Madhya Gujarat

સિંગવડ થી પિપલોદનો રસ્તો બિસ્માર હોવાથી અકસ્માતની વધતી શક્યતા

સિંગવડ: સીંગવડ થી પિપલોદ જતો રસ્તો બન્યાને આઠ વર્ષ જેવા થવા આવ્યા છતાં આજ દિવસ સુધી તેને નવો બનાવવા નથી આવ્યો જ્યારે છાપરવડ સુધીનો રસ્તો પાંચ વર્ષમાં બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ છાપરવડ થી પિપલોદ સુધીનો રસ્તાને આઠ વર્ષ જેવા થવા આવ્યા છતાં તેને નવો બનાવવામાં નહીં આવતા રસ્તા ઉપર જ્યાં દેખો ત્યાં ઉબડખાબડ થઈ જવા પામ્યો છે તેના લીધે એક્સિડન્ટનો ની ભરમાળ થવા લાગી છે જો આ રોડ પર બેઉ સાઈડમાં વધારો કરીને  પહોળો કરવામાં આવે તો આ રોડ પર એકસિડન ઓછા થાય તેમ છે.

પરંતુ આ રોડ તો દિવસેને દિવસે સાંકડો થતો હોય  તેવું લાગી રહ્યું છે જ્યારે આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ઘણો બધો વધી ગયો હોવાના લીધે અને આ રસ્તા ઉપર રાત દિવસ વાહન વ્યવહાર ચાલતા હોય જ્યારે આ રસ્તા ઉપર થઈને ફતેપુરા સુખસર ઝાલોદ સુધીની રેતીના ડમ્પરો પણ રાતદિવસ ચાલતા હોય છે જ્યારે આ રસ્તા ઉપર હમણાં અઠવાડિયા પહેલા પસાયતા ગામે મોટર સાયકલ નો એકસીડન્ટ થતા એક જણા નું મૃત્યુ થયું હતું જ્યારે 2 6 22 ના રોજ સવારના ટાઈમે કેસરપુર ઘાટીના નીચે ઉતરતા એક મોટરસાયકલ ચાલક સાઈડ માં બનાવેલા ડિવાઈડર ની અંદર ભરાઈ જતા તે પણ મોટરસાયકલ ચાલકને નુકસાન થવા પામ્યું હતું જો આ રસ્તાને પહોળો કરીને નવો બનાવવામાં આવે તો આ મોટરસાયકલ તથા નાની ગાડીવાળા એકસીડન્ટ થવાનો ભય ઓછો રહે તેમ છે જ્યારે રેતીના ડમ્પરો અને બસો રાત દિવસ ચાલતા હોય અને તે નાની ગાડી વાળા ઉપર આવતા હોય તેમ છે જો આ રસ્તાને પહોળો કરીને નવો બનાવી આપવામાં આવે તો આ રસ્તા ઉપર તો એકસીડેંટ થવાનો ભય ઓછો રહે તેમ છે.

Most Popular

To Top