સુરત: સુરત (Surat) જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ (Police) સેવા સુલભ બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનથી (Mangrol Police...
ચીનની (China) અધ્યક્ષતામાં યોજાયેલી યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે (India) ચીન પર જ પ્રહારો કરતા કહ્યું કે તે અત્યંત ખેદજનક બાબત છે...
પુણે: મહારાષ્ટ્ર(Maharashtra)માં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિહાર(Bihar)માં મોટો ઝટકો લાગ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) ભાજપ(BJP) સાથેનું ગઠબંધન તોડીને...
સુરત : શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની (Shukla Pax )પૂર્ણિમાની તિથિએ (Raksha Bandhan )રક્ષાબંધન ઉજવવાની પરંપરા (tradition) છે. આ દિવસે બહેન ભાઈની કલાઈ...
નવી દિલ્હી: નુપુર શર્માને (Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી (Delhi) ટ્રાન્સફર...
પટના: બિહાર(Bihar)ના બીજેપી(BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી(Sushil Modi)એ નીતિશ કુમાર(Nitish kumar) પર મોટો આરોપ(Accusation) લગાવ્યો છે. તેમણે દાવો કર્યો...
ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર વરસાદી (Rain) માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં...
નવી દિલ્હી: ક્રિકેટ (Cricket) ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો (New Zealand) ક્રિકેટ સ્ટાર અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ...
નવી દિલ્હી: ભારતે(India) ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)ની બેઠક (Meeting)માં આતંકવાદ (Terrorism)નો મુદ્દો મજબૂત રીતે ઉઠાવ્યો છે....
નવી દિલ્હી: વીતેલા એક વર્ષમાં ભારતમાં મોંઘવારી (Inflation) ચિંતાજનક હદે વધી છે. એક વર્ષમાં ખાણી-પીણીની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. સરકારના (Indian Government)...
મુંબઈ: આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) ફિલ્મ (Film) લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) રિલીઝ (Release)...
નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) ટેસ્લાના (Tesla) 7 બિલિયન ડોલરના શેર (Shares) વેચ્યા છે. અગાઉ એપ્રિલમાં મસ્કે 8.5...
નવી દિલ્હી: ક્રિકેટ જગત(Cricket World)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયર્સમાં સામેલ સાઉથ આફ્રિકા(South Africa)ના ભૂતપૂર્વ અમ્પાયર(Umpire) રુડી...
બિહાર: JDU નેતા નીતિશ કુમારે(Nitish Kumar) 8મી વખત બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(CM) તરીકે શપથ(Oath) લીધા છે. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને બિહારના...
સુરત(Surat): ગુજરાત (Gujarat) રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) ભણકારા વાગી રહ્યાં છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે,...
આણંદ : બોરસદ નગરપાલિકાના સફાઇ કામદારો હડતાલ પર ઉતરતાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાઇ ગયાં છે. હજુ ગયા સપ્તાહે જ સત્તાધીશોની આંતરિક...
મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાનું સામે...
સુરત : જો કોઇ પતિ પત્ની(Wife)ની હાંસી(Fun) ઉડાવી, તેણીની ગરીમાનું અપમાન(humiliation) કરી તેનું સન્માન ન કરે તો તેને પણ જાતિય હિંસા(Sexual violence)...
ખાનપુર: મહિસાગર જિલ્લામાં મંગળવારે વિશ્વ આદિવાસી દિવસની સંતરામપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરા વેશભૂષા, ઢોલ, શરણાઇ, તલવાર અને બંડી પાઘડી...
અમદાવાદ: આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે ખેલાડીઓને શાબાશી આપવાના બદલે કોંગ્રેસના એક મહિલા નેતાએ પ્રાંતવાદનું રાજકારણ...
સાવલી: ડુપ્લીકેટ પોલીસ બનીને રેડ કરવા ગયેલ આરોપી નવઘણ ભરવાડ ડેસર પોલીસ મથકે ઝડપી લીધો હતો. ઉદલપુરમાં જુગાર ધામ ઉપર ડુપ્લીકેટ પોલીસ...
વડોદરા: તદ્દન સામાન્ય ઘરેલું વાતોમાં પત્નીને પારાવાર ટોર્ચર કરતા બેકાર પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ મધરાત્રે કરપીણ હત્યા કરી નાખતા સનસનાટી મચી...
મુંબઈ: અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) હાલમાં તેની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન'(Raksha Bandhan)ના પ્રમોશન(promotion)માં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન(Film Director) આનંદ એલ રાય(Anand L...
વડોદરા: નિઝામપુરા ખાતે આવેલ જય કોમ્પલેક્ષમાં મધરાત્રે ત્રાટકેલા ચોરે ત્રણ દુકાનના તાળા તોડ્યા હતા. જય કોમ્પલેક્ષમાં આવેલી જય પેથોલોજી અને નટરાજ મેડિકલ...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ જતા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ભારદારી વાહનોના...
