Vadodara

નિઝામપુરામાં એક રાતમાં 3 દુકાનોના તાળા તૂટ્યા

વડોદરા: નિઝામપુરા ખાતે આવેલ જય કોમ્પલેક્ષમાં મધરાત્રે ત્રાટકેલા ચોરે ત્રણ દુકાનના તાળા તોડ્યા હતા. જય કોમ્પલેક્ષમાં આવેલી જય પેથોલોજી અને નટરાજ મેડિકલ સ્ટોરમાં તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ન તૂટતા ચોરે તે જ લાઈનમાં આવેલી ત્રીજી દુકાન બ્લુ લાઈટ પ્રિન્ટ સોલ્યુશનમાં ધાપ મારી હતી. જો કે સમગ્ર ગુનાહિત કૃત્ય ફિલ્મી ઢબે થતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીના કેમેરામાં આબાદ કેદ થઇ ગયા હતા. ચોર બીજી દુકાનેથી ત્રીજી દુકાનની વચ્ચે 60 ફૂટ નું અંતર હતું. શાતીર દિમાગના ચોરે કોઈ જોઇ જવાની બીકે ઉભા થઈને ચાલવાના બદલે આળોટતા આળોટતા 60 ફૂટ જેટલું અંતર કાપીને હાથ અજમાવ્યો હતો, બ્લુ લાઈટ પ્રિન્ટ સોલ્યુશનમાંની દુકાનમાં ચોરી કરતા તસ્કરોએ આશરે રોકડા આઠ થી દસ હજારની ચોરી કરી હતી.

રાબેતા મુજબ સવારે દુકાન માલિક આવીને તૂટેલા તાળા જોતા જ ચોકી ઉઠ્યા હતા અને ચોરીને આશંકાએ તુરંત 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી ફતેગંજ પોલીસ સ્થળ પર આવીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તેમજ સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા અને હાલ આગળની તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્યારે એવું કહી શકાય કે આ જે કોમ્પ્લેક્સ જે આવેલું છે તેની બાજુમાં જ અર્પણ કોમ્પલેક્ષ છે કે જે જ્યાં સવારથી લઈને રાત સુધી ભરચક વિસ્તાર છે ભરચક વિસ્તારમાં આ રીતે ચોરી થવી ત્યાં પોલીસના પેટ્રોલિંગ પર ઘણા સવાલ ઊભા થાય છે.

Most Popular

To Top