Dakshin Gujarat

વઘઇ સાપુતારા માર્ગનાં બારખાંદીયા ફાટક પાસે ત્રિપલ અકસ્માત

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે લકઝરી બસનાં (Bus) ચાલકે કાર તથા મોટરસાયકલને ટક્કર મારી બસને પલ્ટી ખવડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે મહારાષ્ટ્રનાં પરભણથી સાપુતારા-શામગહાન થઈ સુરત તરફ જઈ રહેલ લકઝરી બસ.ન.જી.જે.03.બી.ડબલ્યુ.3672 એ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ સામેથી મુંબઈથી સાપુતારા તરફ જઈ રહેલ હુન્ડાઈ i10 કાર.નં. એમ.એચ.47.ક્યુ.5819 તથા સ્થાનિક મોટરસાયકલ નં.જી.જે.30.સી.1260 ને ટક્કર મારી હતી. એટલું જ નહીં માર્ગની સાઈડમાં આવેલ દુકાનનાં શેડ પાસે બસ પલ્ટી ખવડાવી દેતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં લકઝરી બસ, હુન્ડાઈ કાર સહીત મોટરસાયકલને નુકશાન થયુ હતુ. સદનસીબે આ લકઝરી બસ ખાલી હોવાનાં પગલે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં બસ ચાલક સહિત ક્લીનર તથા કારમાં સવાર મુસાફરોને નજીવી ઇજાઓ પહોંચી હતો. અકસ્મતામાં કાર, બાઈક અને બસ ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ ગામડાઓમાં રવિવારે વરસાદી રમઝટ
સાપુતારા: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એક બે દિવસનાં વિરામ બાદ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ શામગહાન વિસ્તારમાં રવિવારે સમયાંતરે વરસાદી હેલીઓએ રમઝટ બોલાવતા માર્ગો પાણી પાણીથી તરબોળ બન્યા હતા.જ્યારે રવિવારે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા,,સુબિર સહીતનાં પંથકોમાં છૂટોછવાયો વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલમાં પ્રવાસીઓએ બોટીંગ,રોપવે સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.રવિવારે ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળો વરસાદી માહોલમાં ઠંડાગાર બની જતા ફરવા આવેલ પ્રવાસીની મોજ પડી ગઈ હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે દિવસ દરમ્યાન સાપુતારામાં 01 મિમી અને સુબિરમાં 01 મિમી, આહવામાં 14 મિમી,જ્યારે વઘઇ પંથક વરસાદ વિના કોરોકટ નોંધાયો હતો…

Most Popular

To Top