Comments

ભાજપના મેનિફેસ્ટો વિરુદ્ધ કોંગ્રેસનો મેનિફેસ્ટો: શું સમસ્યાઓ ઉકેલવા માટે ‘સંપૂર્ણ સારવાર’ વિરુદ્ધ ‘દુષ્પ્રચાર’ છે?

શું ચૂંટણી મેનિફેસ્ટો એકલો ચૂંટણી જીતી શકે? ઠીક છે, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) બંને આવું વિચારે છે. કારણ કે, તેઓએ વચનો સાથે પોતપોતાના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે. તેઓએ ભારતના ભવિષ્ય માટે તેમના વિઝનની રૂપરેખા આપી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ‘ન્યાય પત્ર’ શીર્ષકથી તેનો મેનિફેસ્ટો રજૂ કર્યો, જ્યારે ભાજપે ‘સંકલ્પ પત્ર’ શીર્ષકથી તેનો મેનિફેસ્ટો રજૂ કર્યો.

પીએમ મોદી દ્વારા દર્શાવ્યા મુજબ, ભાજપનો મેનિફેસ્ટો વિકસિત ભારતના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે – મહિલા શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબો. તે ‘જીવનની ગરિમા’ અને ‘જીવનની ગુણવત્તા’, તકની માત્રા તેમ જ તકની ગુણવત્તાની વાત કરે છે. બીજી તરફ, કોંગ્રેસનો મેનિફેસ્ટો રાહુલ ગાંધીના અભિગમને પ્રતિબિંબિત કરે છે અથવા તેઓ જે વિચારે છે કે સમસ્યાઓના વાસ્તવિક ઉકેલો શું છે. તે યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કામદારો અને સીમાંત વર્ગોને સામાજિક ન્યાય માટે ‘પંચ ન્યાય’ અથવા પાંચ ગેરંટીનું વચન આપે છે. સરકારી નોકરીઓ, જાતિ ગણતરી, કામદારો માટે સામાજિક સુરક્ષા અને ગરીબ મહિલાઓ માટે રોકડ ટ્રાન્સફરની ગેરંટી છે. તે 400 રૂપિયાનું રાષ્ટ્રીય લઘુત્તમ વેતન આપવાનું વચન આપે છે.

ઘણા નિષ્ણાતોએ એ સમજવા માટે બંને મેનિફેસ્ટોની તુલના કરવાનો પ્રયાસ કર્યો છે – કયો પક્ષ આરોગ્યપ્રદ ઉકેલોની વાત કરે છે અને અનિવાર્યપણે બેન્ડ-એઇડ અભિગમ શું છે. 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો મતદારોને આકર્ષવા માટે ખૂબ જ આકર્ષક અને સરળ ઉપાય જેવો લાગે છે. ભાજપનો દસ્તાવેજ પણ પક્ષની કલ્યાણકારી રાજનીતિને ચાલુ રાખવા અને વિસ્તરણ કરવાની, ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ અને અર્થતંત્રને વેગ આપવા અને નોકરીઓનું સર્જન કરવાની નીતિઓની ખાતરી વિના નથી.

ભાજપના ઢંઢેરામાં મહિલાઓ, ગરીબો, યુવાનો અને ખેડૂતો સહિત 10 સામાજિક જૂથો માટે ગેરંટીઓની યાદી છે; અને આંતરિક અને બાહ્ય સુરક્ષા, શિક્ષણ, આરોગ્યસંભાળ, ઉદ્યોગ અને ગ્રામીણ અર્થતંત્ર સહિત 14 ક્ષેત્રો. દરેક હેડ હેઠળ મોદીએ નીતિગત હસ્તક્ષેપ, જમીન પર અમલીકરણ અને યોજનાઓની સંતૃપ્તિની ખાતરી આપી છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, ભાજપનું અંત્યોદય અથવા છેલ્લા વ્યક્તિ સુધી સેવાનો માર્ગદર્શક મંત્ર હોય. વધુ મહત્ત્વની વાત એ છે કે, 2024માં તેઓ પીએમ બન્યા ત્યારથી અને 2019માં બીજી મુદત મળી ત્યારથીનો ટ્રેક રેકોર્ડ જોતાં બીજેપીનાં વચનોને મોદીની ‘ગેરંટી’ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

વળી, કોઈને એવો અહેસાસ થાય છે કે ભાજપ હિંદુત્વને વધારે પડતું મહત્ત્વ આપવા માંગતી નથી. તે તેના બદલે મોદીની ઇચ્છા મુજબ ‘સબ કા વિકાસ’ મુદ્દાને વધુ મહત્ત્વ આપશે. ભાજપ મધ્યમ વર્ગ અને નિયો-મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માંગે છે, તે એવો દાવો કરે છે કે છેલ્લા દાયકામાં ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એટલા માટે 69 પાનાના દસ્તાવેજમાં આકાંક્ષા એ રિકરિંગ થીમ છે. તેથી, ડિલિવરી એક વચન છે. મોદીએ ખાતરી કરી કે આ સંદેશ મતદારો સુધી પહોંચે. જેમ કે મોદીએ કહ્યું, ‘જેમ કે, તમે છેલ્લાં દસ વર્ષમાં જોયું છે, મોદી ખાતરી આપે છે કે દરેક આપવામાં આવેલ દરેક વચન પૂર્ણ થશે. મોદી ગેરેન્ટી આપે છે કે અમે 2047 માટે 24×7 કામ કરીશું.’

