Entertainment

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ લગ્ન કર્યા!, કહ્યું તેની પાસે મારું દિલ છે…

મુંબઈ: નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandana) તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. રશ્મિકાની લવ લાઈફ અંગે પણ અવાર નવાર સમાચારો આવતા રહે છે. આમ તો તેનું નામ સાઉથના એકટર (South Actor) વિજય દેવરકોંડા સાથે જોડાયેલું છે. જોક હાલમાં રશ્મિકા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. રશ્મિકાએ જાતે એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન અંગે ખુલાસો કર્યો છે.

ચાહકોના દિલ પર રાજ કરનારી અને નેશનલ ક્રશ રશ્મિકાએ ગુપચૂપ રીતે લગ્ન કરી લીધા છે. જો કે તેણે વિજય દેવરકોંડા સાથે નહિં પણ કોઈ બીજા સાથે લગ્ન કર્યા છે. આ ખુલાસો રશ્મિકાએ જ એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. આ ખુલાસાથી તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.

એકટ્રેસે આ અંગે ખુલાસો આપતા કહ્યું કે તેણે અનીમેનાં કેરેક્ટર નરુટો સાથે લગ્ન કરી લીધા છે. એકટ્રેસની આ વાત સાંભળીને સૌ કોઈ હસવા લાગ્યા હતા. જો કે વધુમાં રશ્મિકાએ કહ્યું કે નરુટો પાસે મારું દિલ છે. તે મારું પ્રિય કેરેકટર છે. મેં તે કેરેકટર સાથે લગ્ન કરી લીધા છે.

જણાવી દઈએ કે જાપાની એનિમે સીરિઝ ‘નરુતો’ અને નરુતો શિપુડેનનું મુખ્ય પાત્ર ઘણાં લોકો માટે ઈમોશન છે અને આ લિસ્ટમાં રશ્મિકા મંદાન્નાનું નામ પણ સામેલ છે. આ સાથે રશ્મિકાએ એનીમ કેરેક્ટર ‘હિનાતા’ જેવી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને તેના વાળમાં પર્પલ કલર કરવાની વાત પણ કહી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાના આગામી સમયમાં રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’માં જોવા મળશે. તેની ફિલ્મ 11 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, શક્તિ કપૂર અને તૃપ્તિ ડિમરી જેવા કલાકારો છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ઉપરાંત તે પુષ્પા-2માં પણ જોવા મળશે.

Most Popular

To Top