Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) નવા 380 કેસ નોંધાયા છે. નવા કેસો નોંધાવાની સાથે એક્ટિવ કેસની (Active case) સંખ્યા વધીને 2098 થઈ છે. બીજી તરફ શુક્રવારે 209 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ (Ahmedabad) મનપામાં 155, સુરત મનપામાં 59, વડોદરા મનપામાં 34, નવસારીમાં 16, સુરત ગ્રામ્યમાં 15, વલસાડમાં 11, ભાવનગર મનપામાં 9, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર મનપા, રાજકોટ મનપામાં 7, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા ગ્રામ્યમાં 6, જામનગર મનપામાં 5, અરવલ્લી, કચ્છ, મોરબીમાં 4, પોરબંદર, અમરેલીમાં ૩, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્યમાં 2, દાહોદ, ગીર સોમનાથ, તાપી, મહેસાણા, ખેડા, જામનગર ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. રાજ્યમાં શુક્રવારે વધુ 59,584 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 11,11,63,270 લોકોને રસી અપાઈ છે.

કોરોના હોટ સ્પોટ બનેલો વલસાડ તાલુકામાં આજે પણ સૌથી વધુ કેસ નોંધાયા
વલસાડ : વલસાડ જિલ્લામાં શુક્રવારે કોરોનાના 11 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 9 કેસ વલસાડ તાલુકામાં જ નોંધાયા છે. ગુરુવારે પણ કોરોનાના 12 કેસ નોંધાયા હતા. જિલ્લામાં 2 દિવસમાં 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે 3 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 12,800 કેસ નોધાયા છે, જે પૈકી 12,253 સાજા થયા છે, જ્યારે 51 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં 18 જૂનથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ક્રમશ: વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ડબલ ડીઝીટમાં કેસ નોધાઈ રહ્યાં છે, જે ચિંતાજનક છે.

શુક્રવારે ક્યાં કેટલા કેસ નોંધાયા
વલસાડ તાલુકામાં અબ્રામા જલારામ નગરમાં 15 વર્ષનો સગીર, મણીબાગ સોસાયટીમાં 50 વર્ષનો પુરુષ, અંજલાવ ગામે 52 વર્ષની મહિલા, ઠાકોરજી નગરમાં 22 વર્ષનો પુરુષ, ડુંગરવાડી, સ્ટેશન પાસે 35 વર્ષની મહિલા, મિશન કોલોની સુથાર ચાલમાં 47 વર્ષની મહિલા, મિશન કોલોનીમાં 70 વર્ષની વૃદ્ધા, નનકવાડા વલસાડમાં 27 વર્ષની મહિલા, હેરિટેજ પ્લાઝામાં 75 વર્ષની વૃદ્ધા, વાપી ગીતા નગરમાં 25 વર્ષનો પુરુષ અને પારડી નવજીવન સોસાયટીમાં 24 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.

સુરત જિલ્લામાં કોરોનાના વધુ નવા 15 કેસ નોધાતા તંત્ર હરકતમાં આવી ગયુ
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના વધુ નવા 15 કેસ નોધાતા તંત્ર હરકતમાં આવી ગયુ છે.જિલ્લામાં વિતેલા ચોવિસ કલાક દરમિયાન તાલુકવાર કેસની વાત કરીએ તો ચોર્યાસી તાલુકામાં 2,કામરેજમાં 4,મહુવામાં 1,ઓલપાડમાં 4 તેમજ પલસાણામાં 4 કેસ પોઝીટીવ નોંધાયા છે.સુરત જિલ્લાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 42941 થઇ છે. જિલ્લામાં કુલ મરણાંક 559 તેમજ એકટીવ કેસની સંખ્યા ઝ઼ડપથી વધીને 80 થઇ છે. જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 42301 થઇ છે.વિતેલા ચોવિસ કલાક દરમિયાન જિલ્લના અલગ અલગ તાલુકાઓમાં કોરોનામાંથી સાજા થનારા 10 પેશન્ટને રજા આપવામાં આવી છે.

To Top