Vadodara

શહેરમાં રામનવમીની ઉજવણી કરાશે, વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળશે.

શહેરના આર્ટિસ્ટ દ્વારા ભગવાન શ્રી રામની અયોધ્યાના ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી

શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેની તમામ વ્યવસ્થા ચારચોબંધ કરી

હિન્દુ ધર્મના ઉલ્લેખ અનુસાર પવિત્ર ચૈત્ર માસમાં નવરાત્રિના નવમા નોરતે એટલે કે ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર રૂપે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું એટલે ચૈત્ર સુદ નવમીના દિવસે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યા નગરી એ ભગવાન રામની જન્મસ્થળી કે જ્યાં દેશમાં વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યા બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો માર્ગ મોકળો થતાં મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને મંદિર તૈયાર થઇ ગયા બાદ ગત 22મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા સાથે મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને દેશ દુનિયાભરમાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અયોધ્યા સહિત સમગ્ર દેશમાં આજે રામનવમીની ઉજવણી માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં પણ આજરોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેના માટે શહેરના કાલાઘોડા સ્થિત રામજી મંદિર, શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલ રામમંદિર તથા બિલ ગામ, વડસર સહિત અન્ય રામ મંદિરોમાં બપોરે 12 વાગ્યે મહા આરતી યોજાશે સાથે ભગવાન શ્રી રામના અભિષેક કાર્યક્રમ થશે તદુપરાંત શહેરમાં વિવિધ જગ્યાએથી આશરે ત્રીસ ઉપરાંત રામનવમીની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી સાંજે 4:00 વાગ્યે નિકળનાર છે જે ફતેપુરા ચારરસ્તા, અડાણીયાપુલ ચારરસ્તા, ચાંપાનેર દરવાજા થઇ માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર થી હઠીલા હનુમાન મંદિર ખાતે સાંજે 7:30 કલાકની આસપાસ આરતી બાદ સંપન્ન થશે ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થનારી રામનવમીની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ નો પાર્કિંગ અંગે તથા તમામ વાહનોના વૈકલ્પિક વ્યવસ્થા, એક્સેસ પોઇન્ટ્સ, રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
નો પાર્કિંગ ઝોન માટે

આજે બપોરે 3:00 વાગ્યાથી શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચારરસ્તા, અડાણીયાપુલ ચારરસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ફાયરબ્રિગેડ ચારરસ્તા અને હઠીલા હનુમાન મંદિર સુરસાગર સુધીનો સમગ્ર રોડ બંન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોનજાહેર કરવામાં આવ્યો છે

તમામ પ્રકારના વાહનો માટે (શહેરી વિટકોસ બસ સેવા સહિત) પ્રતિબંધ રસ્તો તથા વૈકલ્પિક વ્યવસ્થા

પ્રતિબંધિત રસ્તો

  1. સંગમ ચારરસ્તા થી વિજય ચારરસ્તા થઇ માંડવી તરફ આવી શકાશે નહીં
  2. વિજયનગર ચારરસ્તા થી કુંભારવાડા પોલીસ સ્ટેશન થઇ માંડવી તરફ જ ઇ શકાશે નહીં
  3. કુંભારવાડા પો.સ્ટે.ત્રણ રસ્તાથી ફતેપુરા ચારરસ્તા તરફ જઇ શકાશે નહીં
  4. ભૂતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી ફતેપુરા ચારરસ્તા તરફ જ ઇ શકાશે નહીં
  5. વારસિયા, બાલા હનુમાન ત્રણ રસ્તાથી ફતેપુરા ચારરસ્તા તરફ જઇ શકાશે નહીં
  6. જૂના આર.ટી.ઓ.સર્કલથી ફતેપુરા ચારરસ્તા તરફ જઇ શકાશે નહીં.
  7. ભક્તિ સર્કલથી કાલુપુરા રોડ થઇ અડાણીયાપુલ ચારરસ્તા તરફ જઇ શકાશે નહીં
  8. ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી સરસૈયા તળાવ થઇ અડાણીયાપુલ તરફ જઇ શકાશે નહીં
  9. ભક્તિ સર્કલથી રોકડનાથ પોલીસ ચોકી થઇ ચાંપાનેર દરવાજા તરફ જ ઇ શકાશે નહીં
  10. તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા ચાંપાનેર દરવાજા તરફ જ ઇ શકાશે નહીં
  11. પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જ ઇ શકાશે નહીં
  12. ગેંડીગેટ દરવાજાથી માંડવી તરફ જ ઇ શકાશે નહીં
  13. લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ જ ઇ શકાશે નહીં
  14. ગાંધીનગર ગૃહથી લહેરીપુરા દરવાજા તરફ જ ઇ શકાશે નહીં
  15. વિર ભગતસિંહ ચોકથી પદમાવતી ત્રિકોણ થઇ ગાંધીનગરગૃહ તરફ તેમજ લહેરીપુરા દરવાજા તરફ જ ઇ શકાશે નહીં
  16. માર્કેટ ચારરસ્તા થી વિર ભગતસિંહ ચોક તરફ જ ઇ શકાશે નહીં
  17. દાંડિયાબજાર ચારરસ્તા થી લાલકોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તા તરફ જ ઇ શકાશે નહીં
  18. પ્રતાપ સિનેમા નાકાથીતેમજ સુરજ હોટલથી તથા ખુશાલચંદ વિધ્યાલય થી હઠીલા હનુમાન મંદિર તરફ જ ઇ શકાશે નહીં

