Madhya Gujarat

દાહોદમાં મતદાન કરવા વૃદ્ધજનોએ પણ ઉત્સાહ બતાવ્યો


*૯૪ વયના ઉંમરના ચંદન બાબુ જૈન મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા*

લોકસભા સામાન્ય ચૂંટણીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નિભાવતા વૃદ્ધોએ પણ ઘણો ઉત્સાહ બતાવ્યો છે. દાહોદમાં ૯૪ વયના ઉંમરના ચંદન બાબુ જૈન મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. ચાલવા માટે પણ અક્ષમ એવા ચંદન બાબુએ પોતાના પરિવારના ભવિષ્ય નિર્માણ માટે મતદાન મથકે જઈને મતદાન આપવાની ઈચ્છા દર્શાવી હતી. તેઓએ મતદાન મથકે વ્હીલચેરની મદદ થકી પોતાનો અમૂલ્ય મત આપી આ રાષ્ટ્રીય પર્વમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.

ભાજપના ઉમેદવારે પરિવાર સાથે મતદાન કર્યું


દાહોદ ના સાંસદ ના ઉમેદવાર જસવંત સિંહ ભાભોર એ તેમના વતન સીગવડ મા તેમના માતા પિતા ના આશિર્વાદ લઈ તેમનો વોટ ફેમેલી સાથે મતદાન મથક પર આવી મતદાન કર્યું હતું અને કહ્યું કે મોદી સાહેબ ના વિકાસ ને જનતા એ સવીકાર્યો છે અને આ વખતે 400 પાર સીટો અમો જીતીશુ તેવો વિશ્વાસ જતાવ્યો હતો

Most Popular

To Top