National

સોનાલી ફોગાટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે, આવી હતી હાલત

હરિયાણા: ભાજપની (BJP) હરિયાણાની નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ (SonaliPhogatDeath) અંગે ગોવા પોલીસ (Goa Police) તરફથી ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સોનાલી ફોગાટને લિક્વિડને મિક્સ કરી ડ્રગ્સ (Drugs) પીવડાવવામાં આવ્યું હતું. ડ્રગ્સના નશામાં લથડિયા ખાતા સોનાલી ફોગાટના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ગોવા પોલીસ દ્વારા આ ખુલાસા કરાયા છે.

ગોવાના આઈજી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે, સોનાલી ફોગાટના ભાઈની ફરિયાદને પગલે હત્યાનો કેસ દાખલ કરાયો હતો. કેસ નોંધ્યા બાદ સોનાલી ફોગાટના પીએની ધરપકડ કરી પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં એવી વિગતો બહારઆવી હતી કે સોનાલી ફોગાટને બળજબરથી કોઈ પદાર્થ અપાયો હતો, તેથી બોડીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં સોનાલી ફોગાટને ડ્રીન્કમાં ડ્રગ્સ અપાયું હોવાનો ખુલાસો થયો હતો.

આઈજી ઓમવીર સિંહે કહ્યું કે, સોનાલી ફોગાટને જબરદસ્તી ડ્રગ્સ પીવડાવાયું હતું. તેની તબિયત બગડતા લથડિયા ખાતા તેને રૂમ સુધી લઈ જવાઈ હતી. દાદર પાસે તે પડી પણ હતી. સવારે 4.30 કલાકે તેને હોંશ આવ્યો ત્યારે આરોપી પીએ તેને ટોઈલેટમાં લઈ ગયો હતો. આ બે કલાક દરમિયાન શું થયું તેનો જવાબ હજુ મળ્યો નથી. નાલીના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે. મોત બાદ તેનું શરીર વાદળી પડી ગયું હતું. તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર કરાયા
ભાજપ નેતા(BJP Leader) અને ટિકટોક સ્ટાર(Tiktok Star) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના આજે અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવ્યા હતા. તેની પુત્રી(Daughter) યશોધરાએ તેના પિતરાઈ ભાઈ સાથે મુખાગ્ની આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ‘સોનાલી અમર રહે’ના નારા લગાવ્યા હતા. સોનાલી ફોગાટને શ્રદ્ધાંજલિ આપવા બીજેપી નેતા કુલદીપ બિશ્નોઈ પણ પહોંચ્યા હતા. આ પહેલા પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ધૂનદૂર ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોનાલી 22 ઓગસ્ટની સવારે ગોવાના એક રિસોર્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રિવારની ફરિયાદ બાદ કાર્યવાહી કરતા પોલીસે સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના ભાગીદાર સુખવિંદરની ધરપકડ કરી હતી. આ દરમિયાન સોનાલીના સાળા કુલદીપે સુધીર સાંગવાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે કુલદીપે ગુરુગ્રામમાં એક ફ્લેટ ભાડે લીધો હતો જેમાં સોનાલીને તેની પત્ની કહેવામાં આવી હતી.

Most Popular

To Top