Dakshin Gujarat

ઉમરગામના દરિયામાં ઓઇલની કાળી ચાદર : માછીમારો અને પર્યાવરણ વાદીઓમાં ચિંતાનું વાતાવરણ

ઉમરગામ : ઉમરગામથી (Umargam) કાલય (Kalaya) દરિયાકિનારે ઓઇલ વેસ્ટ (Oil waste) ટારબોલની કાળી ચાદર પથરાઇ છે. જેથી માછીમારો (Fishermen)તથા પર્યાવરણવાદીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જાણ થતા જ જીપીસીપીની ટીમે સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે સ્થાનિક ગ્રામ પંચાયત તથા નગર પંચાયતે દરિયા કિનારે (Seashore) સફાઈની કામગીરી પણ હાથ ધરી હતી.

તંત્ર પગેરૂ મેળવવામાં નિષ્ફળ
સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ દેહરી ગોવાડા ઉમરગામ નારગોલથી કાલય સુધી દરિયા કિનારે ઓઈલ વેસ્ટના ગઠ્ઠા ટારબોલની કાળી ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ચોમાસામાં મોટી ભરતીના પાણી સાથે આ પ્રમાણેના ઓઇલ વેસ્ટ તણાઈને કિનારે આવેલા જોવા મળ્યા હતા. દરિયા કિનારે લોકોએ ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં કિનારે ઓઇલ વેસ્ટ તણાઈને આવતું હોવા છતાં તંત્ર પગેરૂ મેળવવામાં નિષ્ફળ નિવડ્યું છે. જેથી માછીમારો અને પર્યાવરણ વાદીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આનાથી દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

  • પંચાયતે દરિયા કિનારે સફાઈની કામગીરી પણ હાથ ધરી
  • દરિયા કિનારે ઓઈલ વેસ્ટના ગઠ્ઠા ટારબોલની કાળી ચાદર પથરાયેલી જોવા મળી
  • તંત્ર પગેરૂ મેળવવામાં નિષ્ફળ નિવડ્યું

માછીમારો અને પર્યાવરણ વાદીઓમાં ચિંતાનું વાતાવરણ
ઉમરગામ નારગોલના દરિયા કિનારે ઓઇલ વેસ્ટ ટારબોલની કાળી ચાદર પથરાયેલી હોવાની જાણ થતા જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સરીગામ કચેરીના અધિકારી કર્મચારીઓ દોડી આવી સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારી દ્વારા નારગોલ દરિયા કિનારે તથા ઉમરગામ નગરપાલિકા દ્વારા દરિયા કિનારે ઓઇલ વેસ્ટ ટારબોલ હટાવવા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top