Madhya Gujarat

લીમડીમાં વેપારીને લાત મારી ચાંદીના દાગીના તથા રોકડની લૂંટ

દાહોદ: લીમડી નવાબજારમાં દુકાનના તાળા ખોલતી વખતે વેપારીને લાત મારી નીચે પાડી દઇ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલી થેલી લઇને મોટર સાયકલ ઉપર ભાગી ગયા હતા. બુમાબુમ થતાં લોકોએ પીછો કરતાં લૂંટારૂઓએ થોડે દૂર જઇ દાગીના તથા રૂપિયા ભરેલી થેલી ફેંકી ભાગતા લોકોએ પીછો કરી એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક મોટર સાયકલ લઇને ભાગી ગયો હતો.

ઝાલોદ તાલુકાના લીમડી નવાબજારમાં રહેતા અને સોના ચાંદીના વેપારી રાજેન્દ્રકુમાર મુળચંદ દુગ્ગડ (જૈન) ગુરૂવારના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં થેલીમાં ચાંદીના દાગીના તથા રૂપિયા લઇને લીમડી સુભાષ સર્કલ પાસે બેન્ક ઓફ બરોડાની સામે આવેલ તેમની દુકાને ગયા હતા. ચાંદીના દાગીના તથા રૂપિયા ભરેલી થેલી દુકાન આગળ મુકી દુકાનનું તાળુ ખોલતા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓએ તેમની પાસે આવેલી લાત મારીને પાડી દીધા હતા અને દાગીના રૂપિયા ભરેલ થેલી લઇને જીજે-20-એએન-0542 નંબરની મોટર સાયકલ ઉપર ભાગ્યા હતા. જેથી રાજેન્દ્રકુમારે બુમાબુમ કરતાં આજુબાજુના લોકો લૂંટારૂઓને પકડવાં પીછો કરતાં દાગીના અને રૂપિયા ભરેલ થેલી બેન્ક નજીક ઇફેંકી બન્ને લૂંટારૂઓ નાસી ગયા હતા. જ્યારે લોકોએ આ બન્ને લૂંટારૂઓની બાઇકનો પીછો કરતાં પાછળ બેઠેલે મોટી સીમલખેડી ગામનો ચીરાગ ધના બામણીયા પકાઇ ગયો હતો.

જ્યારે ખરસોડ ગામનો વિપુલ મનુ ડામોર મોટર સાયકલ લઇને ભાગી જવામાં સફળ રહ્યો હતો. લૂંટારૂઓએ લાત મારી નીચે પાડી દેતાં રાજેન્દ્રકુમારને પગના અંગુઠાના ભાગે તથા ઢીંચણના ભાગે ઇજાઓ થતાં દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.

Most Popular

To Top