SURAT

દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર મહાવીર હોસ્પિટલમાં હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સૌપ્રથમવાર સુરતની મજૂરાગેટ સ્થિત મહાવીર હોસ્પિટલમાં (Mahaveer Hospital) સફળ હૃદયનું (heart) ટ્રાન્સપ્લાન્ટ (Transplant) કરવામાં આવ્યું હતું. પુણેમાં બ્રેઇનડેડ (Braindead) જાહેર થયેલા આ યુવકનું હૃદયથી પુણેથી (Pune) ચાર્ટડ ફ્લાઇટમાં સુરત લાવીને સુરતમાં જ 35 વર્ષિય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ઉપરાંત મૃતકના શરીરનાં અન્ય અંગોને પુણેની હોસ્પિટલમાં જ બે વૃદ્ધમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોવાની વિગતો મળી છે.

પુણેના યુવકને બ્રેઇનડેડ ઘોષિત કરવામાં આવ્યો હતો
મહાવીર હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુણેના ચીખલીમાં રહેતો 28 વર્ષિય યુવક રિક્ષા હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જન્માષ્ટમીના દિવસે આ યુવકને માર્ગ અકસ્માત નડ્યો હતો, તેના મિત્રોએ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરતાં ડોક્ટરોએ તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. અને ત્યારબાદ ટૂંકી સારવાર બાદ યુવકને બ્રેઈનડેડ ઘોષિત કરવામાં આવ્યો હતો.ઘટનાને લઇ યુવકનો પરિવાર પહેલેથી શોકમાં હતો તો બીજી બાજુ તેના બ્રેઈનડેડ થયાની જાણકારી મળતા જાણે યુવકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.જોકે આ બાબતે યુવકના પરિવારને જાણ કરીને મૃતકના શરીરનાં અંગોનું દાન કરવા સમજ આપવામાં આવી હતી. પરિવારની સંમતિ બાદ મૃતક યુવકના હૃદયને કાઢીને ચાર્ટડ ફ્લાઇટ મારફતે સુરતની મહાવીર હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.ત્યારબાદ તબીબોએ સર્જરીની પ્રક્રિયા માટે તબીબોની ટિમ સંપૂર્ણ સજ્જ થઇ હતી.બધા જ ટેસ્ટિગ કાળજી પૂર્વક કર્યા બાદ તબીબોની ટીમે તુરંત સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો.

હાર્ટની જટિલ સર્જરી પાંચ કલાક સુધી ચાલી હતી
અહીં સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ યુવકને પણ હાર્ટ ટ્રાન્સપલન્ટની જરૂર હોઈ એવામાં મહારાષ્ટ્રના પુણેથી લાવવામાં આવેલ હૃદય સુરતના જ એક 35 વર્ષિય યુવકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ સર્જરીનો સમય બુધવારે વહેલી સવારે નક્કી થયા બાદ સુરતની મહાવીર હોસ્પિટલમા હાર્ટની સફળ રીતે સર્જરી કરવામાં આવી હતી. મહાવીર હોસ્પિટલના ડોક્ટરોએ લગભગ પાંચ કલાક સુધી આ સર્જરી કરીને સફળ ઓપરેશન કર્યું હતું. દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર આ પ્રકારની સર્જરી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.સર્જરી વિષે વધુમાં જાણવા મળ્યા મુજબ પુણેના યુવકના ફેંફસાં તેમજ અન્ય અંગો પુણેની હોસ્પિટલમાં જ બે વૃદ્ધોના શરીરમાં ટ્રાન્સફર કરી તેમને પણ નવજીવન આપવામાં આવ્યું હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ રહી છે.

Most Popular

To Top