Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત (limbyat)વિસ્તારમાં એક નિષ્ઠુર માતાએ બાળકી(girl)ના જન્મ (Born)ના ૩ જ કલાકમાં તેને કચરાના ઢગલાંમાં નાખી દેતા મોતને ભેટી હતી. માસુબ બાળકીનો મૃતદેહ (Corpses) કચરાના ઢગલા પર પડેલો હતો. આ મામલે પોલીસને જાણ કરવાના બદલે લોકો વિડીયો અને ફોટો બનાવી રહ્યા હતા. જે ખુબ શરમજનક બાબત છે.

ઘટનાની વિગતે વાત કરીએ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગણેશ નગર 1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપર મુખ્ય માર્ગની સાઇડ ઉપર આવેલા કચરાના ઢગલામાંથી એક તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકી પેપરની અંદર વિટળાયેલી હાલતમાં હતી. તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. જેથી તેઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા.

બાળકી ત્યજી દેવા મામલે તપાસ
જો કે આ બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે, આ નવજાત બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા માટે આ કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસને જાણ કરવાના બદલે લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા : સિક્યુરિટી ગાર્ડ
એક સિક્યુરિટી ગાર્ડ તે સમયે રીક્ષામાં ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેઓએ લોકોના તોલા જોઈને રીક્ષા ઉભી રાખી હતી. ટોળામાં લોકો પાસે જઈને જોતા બાળકીને જોઈ હતી. જેથી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. સિક્યુરિટી ગાર્ડએ જણાવ્યું હતું કે તેઓ નોકરી પરથી છૂટ્યા બાદ રિક્ષામાં ગોડાદરા થઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં લોકોની ભીડ જોતા જ રીક્ષા ઉભી રહી હતી. આ ભીડમાં રહેલા લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા. પછી મારી નજર કચરાના ઢગલા પર પડતા ત્યાં એક બાળકીનો મૃતદેહ હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવાના બદલે લોકો તો બસ ફોટો અને વિડીયો બનાવવામાં મશગુલ હતા. જેથી મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસ આવ્યા બાદ નીકળી ગયો હતો.

બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો મળી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બાળકીનો જન્મ 3 કલાક પહેલાં જ થયો હોય તેવું લાગતું હતું. બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો અને પાણી ચઢાવવાનો પાઇપ પણ મળી આવ્યો છે. તેમજ પેપરમાં વિટાળીને કોઈ બાળકીને કચરામાં ફેંકી ગયું હોય એમ લાગતું હતું. જો કે પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી બાળકીની માતાની શોધખોળ શરૂ કરી હતી. જો કે બાળકીને ત્યજી દેનાર માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

To Top