સુરત : કોસાડ રોડ પર આવેલી કરિયાણાની દુકાનોમાં ગ્રાહક (Customer) બનીને જઈ તેલના ડબ્બા ચોરી (Stealing) કરતા યુવકને પોલીસે (Police) ઝડપી પાડ્યો...
સુરત: શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી જે.ડી.ગાબાણી કોલેજમાં (College) ગણેશ સ્થાપનાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ (Student) વિરોધ નોંધાવ્યો હતો. કોલેજમાં પંડાલ બનાવી ગણેશ...
સુરત : ડુમસમાં (Dummas) રહેતા દેસાઈ બંધુઓનું કારસ્તાન બહાર આવ્યું છે. ઘોડદોડ રોડ ખાતેની સોસાયટીમાં આવેલા પ્લોટના (Plot) જમીન દલાલ (Land broker)...
સાપતારા : મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ડાંગ દર્શન (Dang Darshan) માટે નીકળેલા સાંગલીનાં મરાઠી પ્રવાસીઓની કાર સાપુતારા-(Saputara) માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં ઉભી કરી...
સુરત : કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને સાળા અને પત્નીએ (Wife) નોકરી (Job) ઉપર જવાનું કહેતા રત્નકલાકારે માઠું લાગી આવતા ઝેર પી મોત...
સુરત : રિંગરોડ પશુપતિ માર્કેટમાં ઉઠમણું કરનાર વેપારી (merchant) ક્યાં છે તેની માહિતી મેળવવા માટે તેના જ કારીગરનું રિંગરોડની આરકેટી માર્કેટમાંથી અપહરણ...
સુરત: શહેરના ઘોડદોડ રોડ પર આવેલા બિશનદયાલ જ્વેલર્સમાં (Jewellers) દોઢ વર્ષથી મુંબઈનો (Mumbai) જે કારીગર દાગીના બનાવી આપતો હતો તેણે જ 1.13...
સાપુતારા : ‘આ કોઈ બિગ બી (Big B) કે કિંગ ખાનની (King Khan) ફિલ્મ ‘ડોન’ ની (Don) વાત નથી. આ તો ડાંગ...
ઉમરગામ : ઉમરગામથી (Umargam) કાલય (Kalaya) દરિયાકિનારે ઓઇલ વેસ્ટ (Oil waste) ટારબોલની કાળી ચાદર પથરાઇ છે. જેથી માછીમારો (Fishermen)તથા પર્યાવરણવાદીઓમાં ચિંતાનું મોજુ...
દુબઇ: ટી-20 ફોર્મેટની અનિશ્ચિતતા અને ભારતીય ઉપખંડમાં તેના થયેલો વિકાસ શનિવારથી શરૂ થતા 2022 એશિયા કપને રોમાંચક બનાવી શકે છે. પાકિસ્તાનના (Pakistan)...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી આવતીકાલ તા.27મી ઓગસ્ટથી બે દિવસ માટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે, તેઓ અમદાવાદ (Ahmedabad) તથા કચ્છની...
પલસાણા: ચલથાણ (Chalthan )ગામે રહેતો એક યુવક ગત રોજ તેના મોપેડમાં (Moped) કરણ ગામેથી પેટ્રોલ (Petrol) પુરાવી ચલથાણ જવા રવાના થયો હતો....
ગાંધીનગર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Project) અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસ (Congress) એક્શન મોડમાં (Action Mode) આવી ગઈ છે. કોંગ્રેસ પ્રજાની વચ્ચે જવા માટે આવતીકાલથી જ...
ગાંધીનગર: આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે શિવ ગોરખનાથ નીલકંઠેશ્વર મહાદેવજીના મંદિરે પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી. આર. પાટીલે બીલીપત્રો ચડાવવા સાથે પૂજા...
મુંબઈ: ક્રિકેટ (Cricket) જગતનું મોટું નામ ઈરફાન પઠાણ હવે એક્ટિંગની (Acciting) દુનિયામાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. ક્રિકેટરની અપકમિંગ તમિલ ફિલ્મ (Film)...
અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar ) તાલુકાના ભડકોદ્રા ગામની (Bhadkodra Village ) આદિત્ય નગરમાં રહેતા જાદવ પરિવારના ઘરને તસ્કરોએ(Robbers) નિશાન બનાવ્યું હતું.અને રસોડાના ભાગની...
