SURAT

સુરત ફાયર વિભાગની વધુ એક કામગીરી :કોરોનાને લીધે પહેલેથી જ બંધ શાળાઓને સીલ કરાઇ

સુરત શહેરમાં પાણી આવવા પહેલા પાર બાંધવાની કામગીરી પાલિકાના ફાયર વિભાગે (SURAT FIRE BRIGADE) હાથ ધરી છે. અને લોકડાઉન બાદ પહેલાથી જ બંધ શાળાઓને ફાયર સેફટીના અભાવે સીલ (SEAL) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરે વિભાગે અગાઉ ટેક્સટાઇલ માર્કેટ અને કોમર્શિયલ દુકાનોને બાનમાં લીધી હતી, જે પછી હવે વિદ્યાર્થીઓને શિક્ષણ ન આપતી ફાયરસેફ્ટી વિનાની સ્કૂલોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન આજે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ અગાઉ નોટિસ આપી હોવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ના કરનાર સ્કૂલ (SCHOOLS WITHOUT FIRE SAFETY)ને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા (SMC)ના ફાયર અને સર્વિસ વિભાગ દ્વારા આ મુજબની સ્કૂલોમાં નોટીસ આપવા છતાં આજદિન સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવા બદલ સીલીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ, સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક વરાછા, સ્કોલર ઇંગલિશ સ્કૂલ પાંડેસરા, અંકુર વિદ્યાલય કતારગામ, યોગી વિદ્યાલય કતારગામ, ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કુલ સગરામપુરા, પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા, શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય ગોપીપુરા, શ્રી સુર ચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ગોપીપુરા, શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરિ સ્કૂલ શાહપોરનો સમાવેશ થાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારી અને લોકડાઉન (LOCK DOWN) બાદ શાળા સત્ર સંપૂર્ણ કામગીરી બંધ જ છે માત્ર કેટલીક શાળાએ એડમિશન કાર્ય કરી ઓન લાઈન શિક્ષણની કવાયત શરૂ કરી હતી. જેથી શાળા સીલ કરવા પહેલાથી જ બંધ હતી જો કે ભવિષ્યમાં જો કોરોનાના કેસોમાં ઘટાડો થાય અને શાળાઓ રાબેતામુજબ શરૂ થાય તો આમ તમામ શાળાઓએ ફાયર સેફટી લગાવી ફરીથી શાળા શરૂ કરવા પાલિકામાંથી એન.ઓ.સો મેળવવી પડશે.

મહત્વની વાત છે કે તક્ષશિલા ક્લાસીસની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ શહેરની તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. જેમાં નોંધનીય ગત સપ્તાહમાં ફાયરસેફ્ટી વિનાની 1500 દુકાનોને સીલ કરવામાં આવી હતી. તમામ દુકાનોમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે ફરીથી બાહેધરી લઈને જો સાત દિવસમાં સુવિધા ઊભી ન કરવામાં આવે તો પોલીસ કેસ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા વિનાની અન્ય સ્કૂલો સામે પણ મહાનગરપાલિકા (MUNICIPAL CORPORATION) કામગીરી ફાયર વિભાગ કામગીરી કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top