Sports

ધીમે-ધીમે આંગળી ઉંચી કરીને આઉટ આપનાર અમ્પાયર રુડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન

નવી દિલ્હી: ક્રિકેટ જગત(Cricket World)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયર્સમાં સામેલ સાઉથ આફ્રિકા(South Africa)ના ભૂતપૂર્વ અમ્પાયર(Umpire) રુડી કર્ટઝન(Rudy Kurtzen)નું અકસ્માત(Accident)માં મોત(Death) થયું છે. કાર અકસ્માતમાં 73 વર્ષીય કર્ટઝન મોતને ભેટ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે કર્ટઝન ઉપરાંત અન્ય ત્રણ લોકોના પણ આ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત સાઉથ આફ્રિકાના રિવરડેલ નામના વિસ્તારમાં થયો. હતો. રુડી કર્ટઝન વીકેન્ડમાં ગોલ્ડ રમીને કેપટાઉનથી નેલ્સન મંડેલા બેમાં ડેસપેચ ખાતે પોતાના ઘરે જઈ રહ્યા હતા.

મિત્રો સાથે ગોલ્ફ રમવા ગયા હતા
રૂડી કર્ટઝનની પુત્ર રૂડી કર્ટઝન જૂનિયરે જણાવ્યું હતું કે, તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ગોલ્ફ રમવા ગયા હતા અને તેઓ સોમવારે પરત આવવાના હતા. જોકે, તેમણે પોતાની યોજના બદલી હતી અને ગોલ્ડનો વધુ એક રાઉન્ડ રમવાનું નક્કી કર્યું હતું. કર્ટઝને 1981માં પોતાની સફરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 1992માં તેમને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરવાની તક મળી હતી. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી તે દરમિયાન તેમણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. આ પ્રથમ એવી સીરીઝ હતી જ્યારે બેટર્સને રન આઉટ જાહેર કરવા માટે ટીવી રિપ્લેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપની ફાઈનલમાં થર્ડ અમ્પાયર રહ્યા હતા
43 વર્ષની વયે કર્ટઝને પોર્ટ એલિઝાબેથમાં રમાયલી પ્રથમ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા 1992માં તેમને ફૂલટાઈમ અમ્પાયર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પાછળ વળીને જોયું નથી. તેઓ 100 ટેસ્ટ અને 200 વન-ડેમાં અમ્પાયરિંગ કરનારા બીજા અમ્પાયર બન્યા હતા. કર્ટઝન 2003 અને 2007ના વર્લ્ડ કપની ફાઈનલમાં થર્ડ અમ્પાયર રહ્યા હતા. 2010માં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ બાદ તેમણે અમ્પાયરિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ રીતે ખેલાડીઓ આપશે શ્રદ્ધાંજલિ
સાઉથ આફ્રિકન ટીમહાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. સાઉથ બેમાં ડેસ્પેચ ખાતે પોતાના ઘરે એવી સીરિઝ હતી જયારે બેટર્સને આફ્રિકા ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ આપવા માટે સાઉથ આફ્રિકન મેચની સીરિઝ રમશે. હાલમાં તે ઈંગ્લેન્ડ લાયન્સ સામે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. દિવંગત અમ્પાયર કર્ટઝનને શ્રદ્ધાંજલિ ખેલાડીઓએ આપવા માટે બ્લેક આર્મબેન્ડ પહેરવાનું નક્કી કર્યું છે.

Most Popular

To Top