વૈકલ્પિક વ્યવસ્થા

.સંગમ ચારરસ્તા થી કારેલીબાગ પાણીની ટાંકી ચારરસ્તા તરફ તેમજ ગધેડા માર્કેટ ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે.વિજયનગર ચારરસ્તા થી મંગલેશ્વરઝાંપા ત્રણ રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે કુંભારવાડા પો.સ્ટે. ત્રણ રસ્તાથી તુલસીવાડી મંદિર રોડ,તુલસીવાડી બ્રિજ થઇ જે તે તરફ જ ઇ શકાશે ભૂતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન થઇ જે તે તરફ વારસિયા બાલા હનુમાન ત્રણ રસ્તાથી જૂના આર.ટી.ઓ.સર્કલ થઇ સાધુ વાસવાની ચોક ત્રણ રસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે.જૂના આર.ટી.ઓ.સર્કલ થી સાધુ વાસવાની ચોક ત્રણ રસ્તા થઇ વી.આઇ.પી.રોડ થઇ જે તે તરફ જ ઇ શકાશે.ભક્તિ સર્કલથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, નાગરવાડા ચારરસ્તા થઇ જે તે તરફ.ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી ગધેડા માર્કેટ ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે.ભક્તિ સર્કલથી કારેલીબાગ પો.સ્ટે.તરફ તથા ગાંધીનગરગૃહ સર્કલ થઇ જ્યુબીલીબાગ સર્કલ, ટાવર ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે.તાલુકા પો.સ્ટે.ત્રણ રસ્તા થી હજરત છોટે મસ્તાન ત્રણ રસ્તા થઇ, ઠેકરનાથ સ્મશાન થઇ જે તે તરફ જ ઇ શકાશે.પાણીગેટ દરવાજાથી જૂના પાણીગેટ પો.સ્ટે. ત્રણ રસ્તા થઇ હરણખાના રોડ, ગાજરાવાડીપાણીની ટાંકી ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે.ગેંડીગેટ દરવાજા થી સંત કબીર રોડ થઇ સાધના સિનેમા, પત્થરગેટ રોડ થઇ જે તે તરફ જ ઇ શકાશે.લહેરીપુરા દરવાજાથી સાધના ટોકીઝ ત્રણ રસ્તા થઇ ન્યૂ લહેરીપુરા રોડ તરફ, પત્થરગેટ રોડ તથા રાજમહેલરોડ થઇ જે તે તરફ જ ઇ શકાશે.ગાંધીનગરગૃહ થી જ્યુબીલીબાગ સર્કલ, ટાવર ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે.વિર ભગતસિંહ ચોકથી પત્થરગેટ રોડ થઇ જે તે તરફ જ ઇ શકાશ.માર્કેટ ચારરસ્તા થી દાંડિયાબજાર ચારરસ્તા, વેરાઇ માતા ચોક તથા કિર્તીસ્તંભ સર્કલથી જે તે તરફ જ ઇ શકાશે.દાંડિયાબજાર ચારરસ્તા થી માર્કેટ ચારરસ્તા, ટાવર ચારરસ્તા તથા દાંડિયાબજાર રોડ થઇ જે તે તરફ જ ઇ શકાશ.પ્રતાપ સિનેમાથી ગાંધીનગરગૃહ, જ્યુબીલીબાગ સર્કલ, ટાવર ચારરસ્તા, નવરંગ સર્કલ, દાંડિયાબજાર ચારરસ્તા થઇ જે તે તરફ જ ઇ શકાશે

એક્સેસ (રોડ ક્રોસ)પોઇન્ટ અંગે

અડાણીયાપુલ ચારરસ્તા:- પાણીગેટ દરવાજા થી અજબડી મીલ, સરસીયા તળાવ રોડ થઇ, અડાણીયાપુલ ચારરસ્તા થઇ ભક્તિ સર્કલ થઇ જે તે તરફ જતાં વાહનોને અડાણીયાપુલ ચારરસ્તા ફક્ત એક્સેસ પોઇન્ટ (રોડ ક્રોસ)આપવામાં આવેલ છે (શોભાયાત્રાના રૂટ ઉપર જઇ શકાશે નહીં.

અપવાદ: જાહેરનામાંમાંથી શોભાયાત્રા બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવામાં જોડાયેલા વાહનોને તેમજ ઇમરજન્સી હોસ્પિટલ જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

નોંધ: શોભાયાત્રા ચાંપાનેર રોડ તરફ પસાર થયા બાદ જરુરિયાત મુજબ ફતેપુરા ચારરસ્તા, કુંભારવાડા ત્રણ રસ્તા તરફનો ટ્રાફિક ખોલવામાં આવશે.

Most Popular

To Top