Charchapatra

યોગ, હકારાત્મક વિચાર એક વેકસીન

સમગ્ર વિશ્વમાં માનવી હતાશ, નિરાશ, ટેન્શનમાં છે. યોગ્ય પ્રાર્થના, જપ, સેવાભાવ, ધ્યાન, શુભ આશાવાદી હકારાત્મક વિચારો, મૌન, એકાંત, વિઝયુલાઇઝેશન વગેરે પ્રક્રિયા માનવમનને અપાર શાતા, આશાયેશ હૂંફ આપી શકે એમ છે. એક અઠવાડિયું તો કરી જોઇએ. શરીર, મન પર અદ્‌ભુત લાભ દેખાશે જ. કાર્બાઇલ નામના લેખકે પોતાના ટેબલ પર બે પથ્થર રાખતા એક પર હું આખા બ્રહ્માંડનો સ્વીકાર કરું છું. ને બીજા પર આજની ઘડી રળિયામણી લખી રાખતા ને સતત નજર સામે રાખી વર્તમાન પરિસ્થિતિનો આનંદ માણતા, આપણે જે શ્વાસ લઇએ છીએ તે ઉપરછલ્લા જ હોય છે. ફેફસાં પૂરેપૂરાં ભરાતાં નથી. ફેફસાંની કોથળીઓ નાની બની જાય છે.

આમ ઓછો પ્રાણવાયુ જવાથી લોહીનું શુધ્ધિકરણ થતું નથી. પરિણામે આપણને કંટાળો, થાક, નિર્બળતાનો અનુભવ થાય છે. માત્ર ઊંડા, ઊંડા શ્વાસ લેવાથી (ને ધીરે ધીરે બહાર કાઢવાથી) આપણી રોગપ્રતિકારકશકિતમાં અપ્રતિમ વધારો થાય છે. વિશ્વચેતનાએ ઓકિસજન/હવા આપણને મફત પૂરાં પાડયા છે. કેવી એની મહાન કરુણા, આપણે વેચાતો લઇએ તો કરોડો રૂપિયાનો થાય. સ્વામી વિવેકાનંદ સ્વામી, રામતીર્થ, મહર્ષિ મહેશ યોગી, યોગાનંદ પરમહંસ, મુકતાનંદ બાબા ને બાબા રામદેવજીએ પણ લોકોને યોગનું ઘેલું લગાડયું છે. માત્ર 21 મી જૂને જ નહિ, આખું જીવન યોગમય બનવું જોઇએ. યોગ એ સમગ્ર માનવજાતનો અમૂલ્ય વારસો છે.

જહાંગીરપુરા-ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top