નવી દિલ્હી: સૌરમંડળની (Solar System) બહાર એક ગ્રહ મળી આવ્યો છે, જેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ...
મુંબઈ: વેધા બનેલા રિતિક રોશનનો (Hrithik Roshan) ફર્સ્ટ લૂક (First Look) સામે આવતા જ લોકો ફિલ્મ ‘વિક્રમ વેધા’ના ટીઝર-ટ્રેલરની રાહ જોઈ રહ્યા...
સોનગઢ :સોનગઢ (Songar) તાલુકામાં બેડવાણના ભેંસરોટ ગામે દુધ ભરવા ગયેલ શખ્સને ઢોર ચારવા બાબતે બબાલ કરી માર મારનાર (Beating) હુમલાખોર વિરુદ્ધ પોલીસ(Police...
હરિયાણા: ભાજપની (BJP) હરિયાણાની નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ (SonaliPhogatDeath) અંગે ગોવા પોલીસ (Goa Police) તરફથી ચોંકાવનારા ખુલાસા કરવામાં...
દિલ્હી: અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની સરકાર દિલ્હી વિધાનસભામાં(Delhi Assembly) 29 ઓગસ્ટે વિશ્વાસ પ્રસ્તાવ લાવશે. દિલ્હીમાં વિધાનસભાના વિશેષ સત્રને એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં...
મેલબોર્ન: સમુદ્રમાં (Sea) સ્વિમિંગ કરતી વખતે, તમે ઘણીવાર માણસો પર શાર્કના (Shark) હુમલાના (Attack) અહેવાલો સાંભળ્યા હશે. ભવિષ્યમાં, એવું પણ બની શકે...
નવી દિલ્હી: કોરોના સમયગાળા દરમિયાન નોકરીઓ અને કંપનીઓને બચાવવામાં ઘરેથી કામે મોટી ભૂમિકા ભજવી હતી. લોકડાઉન જેવી પરિસ્થિતિઓમાં, જ્યારે લોકો ઘરની બહાર...
સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સૌપ્રથમવાર સુરતની મજૂરાગેટ સ્થિત મહાવીર હોસ્પિટલમાં (Mahaveer Hospital) સફળ હૃદયનું (heart) ટ્રાન્સપ્લાન્ટ (Transplant) કરવામાં આવ્યું હતું. પુણેમાં...
સુરત(Surat) : શહેરના ઘોડદોડ રોડ પર આવેલા બિશનદયાલ જ્વેલર્સમાં અનોખી લૂંટ થઈ છે. જ્વેલરીના શો-રૂમમાં ઘૂસ્યા વિના જ ચીટર કરોડો રૂપિયાના દાગીના...
વારાણસીઃ વારાણસીમાં ગંગા અને વરુણા નદીઓના જળસ્તર વધવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. શહેરના હરિશ્ચંદ્ર અને મણિકર્ણિકા ઘાટ પાણીમાં ડૂબી ગયા...
ગાંધીનગર(Gandhinagar) : ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રાજ્યની પોલીસનો (Police) પગાર (Salary) વધારાની જાહેરાત તો કરી દેવાઈ છે પરંતુ તેનો લાભ હાલ...
સુરતઃ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ વર્ષે સિઝનના પહેલા સ્પેલમાં જ વરસાદે (Rain) ધમધમાટી બોલાવતા ડેમમાં પાણીની આવકમાં સડસડાટ વધારો થયો...
છોટાઉદેપુર: છોટા ઉદેપુરમાં (Chhota Udepur) સાળાએ જ બનેવીની ગોળી મારી હત્યા (Murder) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના...
અયોધ્યા રામ મંદિર દાન ચોરીનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
પૂજા-વિધિના બહાને 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 70 વર્ષીય ઇસમ જેલ ભેગો
મેલબોર્નમાં યોજાનારી ‘Melbourne Meets Modi’ ઇવેન્ટમાં વડોદરાના યોગેશભાઈ અધ્યારૂ લેશે ભાગ.
પેન્શનપુરા-આંબેડકર ચોક સ્લમ એરિયાના રહીશોને મોટું વીજ બિલ આવતા ખળભળાટ
બેબીસીટરથી ખેતમજૂર સુધી: રાજકારણમાં પ્રવેશતા પહેલા વિશ્વ નેતાઓ શું કરતા હતા?
