આણંદ : આણંદના વડોદ ગામે માત્ર આઠ વર્ષના બાળકને પડોશી બાઇક પર લઇ ગયાં બાદ તેને મહીસાગર નદીમાં ડૂબાડી હત્યા કરી નાંખવાના...
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજરોજ અચાનક વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી....
સુરત : સામાન્ય રીતે રોડ પર એક્સિડેન્ટની (Accident) ઘટનાઓ જોવા સાંભળવા મળતી હોય છે પરંતુ બુધવારે સુરત (Surat) શહેરમાંથી પસાર થતી તાપી...
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ અને સોજિત્રાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દિપડો હોવાના સગડ મળતાં હતાં. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સતત...
આણંદ : પેટલાદ તાલુકાના પંડોળી ગામે લગ્નના વીસ વર્ષ બાદ એકાએક પતિને પત્ની પર આડા સંબંધનો વ્હેમ પડ્યો હતો અને બુધવારની સવારે...
આણંદ : ઉમરેઠ તાલુકાના શીલી ગામે મંગળવારની મોડી રાત્રે શિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન શંકરની શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન ગીત વગાડવાને લઇ...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને તેના પતિ- સાસરીયાઓ દ્વારા ઘરકામ બાબતે પરેશાન કરીને, દહેજની માંગણી કરીને, તે સગર્ભા હોવાછતાં તેને પિયર મોકલ્યા બાદ...
અંકલેશ્વર: પોલેન્ડમાં રહેતા મૂળ અંકલેશ્વરના એક યુવાને પણ 6 ભારતીય યુવાનોને પોતાના ઘરે આશરો આપ્યો હતો. મૂળ અંકલેશ્વરના સેલારવાડનો વતની વસીમ આશિક...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો ત્રિ-દિવસીય મેળો યોજવા માટેની મંજુરી મળી છે. ત્યારે તંત્ર દ્વારા...
સુરત: (Surat) શહેરના કુખ્યાત ગેંગસ્ટર સજ્જુ કોઠારીની (Sajju Kothari) વિવાદાસ્પદ મિલકતનું (Property) બુધવારે સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન (Demolition ) હાથ ધરવામાં આવ્યું...
નડિયાદ: મહેમદાવાદ નગરપાલિકા દ્વારા શૌચાલયના નામે કરોડો રૂપિયા ચાવ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ એક સ્થાનિક નાગરીક દ્વારા કરવામાં આવ્યા છે. જાગૃત નાગરીક...
કિવ: રશિયાએ આજે યુક્રેનના મુખ્ય શહેરો પર તેના હુમલાઓ વધાર્યા છે. પરંતુ આ યુદ્ધમાં યુક્રેન પણ બરાબર લડત આપી રહ્યું છે. રશિયા...
વડોદરા : રશિયા-યુક્રેનના સાતમા દિવસે વધેલા બોમ્બમારાને કારણે વડોદરા સહિત ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો કીવ અને ખાર્કિવ છોડવાનો વખત આવ્યો છે મોટી...
વડોદરા : પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા બાદ હવે અમુલે દુધના ભાવમાં લિટર દીધ રૂપિયા બેનો વધારો કરતાં બરોડા ડેરી પણ દૂધના ભાવમાં...
વડોદરા : શહેરના ડભોઇ રોડ ઉપર એમ.એમ. વોરા શોરૂમની સામે આવેલ લાકડાના ફર્નિચરનું કામ કરતી સુહાની ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલીસવારે આગ ફાટી...
વડોદરા : ચોલામંડલમ ફાઈનાન્સ કંપનીમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને ૭. ૭૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાના ગુનામાં બેંકના કર્મચારીઓ વેલ્યુએશનર સહિતનાઓની સંડોવણી...
વડોદરા : અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવતા બરોડા ડેરી પણ ભાવ વધારો કરશે તેવી શક્યતાઓ વચ્ચે...
દાહોદ : ઝાલોદ તાલુકાના ગરાડુ નજીક એસટી બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં બેસેલા મુસાફરો જીવ બચાવી...
વડોદરા : કોર્પોરેશનની કચેરી પાછળ ખંડેરાવ માર્કેટની પાછળ ફરતે લારી-ગલ્લા પોલીસ દ્વારા દૂર કરવાની સૂચનાથી લારી ધારકોનો મોરચો મેયરને રજૂઆત કરવા પહોંચ્યો...
વડોદરા : શહેર નજીક પોરથી વડોદરા તરફ જવાના રસ્તે એક્સયુવી ગાડીમાં સંતાડી લવાઈ રહેલો વિદેશી શરાબનો જથ્થો ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી...
સુરત: સુરત (Surat) મનપાનાં જુદાં જુદાં યુનિયનોએ બુધવારે (Thursday) સંયુક્ત રીતે પડતર માંગણીઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જો કે, રજૂઆતમાં ઉગ્રતા આવી...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુચિત પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નો – રજૂઆતોનું નિવારણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત (Gujarat) વિધાનભામાં તેમના પ્રવચનમાં ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારની 121 દિવસની સિદ્ધીઓને આગળ...
