National

ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો, પૂર્વ ભારતીય ક્રિકેટરે પાર્ટી છોડી

કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં મમતા બેનર્જીને (Mamata Banerjee) એક પછી એક ઝટકા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસને (All India Trinamool Congress) સતત ઝટકો મળવાનો સીલસીલો સતત ચાલુ છે. મંગળવારે મમતા બેનર્જીની TMCના મંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ ( Laxmi Ratan Shukla ) મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. લક્ષ્મી રતન શુક્લા બંગાળ સરકારમાં રમત પ્રધાન હતા, પરંતુ મંગળવારે તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે, હાલમાં તે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય છે. જાણવા મળ્યુ છે કે લક્ષ્મી રતન શુક્લા રાજકારણથી છૂટા પડવા માગે છે. તેમણે મંગળવારે હાવડાના ટીએમસી જિલ્લા પ્રમુખ પદ ઉપરાંત રાજીનામું આપ્યું હતું.

ભાજપે પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવાનું શરૂ કરી દીધુ છે. આ વખતે ભાજપની રણનીતિ બહુ મજબૂત છે. ભાજપે અત્યાર સુધી TMC ના ઘણા નેતાઓ પોતોના પક્ષમાાં કરી લીધા છે. જેમાં વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીનું (suvendu adhikari) નામ શામેલ છે. જેમણે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે તેમના ભાઇ સહિત અન્ય બીજા એવા નેતાઓ છે જે TMC છોડીને ભાજપમાં આવવાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top