સુરત (Surat) શહેરમાં રવિવારે ભારે વરસાદને કારણે ખાડી (Mithi khadi) ઓવરફ્લો થઈ હતી છે. ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં...
રાજકારણીઓ જ્યારે ‘ના’ પાડતા હોય છે ત્યારે તેનો અર્થ ‘હા’ થતો હોય છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન યુદિયુરપ્પા ૭૮ વર્ષના છે. ૨૦૨૩ માં...
નવી દિલ્હી : ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય મીડિયા (International media) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત (India)ના ઘણા પત્રકારો (Journalist), રાજકારણીઓ (Politician) અને...
તા. 25-6-2021ના ગુજરાતમિત્રમાં અવકાશમાં પોત પોતાન અવકાશ મથકો બાંધવાની હસાતૂંસી શરૂ નહીં થાય તે વિશ્વના દેશોએ જોવું પડશે. શિર્ષક હેઠળનો તંત્રીલેખ વાંચ્યો....
સમગ્ર વિશ્વમાં માનવી હતાશ, નિરાશ, ટેન્શનમાં છે. યોગ્ય પ્રાર્થના, જપ, સેવાભાવ, ધ્યાન, શુભ આશાવાદી હકારાત્મક વિચારો, મૌન, એકાંત, વિઝયુલાઇઝેશન વગેરે પ્રક્રિયા માનવમનને...
દેશનાં પાંચ રાજ્યોની ગત ચૂંટણીના પરિણામ બાદ દેશમાં સતત દરરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ માત્ર લોકોના વાહન વ્યવહારમાં જ નથી...
ખૂબ મોટી શીખ આપતો એક નાનકડો પ્રસંગ વાંચવા મળ્યો. એક જંગલમાં એક સિંહનું બચ્ચું આમતેમ કૂદાકૂદ કરતું હતું ત્યાં જ અચાનક એણે...
કૃતનિશ્ચયી બનવું અઘરું નથી. કોઇ પણ કાર્ય કરો, એક દ્રઢ નિશ્ચય કરીને આરંભ કરો. કોઇ પણ સંજોગોમાં પૂરું કરીને સફળ થઈને જ...
ડોર્ટમંડ : માજી વર્લ્ડ ચેસ ચેમ્પિયન (World chess champion) વિશ્વનાથન આનંદે (Vishy anand) રવિવારે પોતાના પરંપરાગત હરીફ રશિયાના વ્લાદિમીર ક્રેમનિક (Vladmir Kramnik)...
પ્રજા જ્યારે ચૂંટણીમાં કોઇ નેતાને મત આપે છે ત્યારે તેની પાછળ તેની કેટલીક આશાઓ અને અપેક્ષાઓ હોય છે. પરંતુ એક વખત ચૂંટાયા...
મલેકપુર : મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં અધતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ સંકૂલ આજે પણ ધૂળ ખાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત,...
દાહોદ: લીમડી નવાબજારમાં દુકાનના તાળા ખોલતી વખતે વેપારીને લાત મારી નીચે પાડી દઇ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલી થેલી લઇને મોટર...
ગોધરા: યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.બપોર બાદ વરસાદી માહોલ બનતા રોપવે ત્રણ કલાકથી વધુ સમય બંધ રાખવાની ફરજ...
દાહોદ: દાહોદ જિલ્લામાં મહિલા પરના અત્યાચારોમાં જાણે વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલાંજ ધાનપુરના ખજુરી અને દેવગઢ બારીઆમાં...
વડોદરા: ભાજપા ભ્રષ્ટ શાસકોની કદમબોસી કરીને મેયર બનેલા કેયુર રોકડિયાના વોર્ડનં. 8માં ગ્રીનબેલ્ટની જમીન પર મહિલા કોર્પોરેટરે ગેરકાયદેસર કાર્યાલય ઉભુ કરી દેતા...
સુરત: રવિવારે સવારે અને સાંજે સુરત શહેર (Surat)માં ધોધમાર વરસાદ (Heavy rain)પડતા ઠેરઠેર પાણી ભરાયાં હતાં. રવિવારે વહેલી સવારે સુરત એરપોર્ટ (airport)ના...
વડોદરા: છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ વરસાદ વરસવાના કોઈ જ વાવડ નથી. હવામાનખાતાની આગાહી મુજબ વરસાદની રાહ જોતા...
સુરતઃ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો જેનાથી હાંફી રહ્યા છે તે કોવિડ (Covid-19)ની ત્રીજી લહેર (Third wave) વિશ્વના 100થી વધારે દેશોમાં શરૂ થઈ છે....
વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.આગામી દિવસોમાં તેજ પવનો સાથે મેઘરાજાની પધરામણી થશે તે વાત નક્કી...
સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર પછી લોકોની ખરીદશક્તિ ઘટતા ઉત્તર અને દક્ષિણના રાજ્યો (Indian states)માં કાપડની ડિમાન્ડ (Demand of Surat...
