Vadodara

દુમાડ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત

વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ જતા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ભારદારી વાહનોના ચાલકોની બેદરકારીના કારણે ધડાકાભેર ટ્રક અથડાતા 18 વ્હિલનો તોતિંગ ટ્રક બ્રીજની રેલિંગ તોડીને આખું કેબિન બ્રિજ નીચે લટકી પડ્યું હતું. અને ટ્રક પડી જવા જેવી પરિસ્થિત સર્જાઇ હતી. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને બંને ટ્રકના ઇજાગ્રસ્ત ડ્રાઇવરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ હાઇવે પર જામ થઈ ગયેલા ટ્રાફિકને દૂર કર્યો હતો. જ્યારે ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકમાં ભારે નુકસાન પહોંચ્યુ હતુ.

જો કે કઇ રીતે આ ટ્રક અથડામણ થયું તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ નંબર 8 હાઇવે સતત ધમધમતો હોય છે. અહીં વાહનોની અવર-જવર સતત ચાલતી રહે છે. ખાસ કરીને ભારે વાહનોની અવર-જવર વધારે રહેતી હોય છે. કોઇ પણ જાતની સ્પીડ લિમિટ ને અવગણીને બેફામ વાહનો હંકારતા વારંવાર ભારે વાહનો વચ્ચે જ આ પ્રકારનાં અકસ્માત સર્જાય ત્યારે ટ્રાફિક જામ થઇ જતો હોય છે. જોકે મુંબઈ દિલ્હીને જોડતા આ હાઇવે પર બારે માસ ભારે વાહનોની અવર-જવર વધારે હોવાને કારણે અન્ય વાહન ચાલકોએ સાવચેતી રાખીને વાહન હંકારવા ખૂબ જરૂરી બને છે.

Most Popular

To Top