મમતાએ પોતાના ઘરની બહાર ત્રણ લોકોને થપ્પડ મારી: TMC અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ
પુણે અને દિલ્હીમાં ઇમારતો ધરાશાયી: લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
વડોદરામાં ચોમાસાની આફત વચ્ચે તંત્ર સાથે મજાક: મકાન ધરાશાયી થવાનો ખોટો કોલ મળતા દોડધામ
મુંબઈના ભારે વરસાદની અસર વડોદરા સુધી,બે ફ્લાઈટો ડાયવર્ટ કરાઈ
દારૂનો કેસ પતાવવાના નામે ₹50 હજારની લાંચ માંગવી ભારે પડી
આગામી 5 દિવસ મુંબઈ થાણે નાસિક માટે ઓરેન્જ એલર્ટ, પાલઘર નાસિક ઘાટ માટે રેડ એલર્ટ
સુરતમાં મેઘતાંડવે મચાવ્યો હાહાકાર! 20 ઈંચથી વધુ વરસાદે શહેરને ડૂબાડ્યું
મધ્ય પૂર્વમાં ફરી વિનાશના સંકેતો! ટ્રમ્પને ઈરાનનો વળતો પ્રહાર, કહ્યું- અમે સંઘર્ષ માટે તૈયાર
માંજલપુરમાં ચૂંટણીનો શંખનાદ, મુક્ત અને પારદર્શક મતદાન માટે તંત્ર સજ્જ
ગ્રીન ગુજરાતની ગાથા લંડન સુધી પહોંચી, કોટ્યાર્ક ઈન્ડસ્ટ્રીઝને મળ્યો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ
શેરબજારમાં ભારે ભૂકંપ! સેન્સેક્સ 1,600થી વધુ પોઈન્ટ તૂટ્યો,રોકાણકારોની સંપત્તિને મોટો ફટકો
‘હું તેમની સાથે કોઈ સોદો કરવા માંગતો નથી’: ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ સમયનો બગાડ ગણાવ્યો
‘અલ નીનો એટલે ઓછો વરસાદ જ પડે એવું નથી’! જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી, ચોમાસાની ખાધ ઘટીને માત્ર 12% પર પહોંચી
કારેલીબાગમાં વિશાળ લીમડો ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી
વાયનાડની ‘ગ્રે રાઇનો’ ભૂસ્ખલન દુર્ઘટના હર્ષિલથી કેમ અલગ?
ભારે વરસાદની અસર: વંદે ભારત, તેજસ, શતાબ્દી સહિતની પ્રીમિયમ ટ્રેનો રદ
રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખે ચઢાવા ચોરી પર કહ્યું: આ ગંભીર પાપ કરનારને કડક સજા થશે
AI ચેટબોટ્સ બોર થતાં નથી એટલે પતિ, પત્ની કે મિત્રના રૂપમાં સાથીદારને બોર કરશે
‘ભારત જેવા મિત્રો અમારી સાથે છે, અમેરિકા એકલું નથી’ JD વેન્સના નિવેદન પર નેતન્યાહૂનો જવાબ, ઈઝરાયલે ભારતનો કર્યો ખાસ ઉલ્લેખ
ભાયલીના અર્બન-8માં મંદિર મુદ્દે મહાસંગ્રામ: પોલીસ સામે જ બે જૂથ બાખડ્યા, સોસાયટીમાં નાસભાગ
પ્રશાંત કિશોરની એન્ટ્રીથી બિહારની રાજનીતિમાં ગરમાવો
સપોલાને માર્યાના થોડા જ કલાકોમાં માસૂમનું મોત, શું નાગિને ખરેખર બદલો લીધો?
આખરે ખુલી ગયું એન્ટાર્કટિકાના ‘લોહીયાળ ઝરણા’નું રહસ્ય….
આવી રહ્યો છે રૂ.૬૫૦ કરોડનો IPO, જાણો કમાણીની તક અને વિગતો…
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક
સુરત : કોસાડ રોડ પર આવેલી કરિયાણાની દુકાનોમાં ગ્રાહક (Customer) બનીને જઈ તેલના ડબ્બા ચોરી (Stealing) કરતા યુવકને પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. અમરોલી કોસાડ રોડ પર મહાવીરધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પરમાનંદ ગોપાલભાઇ અગ્રવાલ તેમના ઘરની પાસે જ અગ્રવાલ ટ્રેડસ નામે કરિયાણાની દુકાન ધરાવે છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં બે તેલના ડબ્બાની ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 23 ઓગસ્ટે સાંજે દુકાનમાં એક અજાણ્યો સામાન લેવા આવ્યો હતો. પહેલા બે કપાસિયા તેલના ડબ્બા કઢાવી ઓટલા પર મુકાવ્યા હતા.