યુક્રેનની શેરીઓમાંથી ચિત્રો (Picture) ઉભરી આવ્યા છે જેમાં ક્રૂર શહેરી લડાઈમાં નાશ પામેલા રશિયન ટાંકીના ભંગાર દર્શાવવામાં આવ્યા છે. રશિયન બખ્તરનો વિશાળ...
ગાંધીનગર : સ્વ. ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) તથા વિધાનસભાના ઊંઝાના વર્તમાન ધારાસભ્ય સ્વ આશાબેન પટેલ (Aashaben Patel) તથા પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી...
રાજપીપળા: નર્મદા જિલ્લાના વરખડ ગામની સીમમાંથી 25-30 વર્ષની અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ (Deadbody) મળી આવતાં આમલેથા પોલીસે (Police) તપાસ હાથ ધરી...
વલસાડ : વાપીથી (Vapi) 20 પેસેન્જર ભરીને વલસાડ (Valsad) આવી રહેલી એસટી બસની (S.T Bus) વલસાડ એસપી સર્કલ પાસે બ્રેક ફેઇલ (Breakfail)...
નવસારી : કબીલપોરની પરિણીતા એસિડની (Acid) બોટલનું બુચ મોઢાથી ખોલવા જતા બુચ ખુલી જતા એસીડ પી જતા પરિણીતાનું મોત (Death) નીપજ્યું હતું....
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની (Dadranagar Haveli) બે યુવતીઓ યુક્રેનમાં (Ukrain) અભ્યાસ (Study) કરવા ગઈ હતી. ત્યાં યુદ્ધ શરૂ થતા ફસાઈ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના નંદાવલા હાઇવે ઉપર આવેલા શીવપૂજા સોસાયટીમાં પરિવારજનો ઘરમાં ઊંઘતા રહ્યાને તસ્કરોએ (Thief) એકી સાથે ૩ ઘરના તાળા તોડીને...
હરણી બોટ કાંડના આરોપી માતા–પુત્રીના જામીન ના મંજૂર
પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા પ્રેમિકાનું મોત
તીર્થ ગોપીકોનની પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
વડોદરાના પરિવારની કાર ઇડર હાઇવે પર પલટી જતા બેના મોત, 4 ઘવાયા
વીરપુરમાં કોલેજના વિદ્યાર્થીઓએ જાહેરમાં શર્ટ કાઢી ડાન્સ કર્યો
નડિયાદમાં એનઆરઆઈ યુવક સાથે પોલીસની દબંગાઇ
દાહોદ જિલ્લાને અડીને આવેલ એમ.પી ની પીટોલ બોર્ડર પર વાહનચેકિંગ દરમિયાન બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ અને 22 કિલો ચાંદી કબ્જે કરાયું
વડોદરા: ગરમીની શરૂઆત છતાં પણ સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટ વાળા નજરે પડ્યા
ખંભાતમાં ખેતરની વાડમાં વીજપ્રવાહ પસાર કરતાં મહિલાનું મોત
બોરસદમાં પત્નિને ઘરમાંથી કાઢી મુકી પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો
આણંદમાં બોગસ માર્કશીટ બનાવી વિદેશ મોકલતાં 2 પકડાયાં
ઓનલાઈન ડેટિંગ :બચ કે રહેના…
માલદીવ સાથેના વિવાદ વચ્ચે ભારતે કર્યું એવું કામ કે ત્યાંના વિદેશ મંત્રીએ માન્યો આભાર
ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીની આત્મહત્યાને મામલે 8 વર્ષ બાદ શિક્ષકની તરફેણમાં ચુકાદો આપ્યો
ધરમપુર માર્ગ પર કેટઆઈ લગાડવાનું કામ ચાલી રહ્યું હતું અને ધસમસતી આવેલી બસે કામદારનો ભોગ લીધો
પાલિકાની વડી કચેરીમાં જ ટેન્કરથી પાણી મંગાવવું પડ્યું
બોડેલી તાલુકાના જબુગામ ખાતે પરસોત્તમ રૂપાલા ના વિરોધમાં પ્રવેશબંધીના પોસ્ટર લગાવાયા
વીજબિલ ભૂતકાળ બનશે, 7 એપ્રિલે સુરતના આ એપાર્ટમેન્ટમાં લગાવાશે પહેલું સ્માર્ટ વીજમીટર
વડોદરામાં : ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બે સંતાનોની માતા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું
SPનો ‘મુખ્તાર’ પ્રેમ: પોસ્ટરો લગાવીને કરાઇ આ ખાસ અપીલ
PM મોદીના નિવેદન પર કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા ‘શ્યામા પ્રસાદ મુખર્જીએ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કર્યું હતું’
લાજપોર જેલના ભજીયા બાદ હવે ઠાણે જેલની કેક ફેમસ, આવી રીતે કરી શકાશે ઓર્ડર
MP: અકસ્માત બાદ ખાઈમાં પલટી ગઈ SAF સૈનિકોથી ભરેલી બસ, 3ના મોત, 26 જવાન ઘાયલ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો યથાવત, ઓહિયોમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો
કોબ્રા કાંડ: એલ્વિશ યાદવ સહિત આઠ લોકોના નામ સાથે પોલીસે ચાર્જશીટ દાખલ કરી
NIA ટીમ પર હુમલા મામલે મમતા બેનર્જીએ કહ્યું, ‘મધરાતે દરોડા કેમ! શું દરેક બૂથ એજન્ટની ધરપકડ કરશો?’
