SURAT

ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈમાં પાણીની આવક, જાણો ક્યાં કેટલો વરસાદ..

સુરત: (Surat) જુલાઈ મહિનાના બીજા સપ્તાહના અંતમાં હવે ચોમાસું (Monsoon) જામ્યું છે. આજે શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે (Rain) રેલમછેલ કરી હતી. તાલુકાઓમાં પડેલા ધોધમાર વરસાદે સર્વત્ર પાણી પાણી કર્યું હતું તો શહેરમાં ક્યારેક ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સાંજે 6 વાગ્યા બાદ ભારે વરસાદ ખાબકતા હિલસ્ટેશન જેવો માહોલ છવાયો હતો. સૌથી વધારે શહેરના ઉધના વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ઉકાઈ ડેમના (Ukai Dam) કેચમેન્ટ એરિયામાં રવિવારે બે ઇંચ જેટલો વરસાદ થયો હતો. જેને કારણે ઉકાઈમાં પાણીની આવક થઈ હતી.

સાંકેતિક ફોટો

હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણેક દિવસ વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે રાતથી જ શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. આજે સવારથી જાણે મેઘરાજા વધારે પ્રસન્ન થઈને વરસ્યા હતા. દિવસભરમાં જિલ્લાના તમામ તાલુકા પાણીમાં તરબોતર થઈ ગયા હતા. વરસાદની બેટીંગ જોઈને ધરતીપુત્રોમાં પણ આનંદ વ્યાપ્યો હતો. પરંતુ સૌથી વધારે વરસાદ બારડોલી, મહુવા, પલસાણા અને ઉમરપાડામાં નોંધાયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં બે ઇંચ વરસાદ
ઉપરવાસમાં દિવસભરમાં આજે કુલ 170 મીમી વરસાદ નોંધાયો છે. તેમા સૌથી વધારે વરસાદ ઉકાઈ ડેમના કેચમેન્ટમાં બે ઇંચ ખાબક્યો છે. આ સિવાય ટેસ્કામાં 10.60 મીમી, લખપુરીમાં અડધો ઇંચ, ચોપડવાવમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમની સપાટી 313.91

  • જિલ્લામાં નોંધાયેલો વરસાદ
  • તાલુકા વરસાદ(મીમી)
  • બારડોલી 107
  • ચોર્યાસી 18
  • કામરેજ 120
  • મહુવા 131
  • માંડવી 64
  • માંગરોળ 46
  • ઓલપાડ 25
  • પલસાણા 98
  • સુરત 29
  • ઉમરપાડા 94

શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે શહેરમાં 8 વૃક્ષ તૂટી પડ્યા

સુરત: શહેરમાં ભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં 8 વૃક્ષ તૂટી પડ્યા હતા. રસ્તાઓ પર વૃક્ષ તૂટી પડતા વિવિધ જગ્યાઓ પર થોડાક સમય સુધી ટ્રાફિક પણ સર્જાયો હતો. રવિવારે સવારથી જ ફાયર જવાનો દોડતા રહ્યા હતા અને કામગીરી આદરી હતી. જેમાં અડાજણના ગેલેક્સી સર્કલ પાસે, સિંગણપુરમાં ખોડીયાર કૃપા સોસાયટી નજીક, અલથાણા કૈલાશ નગર પાસે, કઠોર ગામ, સીટીલાઇટ રોડ સિદ્ધાર્થ કોમ્પલેક્ષ નજીક, ભાઠેના ચાર રસ્તા, પાંડેસરા પિયુષ પોઈન્ટ અને પાર્લેપોઈન્ટ અંબાજી માતાના મંદિર નજીક વૃક્ષ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.

Most Popular

To Top