મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું...
સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન...
સુરતમાં ઉત્તરાયણ તહેવાર સામે જ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર...
પીએસઆઇ (PSI) અમીતા જોશીના આપઘાત પ્રકરણમાં સોમવારે બે આરોપી નણંદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદ પક્ષ દ્વારા એફિડેવિટ (Afidavit) રજૂ...
સુરત: (Surat) કિશનગઢમાં કમોસમી વરસાદ અને નબળી વિઝીબીલીટીના લીધે સુરત-કિશનગઢની ફ્લાઈટ આજે રદ રાખવામાં આવી હતી. સુરતથી કિશનગઢના બદલે ફ્લાઈટ (flight) પરત...
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી(XIOMI)એ ભારતમાં પોતાનો ફ્લેગશિપ સિરીઝનો નવો સ્માર્ટફોન Mi 10i લોન્ચ કર્યો છે. આ વર્ષે ભારતમાં લોન્ચ થનાર આ કંપનીનો...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં મમતા બેનર્જીને (Mamata Banerjee) એક પછી એક ઝટકા મળી રહ્યા...
સુરત: (Surat) શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો...
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ...
ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ,...
ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની...
નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા...
એક મોટી શાળામાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે એક વર્ગ ગરીબ વિદ્યાર્થીઓનો હતો.આજુબાજુની ગરીબ વસ્તીના બાળકોને ત્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવતું.તે વર્ગમાં મોટાભાગના...
સુરત શહેરમાં પાણી આવવા પહેલા પાર બાંધવાની કામગીરી પાલિકાના ફાયર વિભાગે (SURAT FIRE BRIGADE) હાથ ધરી છે. અને લોકડાઉન બાદ પહેલાથી જ...
ચેક રિટર્નના વધતા જતા કેસોને લઇને ચૂકાદાના સમયે કેટલાક આરોપી કે તેના વકીલ ગેરહાજર રહે છે. દરમિયાન આવા જ એક કેસમાં કોર્ટે...
શું આપણે કદી શિક્ષણનાં સત્તાસ્થાનો અને તેની નિમણૂકો વિષે જાગૃત ચર્ચા કરીએ છીએ. જાગૃત નાગરિકની વ્યાખ્યામાં ફીટ થવા માટે આ મુદ્દો પણ...
ખટારો ભણેલો નથી, એ નસીબદાર છે કે, એને ભણવાનું આવતું જ નથી. એટલે તો અમુકને ખટારા જેવો કહીને નવાજીએ છીએ. પણ, ખટારા...
સિડની (Sydeny): ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં (Ind Vs Aus) ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને (K L...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગતરોજ ‘પ્રેઝન્ટેશન ઓન અપકમિંગ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ’ વિષય ઉપર સેમિનારને સંબોધતાં...
આમ તો આ ઘટના નાની છે અને આપણામાંના ઘણાને આ ઘટના મામૂલી જણાશે પરંતુ આ નોંધ લેવા જેવી બાબત તો છે જ....
નવી દિલ્હી (New Delhi): હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court -SC) આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને (Central Vista project) પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા...
સરહદ પર આક્રમક વલણ બતાવનારી એક ચીની કંપનીને દિલ્હી-મેરઠ(DELHI- MERTH) આરઆરટીએસ પ્રોજેક્ટ આપવાને લઈને હાલ વિવાદ ચાલુ થઈ ગયો છે. ચીની કંપનીઓને...
વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને સોમવારે કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં લગભગ 56 મિલિયન લોકો સંપૂર્ણ કોરોનાવાયરસ લોકડાઉનમાં પાછા ફરે છે, સંભવત-ફેબ્રુઆરીના મધ્ય સુધી...
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રવિવારે ‘કોવેક્સિન’ નામના દેશી રસી સહિત બે કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક કંપની...
સુરત: સામુહિક પરિવહન માટે વિશ્વના અગ્રણી શહેરોમાં સ્થાન પામવા માટે સુરત શહેરમાં મેટ્રો રેલ તૈયાર કરવાનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો...
દેશમાં ભલે હિંદુ સંસ્કૃતિની વાતો થવા પામે. પરંતુ દૈનિક ચર્યા ઈસવીસનના કેલેન્ડરને આધારીત છે. ગત શુક્રવારના રોજ નવ વર્ષ 2021નો પ્રારંભ થતાં...
સુરત મનપાની ચુંટણી માટે હવે ટુંક સમયમાં આચાર સંહિતા જાહેર થઇ જાય તેમ છે. ત્યારે આચાર સંહિતા લાગે તે પહેલા જ વિકાસ...
સુરત: 9000 કરોડનું ટર્ન ઓવર અને 11 લાખ સભાસદો ધરાવનાર સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો, પશુપાલકોની જીવાદોરી સમાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેકની...
સુરત: સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન યોજાશે.સુરત...
