Vadodara

MSU : પરીક્ષામાં સ્કવોર્ડના ચેકિંગ દરમિયાન છ વિદ્યાર્થીઓ કોપી કરતા નજરે ચઢયા

એફવાયના વિદ્યાર્થીઓની ઈકોનોમિક્સ વિષયના પેપરની પરીક્ષા હતી

યુનિવર્સીટીમાં કોમન એકટ લાગુ હોય પરીક્ષા સમિતિની રચના બાદ વિદ્યાર્થીઓ પર એક્શન લેવાનું નક્કી કરાશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડીંગ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન સ્કવોર્ડ દ્વારા કરાયેલ ચેકિંગમાં છ વિદ્યાર્થીઓ કોપી કરતા નજરે ચઢતા સ્કવોર્ડ દ્વારા આ છ વિદ્યાર્થીઓ પર કોપી કેસ કરવામાં આવ્યો છે. જોકે હાલ યુનિવર્સીટીમા કોમન એક્ટ લાગુ કરી દેવામા આવ્યો છે. ત્યારે હવે પરિક્ષા સુધી કમિટીની રચના કરવામા આવશે અને તે કમિટી કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પર એક્શન લેશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની બીજા સેમેસ્ટરની પરીક્ષા હતી. કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે બપોરના સમયે ઈકોનોમિક્સ વિષયનું પેપર હતું. જેમાં પરીક્ષા સમય દરમિયાન યુનિવર્સિટીના સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન છ વિદ્યાર્થીઓ કોપી કરતા નજરે ચઢતા સ્કવોર્ડ દ્વારા આ છ વિદ્યાર્થીઓ પર કોપી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એમએસયુના પીઆરઓ પ્રો.હિતેશ રાવિયાએ જણાવ્યુ હતુ કે કોઈપણ કોપી કેસ થાય એટલે વિદ્યાર્થીનું પરીક્ષા મટીરીયલ સીલ કરી હેડ ઓફીસ મોકલવામાં આવે છે. અને ત્યાર બાદ જે તે વિદ્યાર્થી પર એક્શન લેવાય. પણ કોઈ તાત્કાલિક એક્શન ન લેવાય. કોપી કેસનો નિયમ એવો છે કે બ્લોક સુપરવાઈઝર હોય જુનિયર એ વિદ્યાર્થીને કોપી કરતા પકડે એટલે તે સિનિયર સુપરવાઈઝરને કહે અથવા તો જે વિજિલન્સની ટીમ જે નવી બનાવી છે. જો તે ગઈ હોય અને ત્યાં કોપી કરતા પકડાય તો એ સિનિયર સુપરવાઈઝરને સૂચના આપે કે આનો કોપી કેસ કરો એટલે વિદ્યાર્થી પાસે જે કાંઈ પણ સાહિત્ય સહિતનું જે પણ પકડાયું હોય તે બધી વસ્તુ એક અલગ કવરની અંદર એની ઉતરવહીની, પ્રશ્નપત્ર , કવરમાં મૂકી વિદ્યાર્થીને પરિક્ષામાંથી ઉઠાડી હેડ ઓફિસમાં મોકલી આપે. ત્યાર પછી યુનિવર્સીટી આ જે કોમન એકટ આવી ગયો છે એના આધારે જે પરીક્ષા સુધી સમિતિની રચના કરે એમાં એ વિદ્યાર્થીને બોલાવવામાં આવે કોર્ટની જેમ અને એમાં જે ખુલાસો આપવો હોય તે આપી શકે છે. જ્યાં કમિટી એ વિદ્યાર્થીને સાંભળે અને એ સાંભળ્યા પછી આખી જે કમિટી છે એ વિદ્યાર્થીઓ પર શુ એક્શન લેવી નક્કી કરે.

Most Popular

To Top