Gujarat

અમદાવાદના બાપુનગર વોર્ડ મતગણતરીમાં ગડબડીના આક્ષેપ- કોગ્રેસની તપાસની માંગ

અમદાવાદ,

અમદાવાદ મનપાની તાજેતરની ચૂંટણીમાં બાપુનગર વોર્ડની મતગણતરી અંગે વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષે મતગણતરી પ્રક્રિયામાં ગડબડીના આક્ષેપો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર રજૂઆત કરી, યોગ્ય તથા પારદર્શક તપાસ બાદ સાચું પરિણામ જાહેર કરવાની માંગણી કરી છે.

કોંગ્રેસના પ્રતિનિધિઓએ જણાવ્યું કે મતગણતરી દરમિયાન તેમના ઉમેદવારના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ સેગરના મતોની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો શંકાસ્પદ બનાવ બન્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ગણતરી દરમિયાન અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પર 17,988 મત દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ રજૂઆત કર્યા બાદ તે આંકડો ઘટાડીને 15,988 કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે આ ઘટનાને ગંભીર ગણાવી કહ્યું છે કે મતગણતરીના ચોથા રાઉન્ડ દરમિયાન ઇવીએમમાંથી મળેલા પરિણામો અને અધિકારીઓ દ્વારા હાથથી નોંધાયેલા આંકડાઓમાં તફાવત જોવા મળ્યો છે, જે પરિણામને અસર કરી શકે છે.

બાપુનગર વોર્ડના કોગ્રેસના ઉમેદવારએ માંગણી કરી છે કે, મતગણતરીના દિવસની સંપૂર્ણ વિડીયોગ્રાફી તથા તમામ બૂથની ઇવીએમ મશીનોની વિગતવાર ચકાસણી કરવામાં આવે. સાથે જ, આ પ્રક્રિયા તેમની હાજરીમાં ફરીથી પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો તેઓ ન્યાય માટે કોર્ટનો દરવાજો ખટખટાવશે.

Most Popular

To Top