વડોદરા: રણોલી પાસે આઈપીસીએલ કંપનીના રોડ નજીક યાદવ ટ્રાન્સપોર્ટમાંથી ઓએનજીસીની ઓઈલ ચોરીના કૌભાંડમાં ઝડપાયેલા બંને આરોપીઓના કોિવડ ટેસ્ટ નેગેટીવ આવતા ધરપકડ કરીને...
સુરત : મૂશળધાર વરસાદ(Rain)ને કારણે વેસ્ટર્ન રેલવે (Railway)માં રેલવે વ્યવહારને ગંભીર અસર થવા પામી છે. ભારે વરસાદને કારણે ઓગસ્ટ ક્રાંતિ (August kranti)...
સુરત : શહેરમાં મનપા (SMC) દ્વારા ઠેક ઠેકાણે લાઇબ્રેરી (Library) ઓ ખોલવામાં આવી છે. જો કે કોરોના (Corona)નું ગ્રહણ આ લાઇબ્રેરીને પણ...
છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 35 હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ચિંતાજનક ઘટાડો થયો છે, તે મુદ્દો ગુજરાત કોંગ્રેસ દ્વારા ચિંતા વ્યક્ત...
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 33 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન અમદાવાદ...
સુરત: (Surat) જુલાઈ મહિનાના બીજા સપ્તાહના અંતમાં હવે ચોમાસું (Monsoon) જામ્યું છે. આજે શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે (Rain) રેલમછેલ કરી હતી....
સુરત: (Surat) આરોગ્યમંત્રી કુમાર કાનાણી આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે જેને લઈને ફરી ભાજપ અને આપ (BJP-AAP) વચ્ચે વિવાદ...
વલસાડ-વાપી: (Valsad Vapi) વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મેઘાએ તેના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવી દીધા હતા. અનરાધાર વરસાદ વરસતા સમગ્ર વલસાડ...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ જીલ્લામાં એક મહિના બાદ આજે મેઘરાજાની (Rain) એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચ જીલ્લામાં આખો દિવસ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે વરસાદે (Rain) ધુંઆધાર બેટીંગ કરતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ગણદેવી તાલુકામા 10 ઇંચ, જલાલપોર તાલુકામા...
નક્સલ વિરોધી અભિયાનના હીરો IPS સુંદરરાજ પી હવે NIAમાં IG! કેન્દ્ર સરકારે આપી મોટી જવાબદારી
દિલ્હી એરપોર્ટ પર રોકાયા બાંગ્લાદેશના સલાહકાર! “વિરોધ નોંધાવવા હું ઢાકા પરત ફર્યો” ઘટનાએ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં જગાવી ચર્ચા
ઈરાન ડીલ પર ટ્રમ્પ પ્રશાસનમાં મતભેદ! તેહરાનમાંથી CIAને મળેલા ગુપ્ત ઈનપુટ બાદ વોશિંગ્ટનમાં ચિંતા
પાકિસ્તાનની મિત્રતા તુર્કીને પડી ભારે! ભારતના એક નિર્ણયથી 4,300 કરોડ રૂપિયાનું મોટું નુકસાન, વેપાર અને રક્ષા ક્ષેત્રને ઝાટકો
સ્ટાલિન સામે કાનૂની લડાઈ શરૂ! વિજય સરકારના મંત્રીએ મોકલી 48 કલાકની અલ્ટીમેટમ નોટિસ, માફી નહીં માંગે તો 1 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ
G-7 સમિટમાં ટ્રમ્પનો નેતન્યાહૂ પર આકરો પ્રહાર!“મારા વગર ઇઝરાયલ જ ન હોત”કહી વિશ્વ રાજનીતિમાં મચાવી ખળભળાટ
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ભૂકંપના સંકેત! “સાંસદોને 15-15 કરોડ રૂપિયાનું એડવાન્સ આપવામાં આવી રહ્યું છે”સંજય રાઉતનો સનસનીખેજ દાવો
કોટંબી નજીક ભયાનક બસ અકસ્માત, 10થી વધુ મોતની આશંકા
મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં 17 જૂને ભવ્ય ‘ગૌરવ યાત્રા’નું આયોજન
જીએસટીમાં રાહતથી વાહનોના વેચાણમાં સતત તેજી, મે મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 27%થી વધુનો ઉછાળો
સોનામાં 2500 અને ચાંદીમાં 5000નો જંગી ઉછાળો, ઝવેરીબજારમાં તેજીનો માહોલ
ખાંસીની દવા સહિત તમામ સિરપ હવે ડૉક્ટરની સલાહ બાદ જ મળશે, સિરપ માટે નવા નિયમો જાહેર
‘સાંસદ બન્યા પછી ફાયદો નહીં, નુકસાન થયું: કોંગ્રેસ MP શિવાજી કાલગેનું ચોંકાવનારું નિવેદન
પ્રથમ વખત સ્લોવાકિયા પહોંચ્યા મોદી, વ્યૂહાત્મક ભાગીદારીને મળી નવી દિશા
UP-પંજાબ સહિત 4 રાજ્યોમાં સમય પહેલાં થઈ શકે છે ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી
ઋતબ્રત બેનર્જી એકનાથ શિંદેથી પણ ચાર પગલા આગળ? મમતા બેનર્જીની TMCમાં બળવાખોરીથી પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ
સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો:ગુજરાતની સહકારી રાજનીતિમાં વધ્યો રસ
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી: IMDની આગાહી બાદ વરસાદને લઈને એલર્ટ
સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ
કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો
ઉત્તરાખંડમાં લાગુ થયો ‘દેવભૂમિ પરિવાર કાયદો’: હવે દરેક પાત્ર પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો તેના મોટા ફાયદા
બ્રાઝિલની ભયાનક દુર્ઘટનામા નર્સનો ચોંકાવનારો ખુલાસો
‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?
