Dakshin Gujarat

ચલથાણ ગામના યુવકને કરણ કટ ગામે નડયો અકસમાત: ઘટના સ્થળે નીપજ્યું મોત

પલસાણા: ચલથાણ (Chalthan )ગામે રહેતો એક યુવક ગત રોજ તેના મોપેડમાં (Moped) કરણ ગામેથી પેટ્રોલ (Petrol) પુરાવી ચલથાણ જવા રવાના થયો હતો. ત્યારે કરણ ગામે હાઇવે પર આવેલા કટ પરથી પસાર થતી વખતે એક ટ્રકચાલકે (Truck Driver) ટક્કર (Hit) મારતા યુવકનું મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસમાતને પગલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.ઘટનાને લઇ હાલ પોલીસે અકસ્માત મૃત્યનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

ટ્રકચાલક યુવાન તેમજ મોપેડને ૨૦૦ મીટર સુધી ઘસડી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ચલથાણ ગામે ભરતનગરમાં રહેતા અનીલ નામદેવ ચૌહાણ ભરતનગરમાં જ ટેલરની દુકાન ચલાવે છે. તેમને ત્યાં છેલ્લા કેટલાક સમયથી કામ કરતો દુકાનમાં જ રહેતો કારીગર રાહુલ જે. વર્મા (ઉં.વ.૨૩) ગુરુવારે મોટી રાત્રે દુકાનેથી મોપેડ લઇ ચલથાણ ગામે નીકળેલી ગણેશજીની શોભાયાત્રા જોઇ ક૨ણ ગામે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી ચલથાણ ગામે તેની દુકાને આવી રહ્યો હતો. ત્યારે કરણ ગામના કટ પર મુંબઇ તરફથી અમદાવાદ તરફ જતી ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોપેડને અડફેટે લેતાં મોપેડ સહિત યુવાન ટ્રક નીચે ફસાઇ જતાં ટ્રકચાલક યુવાન તેમજ મોપેડને ૨૦૦ મીટર સુધી ઘસડી ગયો હતો. મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં મોપેડચાલકનું મોત નીપજ્યું હતું. ત્યારે ટ્રકચાલક ટ્રક ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો. આ ઘટના અંગે પસલાણા પોલીસને જાણ થતાં પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

બારડોલી રેલવે સ્ટેશન પાસે રેલવેલાઇન નજીક વૃદ્ધનો આપઘાત
બારડોલી: બારડોલીના રેલવે સ્ટેશન મુકામે ભુસાવળથી સુરત તરફ જતી ટ્રેન નીચે ઝંપલાવી કચડાઈને મૃત્યુ પામેલી હાલતમાં જણાતી આશરે ૬૫ વર્ષીય પુરુષની લાશ મળી આવી હતી. સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ફોટા અને વિગત વાયરલ કરવા સાથે રેલવે પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી જલગાંવ નગરપાલિકાની ઝાંખા લખાણવાળી પાવતી મળી આવતાં પોલીસે જલગાવ મુકામે સંપર્ક કરતાં મૃતક જલગાંવનો રહીશ હોવા સાથે તેનું નામ સલીમ ઈમામ બાગવાન હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top