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી, ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો
ફૂડ પોઇઝનિંગ નહીં, ઝેર? મુંબઈના પાયધૂની વિસ્તારના તરબૂચ કેસમાં મોટો ખુલાસો
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા 4 શહેરોમાં સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કર્યા
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ્સ માટે લોન્ચ તારીખ જાહેર; ઇન્ડિગો પ્રથમ ફ્લાઇટ ચલાવશે
2 મેના દિવસે મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ
એમેઝોનમાં 30,000 કર્મચારીઓની છટણી પછી, AIથી નવી તકો ઉભી થતા ફરી કરાઈ 11,000 કર્મચારીઓની ભરતી
બંગાળના 15 મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે, ચૂંટણી પંચે આદેશ જારી કર્યો
પંજાબ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો, AAP માં ભાગલા પડવાની અટકળોનો અંત
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, કટ ડાયમંડ GI ટેગ પર ખાસ કવર લોન્ચ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, તરસાલીમાં પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 37 વર્ષીય યુવાન ઇજાગ્રસ્ત
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ ફિલ્મમાં સલમાનનો ભગવા પાઘડી અને મૂછમાં સરપ્રાઇઝ લુક વાયરલ
પેન્શનરો ઘરે બેઠા નિઃશુલ્ક હયાતી સર્ટિ મળશે
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરીયરલેસ ટોલિંગ સિસ્ટમ નો આરંભ થયો
બનાસકાંઠા- મહેસાણા , જ્ઞાતિવાદની રાજનીતિ કરનારી કોંગ્રેસને મતદારોએ નકારી કાઢી છે. – જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ સિવિલમાં દુર્લભ ગાંઠની સફળ લેપ્રોસ્કોપી સર્જરી – ૪૭ વર્ષીય દર્દીને નવજીવન
અમદાવાદના બાપુનગર વોર્ડ મતગણતરીમાં ગડબડીના આક્ષેપ- કોગ્રેસની તપાસની માંગ
પોસઇ ભરતી પરીક્ષા પેપર-૧ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
8 જૂનથી ફરી શાળાઓ ખુલશે
IPL અપડેટ: હારવા છતાં RCB નંબર-2 પર મજબૂત અડીખમ, ગુજરાત પાંચમા સ્થાને
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું : સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે શરૂઆત
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં… સરકારે આપ્યું આ કારણ
રાજ્યના મહાનગરોમાં મેયર પદ માટે રાજકીય રસાકસી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદ-રાજકોટમાં 43 ડિ.સે. સુધી તાપમાન
ફરઝાનાનું ગળુ દબાવી દેવાયું હતું
ઉદ્યોગોને ‘સિંગલ ક્લિક’થી રૂ. 1349 કરોડની સહાય : ડે સીએમ હર્ષ સંઘવીએ 11,000થી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા
ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોનો વિરોધ
અફવાઓ વચ્ચે ખુલાસો, ખામેનેઈ સુરક્ષિત, પરંતુ ઈજાગ્રસ્ત હોવાનું ઈરાને કબૂલ્યું
ઈરાનમાં મોટી ફૂટ! વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પોતાનું પદ ગુમાવશે- રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, FASTag + કેમેરા ટેક્નોલોજીથી ટોલ કપાશે
રાહુલ રોયના સમર્થનમાં આવ્યું AICWA: PM મોદીને પત્ર, સિનિયર કલાકારો માટે પેન્શનની માંગ
મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઈના મોટાભાગના ગુજરાતી સમાજને ભાજપની મુખ્ય વોટબેંક માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મુંબઈમાં 35 લાખ લોકો ગુજરાતી સમુદાયના છે, જેમાંથી 15 લાખ લોકો મતદારો છે જે 40 મહત્વની બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં ભજવે છે. ભાજપ અને શિવસેનાનું જોડાણ તૂટ્યા બાદ શિવસેના (Shivsena) મરાઠી અને ગુજરાતી સમુદાયમાં ધ્રુવીકરણથી ડરી ગઈ છે. આવી સ્થિતિમાં શિવસેનાને મહારાષ્ટ્રના ખાસ કરીને મુંબઇના ગુજરાતીઓને અવગણવુ ઘણુ ભારે પડી શકે છે.

એટલે હવે આ ગુજરાતીઓના દિલ અને વોટ જીતવા શિવસેના અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઇ હોય એવુ લાગે છે. મુંબઇમાં વસતા ગુજરાતીઓને ખુશ કરવા માટે શિવસેનાએ આ મહિનાની 10 તારીખે જોગેશ્વરી ખાતે ‘મુંબઈમાં જલેબી ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા (આપણા)’ (Mumbai Maa Jalebi Fafda Uddhav Thackrey Apda) કાર્યક્રમનું આયોજન કર્યુ છે.
ગુજરાતી ભાષીઓને જોડવા માટે, શિવસેના તેના નેતા હેમરાજ ભાઈ શાહના નેતૃત્વ હેઠળ શિવસેના, 10 જાન્યુઆરીએ મુંબઇના જોગેશ્વરીમાં ‘મુંબઈ મા જલેબી ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. એવું માનવામાં આવે છે કે શિવસેનાએ આ યોજના દ્વારા ભાજપની ગુજરાતી સમાજની કોર વોટ બેંકને પોતાના તરફ લેવાનો પ્રયાસ કરી રહી છે.
હકીકતમાં મુંબઈ શહેરમાં ગુજરાતી વોટબેંક ખૂબ મહત્વની છે, જે બીએમસીની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં બેઠકો પર પ્રભાવ પાડવાની સંભાવના ધરાવે છે. તેથી શિવસેના આ મહત્વપૂર્ણ વોટ બેંકની વચ્ચે પોતાનો રાજકીય આધાર મજબૂત કરવા માંગે છે. જોકે, શિવસેનાનું કહેવું છે કે, આગામી ચૂંટણી પહેલા ગુજરાતી મતદારોમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રચાર પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે બીએમસીની આગામી ચૂંટણી એકદમ અલગ વાતાવરણમાં યોજાશે.

મુંબઇમાં ગુજરાતીઓ પરંપરાગત ભાજપના મતદારો રહ્યા છે અને શિવસેના સાથે આ સમુદાયનો સંબંધ ખાસ રહ્યો નથી. બંને લોકસભાની ચૂંટણીઓ અને 2019 ની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે લડી હતી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ શિવસેનાએ ભાજપ સાથે જોડાણ કરી અને એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર બનાવી. આવી સ્થિતિમાં હવે શિવસેનાએ ભાજપની વોટબેંકને પોતાના તરફ કરવા મથવુ પડશે.