Charchapatra

માનવી આટલો ક્રૂર કેમ?

ખૂબ મોટી શીખ આપતો એક નાનકડો પ્રસંગ વાંચવા મળ્યો. એક જંગલમાં એક સિંહનું બચ્ચું આમતેમ કૂદાકૂદ કરતું હતું ત્યાં જ અચાનક એણે મનુષ્યના ભયંકર હાકોટા અને ચિચિયારીઓ સાંભળી. મા ને પૂછ્યું,  “ મા, આટલો અવાજ શેનો છે ?” મા એ કહ્યું , “ બેટા , એક રાજા બીજા રાજાનું રાજ્ય જીતવા મોટી સેના લઈને યુદ્ધ કરવા જઈ રહ્યો છે. એની પાસે ખૂબ મોટું રાજ્ય છે. સુખ-સમૃદ્ધિની કોઈ સીમા નથી, પણ અસંતોષી રાજા (માનવી) પોતાની જાતિના ભાઈઓને મારીને તેનું રાજ્ય મેળવવા જઈ રહ્યો છે. બેટા, મનુષ્યની નજરમાં આપણે ક્રૂર , હિંસક પ્રાણી છીએ . પણ મનુષ્યથી આપણે સારા છીએ. કારણ કે આપણે આપણી જાતિવાળાને તો મારતા નથી .”

પ્રસંગ વાંચીને વિચાર એ આવે છે કે હિંસક કે બેજુબાન પ્રાણીઓને પોતાની જાતિ પર ગર્વ છે. “ સિંહ ભૂખ્યો મરી જાય છે, પણ ઘાસ નથી ખાતો .” શિકારી પ્રાણીઓ બીજાનો શિકાર ઝૂંટવી નથી લેતા .જ્યારે જેની પાસે બુદ્ધિ છે, સમજ છે એ માણસ પોતાની જાતિવાળાને (માનવને) આતંકી હુમલાઓ કરી મારતાં અચકાતો નથી. તો કેટલાકના મુખ પર બુકાની નથી પણ ધનલાલસા કે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો દુર્ગુણ છે, તે અન્ય નિર્બળ  પ્રમાણિક કે ભોળાનો શિકાર કરે છે. ગમે તેવી અપ્રમાણિકતા કરતાં પણ અચકાતો નથી. દુર્ગંધથી દૂર ભાગતો માણસ દુર્ગુણોથી દૂર  ભાગતો નથી. માનવી આટલો ક્રૂર કેમ? સત્ય, પરોપકાર, નીતિ અને ૠજુતા જેવાં સદ્ગુણોની મહેકની અપેક્ષા રાખવી કે પછી જ!!! સુરત     – અરુણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top