઓ છે. SMC પાસે ગાર્ડનો અને ખુલ્લી જગ્યાઓ છે. જે શાળાઓ પાસે ખુલ્લા મેદાનો છે.

આવી ખુલ્લી જગ્યાઓમાં જે તરફ ઢાળ હોય એ ખુણે SMC દ્વારા જમીનમાં પાણી ઉતારવા માટે એન્જીનિયરોની મદદ માર્ગદર્શન હેઠણ જમીનમાં પાઇપો ઉારી આપવાની વ્યવસ્થા કરવી જોઇએ. ખાનગી ખુલ્લી જગ્યાઓ વાળાને પણ આ માટે વેરામા અમૂક રાહતો આપી વોટર રીચાર્જ માટે પ્રોત્સાહન આપી શકાય. શહરમાં જે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટોને મંજૂરી અપાય તેને વરસાદી પાણી રીચાર્જ કરવાની શરતે જ મંજૂરી આપો. જૂના બંધ પડેલા વાવ-કૂવા તળાવોમાં વરસાદી પાણી ઉતારો આપણે ત્યાં આયોજનના અભાવે હાલત ખરાબ થઈ છે બાકી ચોમાસામાં ભરપુર પાણી દરેક ઝોનમાં વરસે છે જરૂર છે સુદઢ આયોજનની.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top