‘મોદીજી પોતાને મહાન ગણાવીને લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે’- સોનિયા ગાંધી
ભેસ્તાનની ફેક્ટરીમાં આગ લાગતા બે કામદારો દાઝ્યા
વડોદરા : ભાડે ફેરવવા લીધેલી કાર વગે કરવાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
ગરબાડા તાલુકાના દેવધા ગામે ખાન નદીમાં તરતો આધેડનો મૃતદેહ મળી આવ્યો
આણંદ : આણંદના વડોદ ગામે માત્ર આઠ વર્ષના બાળકને પડોશી બાઇક પર લઇ ગયાં બાદ તેને મહીસાગર નદીમાં ડૂબાડી હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. આ અંગે વાસદ પોલીસે વિવિધ પાસા તપાસી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તપાસમાં નાણાની લેતી – દેતીમાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે. વડોદ ગામે ચાવડાવાળા ફળીયામાં રહેતા દિનેશભાઈ વિનુભાઈ રાઠોડ મોગરની ખાનગી શાળામાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં સૌથી નાનો નયન (ઉ.વ.8) છે. આ બાળકો મંગળવારના રોજ ઘરની બહાર રમતાં હતાં, દરમિયાનમાં બપોરે નયને મારે રમવું નથી તેમ કહી ઘરની અંદર જઇ પાણી પીને સેંડલ પહેરીને ફળીયાની અંદર ગયો હતો. જે પરત આવ્યો નથી. આથી, શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં ક્યાંક રમતો હશે નહીંતર ખેતરમાં તેની મમ્મી પાસે ગયો હશે, તેવું ધાર્યું હતું. પરંતુ મોડી સાંજે દિનેશભાઈના પત્ની પરત આવતા તેને નયન વિશે પુછપરછ કરી હતી. પરંતુ તે ખેતરમાં આવ્યો નથી, તેમ કહેતાં ચિંતા પેઠી હતી. આથી, ગામમાં સગા સંબંધીના ઘરે શોધખોળ કરી હતી. મોડી રાત સુધી તપાસ કરવા છતાં કોઇ જ સગડ મળ્યાં નહતાં. આખરે આ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાસદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. જે. પરમાર સહિત ટીમ વડોદ ગામે પહોંચી વિવિધ પાસા ચકાસી તપાસ હાથ ધરી હતી. જોકે, મોડી સાંજ સુધી કોઇ સગડ મળ્યાં નહતાં. દરમિયાનમાં ક્લુ મળી કે ગામનો કનુ જશ ચાવડા (ઉ.વ.54) ઝેરોક્ષની દુકાન ચલાવે છે. તેણે અપહરણ કર્યું હોવું જોઈએ. આથી વાસદ પોલીસે તુરંત કનુ ચાવડાની અટક કરી આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને અપહરણની કબુલાત કરી હતી. જોકે, તેની કબુલાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. કનુએ કબુલ્યું હતું કે, નયનના પિતા દિનેશ રાઠોડને કેટલીક રકમ હાથ ઉછીની આપી હતી. જે મુદ્દે માથાકુટ ચાલતી હોવાથી તે નયનને બાઇક પર લઇ ગયો હતો અને મહિસાગર નદી કિનારે લઇ જઇ ડૂબી હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ તે ગભરાઇ ગયો હતો. આ કબુલાત આધારે વાસદ પોલીસે અપહરણ અને હત્યાની કલમ હેઠળ રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ગેરમાર્ગે દોરવા હિન્દીમાં ચીઠ્ઠી લખી
વડોદ ગામે બાળકની હત્યા કરનારો કનુ ઘટના બાદ ગભરાઇ ગયો હતો. જોકે, તેણે પોલીસ તપાસને આડે પાટા ચડાવવા હિન્દીમાં એક ચીઠ્ઠી લખી હતી. જેમાં નયનનું અપહરણ કરી તેને છોડાવવા નાણા માંગવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી, બાળકનું અપહરણ કોઇ હિન્દી ભાષી ગેંગે કર્યું હોય તેવું વાતાવરણ ઉભુ કરવા કોશીષ કરી હતી. જોકે, આ ચીઠ્ઠી મુકતા જ ગામનો વ્યક્તિ જોઇ ગયો હતો.