બાદમાં બીજો સામાન માંગતા દુકાનદાર સામાન લેવા અંદર ગયો એટલીવારમાં તેલના બંને ડબ્બા લઈને ગાયબ થઈ ગયો હતો. દુકાનદારે અમરોલી પોલીસ સ્ટેશનમાં 5 હજારની કિમતના બે તેલના ડબ્બાના ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. દરમિયાન આ સિવાય બીજા પાંચથી વધારે વેપારીઓએ પણ પોલીસમાં તેલના ડબ્બા ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરીને આરોપી મો.અરબાઝ ગુલામ શાબીર શેખ (ઉ.વ.20, રહે.કોસાડ આવાસ) ની ધરપકડ કરી હતી. આરોપી પોતે મોબાઈલ રિપેરીંગનું કામ કરે છે. તે એકલો ગ્રાહક બનીને જતો અને બે તેલના ડબ્બા પહેલા કઢાવતો પછી બીજો સામાન કાઢવાનું કહીને પોતે તેલના ડબ્બા લઈને નીકળી જતો હતો. તેની પાસેથી પોલીસે તેલના 14 ડબ્બા મળી કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
રો-હાઉસ વેચી આવેલા 20 લાખની સામે 44 લાખની ઉઘરાણી કરી બિલ્ડરના ઘરમાં તોડફોડ
સુરત : ગોડાદરામાં એક બિલ્ડરે સાયણમાં આવેલું રો-હાઉસ એક વ્યક્તિને વેચીને તેની સામે 20 લાખ લીધા હતા. આ 20 લાખની સામે ત્રણ વર્ષમાં વ્યાજ સહિત 44 લાખની ઉઘરાણી કરીને બિલ્ડરને માર મારીને તેના ઘરમાં તોડફોડ કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાના લક્ષ્મીપાર્ક રો હાઉસમાં રહેતા શામજીભાઇ માધાભાઇ બલદાણીયા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. સને-2018માં શામજીભાઇએ સાયણ વેલંજા પાસે એવરવિલા રો હાઉસનું આયોજન કર્યું હતું અને તેમાંથી રો હાઉસ નં. 87 તેઓએ કિશોરભાઇ પેઢલીયાને આપ્યું હતું. 2018માં જ કિશોરભાઇને રૂપિયાની જરૂર પડતા તેઓએ શામજીભાઇને કહીને રો-હાઉસ વેચવા કહ્યું હતું. દરમિયાન શામજીભાઇએ આ રો હાઉસ કાનપુર વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા દિનેશ કરશનભાઇ મકવાણાને 20 લાખમાં દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ દિનેશને પણ રૂપિયાની જરૂર પડી હતી અને તેને શામજીભાઇને કહીને રૂપિયા માંગ્યા હતા, શામજીભાઇએ પોતાના ભાણીયાના નામે લોન લઇને રૂપિયા ભેગા કર્યા હતા, ત્યાં જ આ દિનેશ મકવાણા આવ્યો અને શામજીભાઇને કહ્યું કે, મારે હવે મકાન જોઇએ છે, રૂપિયા તમે તમારી પાસે રાખો.
આ વાતને બે વર્ષ થઇ ગયા બાદ એટલે કે 2021માં દિનેશભાઇ અને ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા તેનો ભાગીદાર અરવિંદ નન્નાભાઇ છોટાળાએ જણાવ્યું કે, હવે અમારે મકાન જોઇતુ નથી તમે અમને અમારા 20 લાખનું 42 મહિનાના 3 ટકાના વ્યાજ સાથે રૂા.44 લાખ આપી દેવા જણાવ્યું હતું. શામજીભાઇએ આ રૂપિયા આપવાની ના પાડતા દિનેશ, તેનો ભાગીદાર અરવિંદ અને અન્ય એક યુવક નામે હરેશ ધીરૂ બલદાણીયા આવ્યો હતો અને તેઓએ રૂપિયાની ઉઘરાણી કરીને શામજીભાઇને માર મારીને તેઓના ઘરનો બારીનો કાચ તેમજ દરવાજો તોડી નાંખ્યો હતો. બનાવ અંગે શામજીભાઇએ ત્રણેયની સામે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.