ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ લેવાયેલી પો.સ.ઇ. (પોલીસ સબ ઈન્સ્પેક્ટર) કેડરની લેખિત પરીક્ષાના પેપર-૧ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
આ પરીક્ષાની આન્સર કી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મુકવામાં આવી છે. ઉમેદવારો હવે પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે. ઉમેદવારોને જો કોઈ પ્રશ્નના જવાબ અંગે વાંધો કે રજૂઆત હોય, તો તેઓ તા. ૪ મે, ૨૦૨૬ના સાંજે ૫.૦૦ વાગ્યા સુધી ઓનલાઈન માધ્યમથી રજૂઆત કરી શકશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારો ધ્યાનપૂર્વક આન્સર કી તપાસે અને જો જરૂરી હોય તો યોગ્ય પુરાવા સાથે ઓનલાઈન વાંધો નોંધાવી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવશે. જેના આધારે પરિણામ તૈયાર કરાશે.