તમે દલીલ કરી શકો છો કે દરેક પહેલ માટે ‘મોદી ગેરેંટી’ ખૂબ જ છે. મતદારોને મુદ્દાઓ ઉકેલવાની તેમની ક્ષમતામાં વિશ્વાસ અપાવવા માટે ભાજપ સંપૂર્ણપણે મોદીની સ્થિતિ અને લોકપ્રિયતા પર આધાર રાખે છે. ગરીબો માટે તે આગામી પાંચ વર્ષ માટે મફત રાશન, સબસિડીવાળી આરોગ્યસંભાળ, આવા સુવિધાઓ અને સોલાર પાવર જનરેશન સ્કીમ જેવા હસ્તક્ષેપો દ્વારા શૂન્ય વીજળી બિલનું વચન આપે છે. મધ્યમ વર્ગ માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને શિક્ષણ ઉપરાંત ટાયર 2 અને 3 શહેરોમાં ઉચ્ચ-મૂલ્યવાળી નોકરીઓનું સર્જન,  જીવનયાપનમાં સરળતાનું વચન છે. નોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કામ માટેના ઘટતા રસ્તાઓ અને સારા પગારવાળી નોકરીઓ અંગેની ચિંતા દૂર થવાની અપેક્ષા છે.

મહિલાઓને આકર્ષવા માટે નાણાકીય સ્વતંત્રતા, સુખાકારી, સુરક્ષા અને વર્કફોર્સમાં ઉન્નત ભાગીદારીની ખાતરી આપવામાં આવી છે, જે એક વધતી જતી વોટ બેંક છે જેણે ભાજપને છેલ્લી સામાન્ય ચૂંટણીની સાથે-સાથે અનેક રાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવામાં મદદ કરી છે. ઉપરાંત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી મોદી સરકારની પહોંચના કેન્દ્રમાં રહેવાનું ચાલુ રાખે છે. મેનિફેસ્ટો તેમના વારસા અને સંસ્કૃતિને બચાવવા, તેમની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના માટે આજીવિકાની તકો વિસ્તારવાની વાત કરે છે.

બીજી તરફ કોંગ્રેસ પક્ષ માને છે કે તેણે ગરીબ તરફી અને કલ્યાણલક્ષી મેનિફેસ્ટો પર આધાર રાખવો જોઈએ. તે ગરીબોને ચૂકવણી, કામદારો માટે ઉચ્ચ વેતન અને સ્નાતકો માટે ફરજિયાત પેઇડ ઇન્ટર્નશીપનું વચન આપે છે. કોંગ્રેસે તેના મુખ્ય મતદારોનું સંપૂર્ણ ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. તેણે દરેક ગરીબ ભારતીય પરિવારને રૂ.એક લાખ ટ્રાન્સફર કરવાની પ્રતિજ્ઞા લીધી છે, આમ છતાં છેલ્લું સામાજિક આર્થિક સર્વેક્ષણ 2011 પછીથી ગરીબોનું ચોક્કસ માપ જાણી શકાયું નથી. તેણે બીજું જમીન સુધારણામાં વધારાની સરકારી જમીન ગરીબોને વહેંચવા માટે એક ઓથોરિટી બનાવવાનું પણ વચન આપ્યું છે,.

કોંગ્રેસે રાષ્ટ્રીય લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) કાયદાનું પણ વચન આપ્યું છે જે કોઈને પણ એમએસપીથી નીચે ખરીદવાની મંજૂરી આપશે નહીં, જે પાક વૈવિધ્યકરણ માટે પ્રોત્સાહન અને મનરેગા હેઠળ ખેતરોને આવરી લે છે. કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ (સીએસીપી)ને વૈધાનિક સંસ્થા બનાવવામાં આવશે. એમ પક્ષે જણાવ્યું હતું. અને ખેડૂતોની લોનની જરૂરિયાત અને તેમની આર્થિક સ્થિતિ અને ખેડૂતોને કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિઓની બહાર પણ તેમની પેદાશો વેચવાની સ્વતંત્રતાની સમીક્ષા કરવા માટે એક સંસ્થા.

જોકે, કોંગ્રેસનો મેનિફેસ્ટો એ વાત પર ચૂપ છે કે, કેવી રીતે લોકોને આ ચૂકવણી અંગેની ઘોષણાઓનો અમલ કરશે, કેન્દ્ર સરકારની 30 લાખ નોકરીઓ ભરશે અને તમામ ઉત્પાદન માટે ફરજિયાત એમએસપી રજૂ કરશે – આ તમામની તિજોરી પર ભારે નાણાકીય અસરો પડશે. તે આરક્ષણ પરની 50% મર્યાદાને દૂર કરવા અને મફત સાર્વત્રિક આરોગ્ય પ્રદાન કરવા જેવા વિવિધ વચનોના અમલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં પણ નિષ્ફળ જાય છે.

કૉંગ્રેસનાં વચનોની રાજકોષીય અસર મોટી હોઈ શકે છે, કારણ કે કેન્દ્ર સરકારે 2023-24માં મનરેગા માટે રૂ. 75,000 કરોડ ચૂકવ્યા હતા, આમ છતાં ઘણા રાજ્યોએ દાવો કર્યો હતો કે ઉચ્ચ નોકરીની માંગને કારણે પૂરું પાડવામાં આવેલ ભંડોળ અપૂરતું હતું. 2012ના ગરીબીના અંદાજ મુજબ, ગરીબ પરિવાર દીઠ રૂ. 1 લાખ ચૂકવવાથી સરકારને રૂ. 1 લાખ કરોડથી વધુનો ખર્ચ થઈ શકે છે. બધી ખાલી જગ્યાઓ ભરવાથી ભારે રિકરિંગ અસર પડશે. આખરે મતદારોએ કોના પર વિશ્વાસ કરવો જોઈએઃ મોદી કે રાહુલ ગાંધી પર? 2024ની ચૂંટણીમાં તે મોટો પ્રશ્ન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top