Gujarat

રાજ્યમાં કોરોનાના 50 કેસ, 254 એક્ટિવ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 27 સહિત કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 27 કેસ છે. રાજ્યમાં હાલમાં 254 એક્ટિવ કેસ છે. જ્યારે ગુરુવારે કોરોનાના 25 દર્દી સાજા થયા છે. ગુરુવારે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 27, વડોદરા મનપામાં 7, જામનગર મનપા, ગાંધીનગર ગ્રામ્ય, સાબરકાંઠા, સુરત મનપા, વલસાડમાં બે-બે અને ભાવનગર મનપા, ગાંધીનગર મનપા, રાજકોટ મનપા, નવસારી, દેવભૂમિ દ્વારકા, વડોદરા ગ્રામ્યમાં એક–એક કેસ નોંધાયો છે. રાજ્યમાં ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 81,056 લોકોનું રસીકરણ કરાયું છે, અત્યાર સુધીમાં 11,00,76,608 લોકોને રસી અપાઈ છે

Most Popular

To Top