ઉડાન ભર્યાના બે કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત ફર્યું, એન્જિનમાં ટેક્નિકલ ખામીની ચેતવણી બાદ લેવાયો સાવચેતીભર્યો નિર્ણય
તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરોને અપાવી આઝાદી
શું ફરી તૂટશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં ગેરહાજર અને શિંદે સરકારના મંત્રીના ઘરે હાજર રહ્યા સંજય દેશમુખ, મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ
‘બીબી’ અને ટ્રમ્પ વચ્ચે વારંવાર કેમ વધી રહ્યો છે ટકરાવ? ઈરાન ડીલને લઈને અમેરિકા-ઇઝરાયલના રસ્તા અલગ પડશે?
અમેરિકામાં મોટી દુર્ઘટના, B-52 બોમ્બર ક્રેશ થતાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
સ્માર્ટફોન અચાનક ગરમ થયો અને બેંક ખાતું ખાલી થઈ ગયું! સાયબર ઠગાઈનો નવો ખેલ, જાણો કેવી રીતે કામ કરે છે આ ખતરનાક ફ્રોડ
સુરત (Surat) શહેરમાં રવિવારે ભારે વરસાદને કારણે ખાડી (Mithi khadi) ઓવરફ્લો થઈ હતી છે. ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ભરાતા દૂર સુધી ટ્રાફિક જામ (Traffic jam)ના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતમાં બે દિવસથી સતત વરસતા વરસાદે (Rainfall) જાણે પાલિકા (SMC)ની પોલ ખોલી હોય, અને ખાડી વિસ્તારના માર્ગ ઉપર અડધો ફુટ સુધી પાણી ભરાયા હતા. સાથે જ સુરતનું સણીયા હેમાદ ગામ તો જાણે બેટમાં ફેરવાય ગયું હતું. એક ઘટનામાં ગામમાં પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ પણ ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બાદમાં ગામ વાળાઓએ બસને પાણી માંથી બહાર કાઢી હતી. સુરતમાં બપોરના 12 વાગ્યે ખાડીના લેવલના આંક પર એક નજર નાખીએ તો મીઠી ખાડી અને સીમાડા ખાડી ઓવરફ્લો થતા મીઠી ખાડી હાલ 8.20 મીટર પર વહી રહી છે. જેની ભયજનક સપાટી 7.50 મીટર છે, અને સીમાડા ખાડી 5.30 મીટર પર વહી રહી છે. જેની ભયજનક સપાટી 5 મીટર છે, જો કે અન્ય ખાડીની સપાટી યથાવત છે.

સુરતની મીઠી ખાડીની વાત કરવામાં આવે તો દર વર્ષે અહીં પૂર (Bay flood) ની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પણ પાલિકા દ્વારા અહીં ખાડી ડ્રેજીંગ સહિતની પ્રિ-મોનસુન કામગીરીમાં બેદરકારી દાખવવમાં આવતા, દર વર્ષે શહેરીજનોને આ ખાડીપૂરનો ભોગ બનવું પડતું હોય છે, અને લોકોના ઘરોમાં આ ગંદુ વાસ મારતું પાણી ભરાય જતા, લોકો રોગચાળાનો ભોગ પણ બનતા હોય છે.

સુરત શહેરમાં રવિવારે પવન અને વાદળોના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ (rain) પડ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ વેસુ, અડાજણ, કતારગામ, ઉધના, પાંડસરા, સચિન રોડ પર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતાં. સાથે જ પાંડેસરા, સચિન રોડ પર ટ્રાફિક (Traffic) જામ સર્જાયો હતો.

સુરત શહેર અને જિલ્લામાં રવિવારે વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં તડકો અને ભારે ગરમીનો માહોલ હતો. છુટોછવાયો વરસાદ થતો હતો પરંતુ તેનાથી ઠંડક વર્તાતી ન્હોતી. જ્યારે રવિવારે કાળા વાદળોથી સમગ્ર સુરત શહેર ઘેરાઈ ગયું હતું. બપોર સુધી વાદળોના ગડગડાટ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. પરંતુ બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી. બીજી તરફ રવિવારનો દિવસ હોવાથી શહેરવાસીઓએ વરસાદી મોસમમાં ફરવાનો આનંદ પણ લીધો હતો. અને લોકો ખાણીપીણીની લારીઓ પર ઉમટી પડ્યા હતાં.