સુરત(Surat) : દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની (AzadikaAmrutMahotsav) જોરશોરથી ઉજવણી (Celebration) ચાલી રહી છે ત્યારે સુરતના વરાછાની ખ્યાતનામ હીરાની કંપનીએ આ ઉત્સવમાં...
વિશ્વમાં એકસો ચાળીસ કરોડ નાગરિકો ધરાવતો વિરાટ ભારત દેશ પ્રજાસત્તાક રાજતંત્ર તરીકે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ભાષાવાર રાજય રચના સાથે...
સાહેબે કીધું છે કે આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થાય છે એટલે અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે ઘરે ઘરે ત્રિરંગા ફરકાવવામાં આવે.પ્રજા મોંઘવારી...
અસલ સુરતીઓ નાળિયેરી પૂનમના બીજે દિવસે બળેવની ઉજવણી કરે છે.પહેલા સુરત, કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું.પડવાના દિવસે રક્ષાબંધનના તહેવારનો માહોલ કંઈક અનેરો...
દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, જેની પાછળ ટેક્ષનો અતિરેક જવાબદાર છે. સરકારી ખર્ચાઓ બેફામ વધી રહ્યા છે, જેને પહોંચી વળવા સરકાર લોકો...
ટ્રમ્પની ધમકી: આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરીશું, ખાર્ગ ટાપુ અમારું થશે
શિક્ષણ સમિતિના 300થી વધુ નિવૃત ચોથાવર્ગ કર્મચારીઓનું પેન્શન એક વર્ષથી બંધ
પ્રેમસંબંધમાં અંધ બનેલા પિતરાઈ ભાઈએ ભાઈની કરી હત્યા, લાશના ટુકડા કરી ચેકડેમ પાસે દાટી દીધી
શું TMC કોંગ્રેસમાં વિલય કરવા માટે તૈયાર છે? કલાકો સુધી ચાલેલી બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો
જંબુસરના વેડચ ગામની મહિલાનું કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ મોત
કારેલીબાગમા વૃદ્ધના ગળામાંથી રૂ.1 લાખની સોનાની ચેઇન ઝૂંટવી મહિલા સહિત બે જણા ફરાર
ઇન્સ્ટાગ્રામથી ChatGPT સુધી ખતરો, શું છે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક? હેકરો કેવી રીતે ચેટબોટ્સને બનાવે છે નિશાન?
ઇન્સ્ટાગ્રામ લાવ્યું ‘Your Algorithm’, રીલ્સથી ફીડ સુધી મળશે કસ્ટમાઇઝેશન
MP: ભાજપે રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતી, કોંગ્રેસના નટરાજનના નામાંકન અંગે SCમાં કાલે સુનાવણી
પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાની આશંકા, ક્રૂડ ઓઇલ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે
GCAS સિસ્ટમમાં ખામી : MSUની આર્ટ્સ ફેકલ્ટી દ્વારા મેન્યુઅલ વેરિફિકેશન
પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી: પાલિકાની કચેરી સામે જ પડ્યો ભુવો, રહીશોમાં ભારે રોષ
સંભોઈ ગામના ૩૮ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત, પરિવારમાં ભારે અરેરાટી
AIના કારણે વધી રહ્યા છે હાઈટેક કૌભાંડો, ભારતીય બેંકિંગ સેક્ટર એલર્ટ મોડમાં, 84% ભારતીય બેંકોને ભારે ફટકો
શત્રુઘ્ન સિંહા મુશ્કેલ સમયમાં મમતાની સાથે રહેશે, કહ્યું-દીદીએ મારા સંકટ દરમિયાન મને ટેકો આપ્યો
રોહિત શર્મા રચશે ઇતિહાસ, 37 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડવાની તૈયારી
પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં વડોદરામાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
ચોમાસાની ગતિ ધીમી, 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું ચોમાસું, દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
‘અભિષેકને પસંદ કરો અથવા મને’, મમતાના નજીકના સહાયક કલ્યાણ બેનર્જીએ અલ્ટીમેટમ આપ્યું
ઓમાન તટ પર ભારતીય ક્રૂ સાથેના જહાજ પર સતત બીજા દિવસે હુમલો, MT જલવીરમાં આગ
‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’, સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો
સયાજી હોસ્પિટલના ICUમાં સેન્ટ્રલાઈઝ્ડ AC ઠપ, ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, કામચલાઉ 5 આઉટર એસી લગાવાયા
19 વર્ષથી પોલીસને ચકમો આપતો રૂ.1.63 કરોડની બેંક છેતરપિંડીનો મહાઠગ આખરે ઝડપાયો
ભારત-બાંગ્લાદેશ સરહદે તણાવ, ઘૂસણખોરને લઈને બંને બાજુ પથ્થરમારો
ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર રાઉલજીને સસ્પેન્ડ કરવા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત
મણિપુરમાં 6 નાગા નાગરિકોની હત્યાથી તણાવ, નાગા સંગઠનોએ બંધનું એલાન આપ્યું
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: બી.જે. મેડિકલ કેમ્પસમાં આજે પણ ગુંજે છે એ ભયાનક દિવસની ચીસો
મહિલા T-20 વર્લ્ડ કપનો આજથી મહાસંગ્રામ, 14 જૂને પાકિસ્તાન સામે ભારતની પ્રથમ મેચ
ATKTના કારણે વર્ષ બગડવાની ભીતિ: NSUIએ કોમર્સ વિદ્યાર્થીઓ માટે વિશેષ પરીક્ષાની કરી માંગ
જાંબુઆ બાયપાસ પાસે પ્લાયવુડના ગોડાઉન નજીક કચરાના ઢગમાં ભીષણ આગ,તંત્રમાં દોડધામ
સુરત: સુરત (Surat) જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ (Police) સેવા સુલભ બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનથી (Mangrol Police Station) વિભાજિત કરાયેલા ઝંખવાવ (Zankhwav) ખાતેના ઝંખવાવ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઝંખવાવ પોલીસ સ્ટેશન હેઠળ વાંકલ આઉટ પોસ્ટના 7 અને ઝંખવાવ આઉટપોસ્ટના 13 મળી કુલ 20 ગામોના નાગરિકોને ફાયદો થશે. નવું પોલીસ સ્ટેશન બનતા માંગરોળ પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે આ વિસ્તારમાં શાંતિ અને સલામતી વધુ સુદ્રઢ બનશે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં ઝંખવાવ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી,
દેશમાં ગુજરાત રાજ્યને સર્વશ્રેષ્ઠ બનાવવા પોલીસ તંત્ર સજાગ-સતર્ક છે. છેલ્લા 20 વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ગુજરાત રાજ્ય નંબર વન બન્યું છે એમ જણાવી પ્રાચીન વિરાસતને સાચવવામાં અને આઝાદીની લડતમાં દેશના આદિવાસી બાંધવોએ આપેલા યોગદાન અને બલિદાનને સંઘવીએ સ્મરણ કર્યું હતું.
ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સામાન્ય ગુનાઓમાં ફસાયેલા ગુનેગારો સાથે નૈતિક જવાબદારી પૂર્ણ વ્યવહાર થાય તે ઈચ્છનીય છે. સુરત રેન્જ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ગામદૂત યોજના’ અંતર્ગત પોલીસ તમામ ગામો સુધી પહોંચી પોલીસ મિત્ર તરીકેની ફરજ અદા કરશે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે એમ જણાવી ગુજરાતમાં અનેક કિસ્સાઓ ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલાય છે ત્યારે પોલીસ વિભાગની નવી પહેલ સમાન વાહન અને મોબાઈલ ચોરીના કેસોમાં ઈ-એફઆઈઆરના પ્રોજેક્ટના ફાયદા અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, દેશની બાહ્ય સુરક્ષાની સાથોસાથ રાજ્યની આંતરિક સુરક્ષા પણ જરૂરી છે. વાર-તહેવાર હોય તો પણ પરિવારજનો અને પોતાની ખુશીઓના ભોગે પણ ફરજ પર મક્કમ રહેતા પોલીસકર્મીઓ પ્રજાના સાચા રક્ષક છે. ઝંખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે એમ વસાવાએ ઉમેર્યું હતું.
ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જણાવ્યું કે, 65 થી વધુ ગામ ધરાવતો માંગરોળ તાલુકો આજે વેપારનું કેન્દ્ર બિંદુ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં 2000 થી પણ વધુ ઉદ્યોગો સ્થાપિત થયા છે. વર્ષોથી નવા પોલીસ સ્ટેશનની માંગણી રાજ્ય સરકારે સ્વીકારી તેના પ્રતિકરૂપે આજે ઝંખવાવ પોલીસ સ્ટેશન જનસમર્પિત થયું છે, જે આમજનતા માટે ન્યાય મેળવવાના પ્રથમ પગથીયા સામન બની રહેશે. આ પ્રસંગે સુરત રેન્જના એડીશનલ આઈ.જી.પી.ડો.એસ.પી.રાજકુમાર, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી.કે.વનાર, જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી, આસપાસના ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી બહેનોએ ગૃહરાજ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી આશીર્વાદ આપ્યા
આ વેળાએ ભાવનાત્મક સંબંધોના પ્રતિકસમા તહેવાર રક્ષાબંધન નિમિત્તે માંગરોળ તાલુકાની આદિવાસી બહેનોએ ગૃહરાજ્ય મંત્રીને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા. આ બહેનોને સંઘવીએ ભેટ સ્વરૂપે તિરંગા આપીને હરહંમેશ રાષ્ટ્ર સેવામાં તત્પર રહેવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વર્ષ 2021માં શ્રેષ્ઠત્તમ કામગીરીને પ્રસ્તુત કરતા ‘કર્મગ્રન્થ’ પુસ્તકનું મંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. અને વિવિધ ગુનાઓમાં સફળ ઓપરેશન પાર પાડનારા પોલીસકર્મીઓને સન્માનપત્ર એનાયત કરીને બહુમાન કરાયું હતું.