Gujarat

છોટા ઉદેપુર: બહેને પ્રેમ લગ્ન કરી લેતા ભાઈએ બનેવીને ગોળી મારી, 8 માસની ગર્ભવતી બહેન વિધવા બની

છોટાઉદેપુર: છોટા ઉદેપુરમાં (Chhota Udepur) સાળાએ જ બનેવીની ગોળી મારી હત્યા (Murder) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકામાં ઘુટણવડ ગામે બહેનના (Sister) પ્રેમ લગ્નથી (Love Marriage) નાખુશ ભાઈએ (Brother) બનેવીની (Brother-in-law) ગોળી મારી નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખી હતી. ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હત્યારા સાળાની ધરપકડ કરી હતી.

ગુરુવારે મોડી સાંજે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકાના ઘુટણવડ ગામે હત્યાનો ખુની ખેલ ખેલાયો હતો. બહેનના પ્રેમલગ્નથી નારાજ ભાઈ સચિને ગુસ્સામાં આવી ગતરોજ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતી મુજબ ઘુટણવડ ગામના સુનિલભાઈ શંકરભાઈ રાઠવાએ બાજુના જ કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમપંખીડાએ આશરે દોઢેક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જો કે પરિવારે યુવતીના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દીધા હતા. પરંતુ યુવતી પોતાના પ્રેમીને પાવમા પોતાના પતિના ઘરેથી આવી તેના પ્રેમી સુનિલ જોડે રહેવા લાગી હતી. યુવતીને 8 માસની ગર્ભવતી છે. તેના આ પગલાથી નાખુશ ભાઈને બહેન અને તેનો પ્રેમી સુનિલ આંખમાં ખૂંચતા હતા.

યુવતી તેના પ્રેમી સાથે કોર્ટ લગ્ન કરી પોતાનું સુખી દાંમ્પત્યજીવન ગુજારી રહી હતી. એક તરફ યુવતીનો ભાઈ ગુસ્સામાં લાલ પીળો થઈ રહ્યો હતો. અકળાયેલા ભાઈએ તેના બનેવીને સબક શીખવવા માટે પોતાના પિતાના બંદૂક લઈ બનેવીને મારવા નીકળી પડ્યો હતો. ઘૂટણવડ ગામે પહોંચી બનેવીને ગાળો બોલી બૂમાબૂમ કરી મૂકી હતી. આ સાંભળી સુનિલ અને તેની પત્ની ઘરની બહાર દોડી આવ્યા હતા. ભાઈના હોથમાં બંદૂક જોઈ સુનિલ ગભરાઈને ખેતરમાં દોડી ગયો હતો. જ્યાં સચિન પણ બંદૂક લઈ તેની પાછળ દોડ્યો હતો. સચિને તેના બનેવી સુનિલને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આટલું જ નહીં ગોળી માર્યા બાદ તેનો ગુસ્સો શાંત પડ્યો ન હતો અને તે બંદૂકના પાછળનો ભાગ સુનિલના માથામાં અને શરીર પર મારવા લાગ્યો હતો. ત્યાર બાદ ઘાયલ સુનિલે ખેતરમાં જ દમ દોડી દીધો હતો.

આ વાતની જાણ સુનીલના પરિજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સુનિલની લાશને કબજે લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. સુનિલનો હત્યારો સચિનને પોલીસે પકડીને જેલમાં ધકેલ્યો હતો. હથિયારની મળતી માહિતી મુજબ સચિનના પિતા અંદરસિંગભાઈ રાઠવા બી.એસ.એફ.માં ફરજ બજાવે છે. તેમણે ખેતરમાં પાક રક્ષણ માટે હથિયાર ઘરે રાખ્યું હતું. આ હથિયારનો ઉપયોગ તેમના પુત્ર સચિને પોતાના બનેવીની હત્યા કરવા માટે કર્યો હતો.

Most Popular

To Top