SURAT

મહિલા PSI આપઘાત કેસ: મૃતકના પિતાએ કહ્યું, માતાને તેના જ પુત્રથી દૂર રાખી તડપાવવામાં આવતી હતી

પીએસઆઇ (PSI) અમીતા જોશીના આપઘાત પ્રકરણમાં સોમવારે બે આરોપી નણંદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદ પક્ષ દ્વારા એફિડેવિટ (Afidavit) રજૂ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી અમિતા જોષીના પિતા દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં આરોપીઓ સામે અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં અમીતાને પોતાના દીકરાથી દુર રાખી તડપાવવામાં આવતી હતી એવું જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં અમીતાની નણંદો દ્વારા તેણીને મિલકત, ગાડી અને ઘર બાબતે સતત ત્રાસ આપવામાં આવતો હતો. એક નણંદના લગ્ન કરવા માટે મરનાર પર ઘરેણાં વેચી ને રૂપિયા એકત્રિત કરવાનું પણ દબાણ કરાતું હતું.

મૂળ ફરિયાદી તરફ એડવોકેટ વિરલ મહેતા મારફત કરાયેલી એફિડેવિટમાં આરોપ લગાવાયા હતા કે અરજદારો એટલેકે અમિતાની નણંદ વારંવાર અમીતાના ફાસલાવાડીના ઘરે આવતા હતા. દસ-પંદર દિવસ રોકાતા હતા. જ્યાં દહેજ બાબતે ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત મરનારનો સંપૂર્ણ પગાર (Salary) માગવામાં આવતો હતો અને પુત્રથી પણ દુર રાખવામાં આવતા હતા.

જણાવી દઈએ કે છેલ્લા સાતેક વર્ષથી પીએસઆઈ તરીકે બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘાના વતની અમિતા જોશી અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરતમાં પીએસાઈ તરીકે સીધા કન્ટ્રોલમાં નોકરી પર ચડ્યાં હતાં. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષ જેટલા સમય ગાળાથી તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં. હાલ તેમની પાસે પટેલ નગર પોલીસ ચોકીનો પણ વધારાનો ચાર્જ હતો.

આરોપીઓ સામે લગાડવામાં આવતા આરોપમાં જણાવાયું હતું કે, ઉપરાંત બાળક પાસે એવું બોલાવવામાં આવતુ હતુ કે ‘ તારી મા નોકરી કરે છે એ તને નહીં સાચવે, એ નોકરી કરે છે એટલે તને ક્યારેય નહી સાચવે, તુ મારી માને કહે કે તને સાચવવા સારુ નોકરી મૂકે દે.’ બનાવના દિવસે નણંદ મનીષા સાથે ફોન પર વાત ચાલુ હતી ત્યારે જ ગોળી મારી લીધી હતી. એક નણંદના લગ્ન કરવા માટે મરનાર પર ઘરેણાં વેચી ને રૂપિયા એકત્રિત કરવાનું પણ દબાણ કરાતું હતું.

અમિતા જોષીના કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહેતા હતા. અવાર-નવાર રૂપિયા માંગતા હતા. પગારનો હિસાબ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાન લાગતું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top