National

મુંબઇમાં સત્તા જવાનો ડર? શિવસેનાએ ગુજરાતીઓને આકર્ષવા નવું સુત્ર આપ્યું, જાણો

મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઈના મોટાભાગના ગુજરાતી સમાજને ભાજપની મુખ્ય વોટબેંક માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મુંબઈમાં 35 લાખ લોકો ગુજરાતી સમુદાયના છે, જેમાંથી 15 લાખ લોકો મતદારો છે જે 40 મહત્વની બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં ભજવે છે. ભાજપ અને શિવસેનાનું જોડાણ તૂટ્યા બાદ શિવસેના (Shivsena) મરાઠી અને ગુજરાતી સમુદાયમાં ધ્રુવીકરણથી ડરી ગઈ છે. આવી સ્થિતિમાં શિવસેનાને મહારાષ્ટ્રના ખાસ કરીને મુંબઇના ગુજરાતીઓને અવગણવુ ઘણુ ભારે પડી શકે છે.

એટલે હવે આ ગુજરાતીઓના દિલ અને વોટ જીતવા શિવસેના અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઇ હોય એવુ લાગે છે. મુંબઇમાં વસતા ગુજરાતીઓને ખુશ કરવા માટે શિવસેનાએ આ મહિનાની 10 તારીખે જોગેશ્વરી ખાતે ‘મુંબઈમાં જલેબી ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા (આપણા)’ (Mumbai Maa Jalebi Fafda Uddhav Thackrey Apda) કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

ગુજરાતી ભાષીઓને જોડવા માટે, શિવસેના તેના નેતા હેમરાજ ભાઈ શાહના નેતૃત્વ હેઠળ શિવસેના, 10 જાન્યુઆરીએ મુંબઇના જોગેશ્વરીમાં ‘મુંબઈ મા જલેબી ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. એવું માનવામાં આવે છે કે શિવસેનાએ આ યોજના દ્વારા ભાજપની ગુજરાતી સમાજની કોર વોટ બેંકને પોતાના તરફ લેવાનો પ્રયાસ કરી રહી છે.

https://gujaratmitra.in/diagreement-between-congress-and-shivsena-over-renaming-aurangabad-to-sambhajinagar/

હકીકતમાં મુંબઈ શહેરમાં ગુજરાતી વોટબેંક ખૂબ મહત્વની છે, જે બીએમસીની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં બેઠકો પર પ્રભાવ પાડવાની સંભાવના ધરાવે છે. તેથી શિવસેના આ મહત્વપૂર્ણ વોટ બેંકની વચ્ચે પોતાનો રાજકીય આધાર મજબૂત કરવા માંગે છે. જોકે, શિવસેનાનું કહેવું છે કે, આગામી ચૂંટણી પહેલા ગુજરાતી મતદારોમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રચાર પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે બીએમસીની આગામી ચૂંટણી એકદમ અલગ વાતાવરણમાં યોજાશે.

મુંબઇમાં ગુજરાતીઓ પરંપરાગત ભાજપના મતદારો રહ્યા છે અને શિવસેના સાથે આ સમુદાયનો સંબંધ ખાસ રહ્યો નથી. બંને લોકસભાની ચૂંટણીઓ અને 2019 ની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે લડી હતી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ શિવસેનાએ ભાજપ સાથે જોડાણ કરી અને એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર બનાવી. આવી સ્થિતિમાં હવે શિવસેનાએ ભાજપની વોટબેંકને પોતાના તરફ કરવા મથવુ પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top